Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Airtel આપી રહ્યું છે ફ્રી 5 GB ડેટા, આ રીતે મેળવો લાભ
ભારતીય માર્કેટમાં બીજા નંબરની સૌથી મોટી ટેલિકોમ ઓપરેટર કંપની ભઆરતી એરટેલ ટૂંક સમયમાં જ 5જી સર્વિસ લોન્ચ કરવાની છે. આ કારણે એરટેલ આજકાલ સમાચારોમાં પણ ચમકી રહી છે. જો કે આ બધાની વચ્ચે એરટેલ પોતાના ગ્રાહકો માટે 5 જીબી ફ્રી ડેટા આપી રહ્યું છે. જો કે, આ ઓફર માત્ર પ્રિપેઈડ યુઝર્સ માટે જ છે. આ ફ્રી ડેટાનો લાભ લેવા માટે યુઝ્સે એરટેલ થેન્કસ એપ ઈન્સ્ટોલ કરીને તેમાં લોગ ઈન કરવું ફરજિયાત છે.

1 જીબીની 1 એવી 5 કૂપન મળશે
Airtel Thanks App યુઝર્સને રિવોર્ડ્ઝ ક્લેઈમ, લાઈટ બિલ ભરવાની સુવિધા, એરટેલ પેમેન્ટ બેન્ક, એક્ઝિસ્ટિંગ પ્લાન ચેન્જ કરવા સહિતની સુવિધાઓ મોબાઈલમાં જ આપે છે. એરટેલના યુઝર્સને 5 જીબી ફ્રી ડેટા બેનિફિટ 1 જીબીની એક એવી જુદી જુદી 5 કૂપન્સ દ્વારા આપવામાં આવશે.
ફ્રી ડેટા બેનિફિટ માટે આટલું કરવું પડશે
ભારતી એરટેલ પોતાના નવા પ્રિપેઈડ સબસ્ક્રાઈબર્સને આ 5 જીબી ફ્રી ડેટા આપી રહી છે. જો તમારે પણ આ સ્કીમનો લાભ લેવો છે, તો તમારે નવું એરટેલ સીમકાર્ડ ખરીદવું પડશે. નવું સીમકાર્ડ ખરીદ્યા બાદ તમારે માત્ર એરટેલ થેન્ક્સ એપ ઈન્સ્ટોલ કરવાની છે અને તેમાં તમારા એરટેલ નંબર દ્વારા લોગ ઈન કરવાનું છે. આટલા સ્ટેપ્સ ફોલો કર્યા બાદ તમારે એરટેલ થેન્ક્સ એપમાં જઈને My Coupons સેક્શનમાં ક્લિક કરવાનું રહેશે. અહીં તમને 5 જીબી ફ્રી ડેટાની કૂપન્સ મળી જશે.
ચોક્કસ સમયમર્યાદા સુધીમાં મળશે લાભ
સારી વાત એ છે કે એપલ પ્રિ પેઈડ સીમકાર્ડના દરેક સબસ્ક્રાઈબર્સને કંપની તરફથી 5 જીબી ફ્રી ઈન્ટરનેટની કૂપન્સ મળવાની છે. દરેક નવા યુઝરને 1 જીબીની 1 એવી જુદી જુદી 5 કૂપન્સ મળશે. જેવા તમે એરટેલ થેન્ક્સ એપમાં લોગ ઈન કરશો કે તરત જ તમને 5 જીબી ઈન્ટરનેટની કૂપન ખાતામાં મળી જશે. તમે આ દરેક કૂપનનો લાભ વધુમાં વધુ 90 દિવસની સમયમર્યાદામાં લઈ શકો છો.
આ રીતે મળશે રૂપિયા 100નો પણ ફાયદો
માત્ર આટલું જ નહીં, એરટેલ પોતાના યુઝર્સને હજી એક ફાયદો આપવા જઈ રહી છે. એરટેલના યુઝર્સને દરેક સફળ રેફરલ પર રૂપિયા 100 કમાવાની તક મળશે. એરટેલ થેન્ક્સ એપમાં યુઝર્સ માટે Send a referral linkનો વિકલ્પ આપવામાં આવ્યો છે. જેના દ્વારા યુઝર્સ પોતાના મિત્રોને એરટેલ સીમકાર્ડ ખરીદવા માટે પ્રોત્સાહિત કરી શકે છે. જો તમે કોઈને રિફર કરો છો, અને સામેનો વ્યક્તિ તમારી આપેલી લિંક દ્વારા એરટેલનું નવું સીમકાર્ડ ખરીદે છે, તો તમારા મિત્રને અને તમને બંનેને 100 રૂપિયાની ડિસ્કાઉન્ટ કૂપન મળશે. તમે જ્યારે એરટેલની કોઈ સર્વિસ ખરીદશો ત્યારે આ 100 રૂપિયાના ડિસ્કાઉન્ટની કૂપન વટાવી શકો છો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications