એરટેલ દ્વારા ઓટિટિ કંપનીઝ ને વિડિઓ પ્લેટફોર્મ ની સર્વિસ આપવા માં આવશે તેના વિષે જાણીયે.

By Gizbot Bureau
|

ભારતી એરટેલ દ્વારા ખુબ જ ઝડપ થી આગળ વધતી ઓટિટિ વિડિઓ માર્કેટ ને ટાર્ગેટ કરવા માં આવી રહી છે જેની અંદર કંપની દ્વારા તાજેતર માં જ એક નવી ઓફરિંગ એરટેલ આંક્યું વિડિઓ ને લોન્ચ કરવા માં આવેલ છે. અને તેમની આ નવી વિડિઓ પ્લેટફોર્મ ની સર્વિસ ની અંદર કંપની ને ત્રણ ક્લાયન્ટ્સ પણ મળી ગયા છે.

એરટેલ દ્વારા ઓટિટિ કંપનીઝ ને વિડિઓ પ્લેટફોર્મ ની સર્વિસ આપવા માં આવશે

સુનિલ મિત્તલ ની આગેવાની વળી ટેલિકોમ કંપની દ્વારા જણાવવા માં આવ્યું હતું કે, તેમના લેટેસ્ટ ઓફરિંગ દ્વારા કંપનીઓ ને એન્ડ ટુ એન્ડ સર્વિસ તરફસર્કચર આપવા માં આવે છે, કે જે કંપનીઓ ને મોટી અને નાની બંને સ્ક્રીન માટે વિડિઓ સ્ટ્રીમિંગ પ્રોડ્ટક્સ ને લોન્ચ કરવા ની અનુમતિ આપે છે તે પણ ખુબ જ ઓછા ઇન્વેસ્ટમેન્ટ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેક્નોલોજી ની સાથે.

તેમણે વધુ માં જોડતા જણાવ્યું હતું કે એરટેલ આઈક્યુ વિડિઓ ને કારણે કંપનીઓ ની કોસ્ટ ની અંદર 40% જેટલો ઘટાડો થઇ શકશે. કે જે ટ્રેડિશનલ રીતે બનવવા માં આવતી સર્વિસ કરતા ખુબ જ ઓછો છે.

એરટેલ આઈક્યૂ વિડિઓ ની અંદર ઘણા બધા ફીચર્સ નો સમાવેશ કરવા માં આવેલ છે જેની અંદર એપ્લિકેશન ડેવલપમેન્ટ, કન્ટેન્ટ હોસ્ટિંગ, ક્યુરેશન અને લાઇફ સાઇકલ મેનેજમેન્ટ સર્ચ એન્ડ ડિસ્કવરી, એનાલિટિક્સ અને મોનેટાઇઝેશન મોડલ્સ એડવર્ટાઇઝિંગ, સબ્સ્ક્રિપ્શન, ટ્રાન્ઝેક્શન, વગેરે નો સમાવેશ કરવા માં આવે છે.

રાજ ટીવી, ઇરોઝ નાવ અને સીજી ટેલિકોમ નેપાળ દ્વારા એરટેલ ની આ નવી પ્રોડક્ટ નો ઉપીયોગ કરવા માં આવશે. ભારતી એરટેલનું નવું સોલ્યુશન. ભારતી એરટેલના ચીફ પ્રોડક્ટ ઓફિસર આદર્શ નાયરે જણાવ્યું હતું કે કંપનીને દક્ષિણપૂર્વ એશિયા અને મધ્ય પૂર્વમાં દર વર્ષે 50 થી વધુ ગ્રાહકો આવવાનો વિશ્વાસ કંપની ધરાવે છે. અને તેમણે વધુ માં જોડતા જણાવ્યું હતું કે અત્યારે તેના સ્કેલિંગ નું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે અને તેને ત્યાર પછી યુએસ જેવા માર્કેટ ની અંદર પણ લઇ જવા માં આવશે.

આદર્શ નાયર દ્વારા જણાવવા માં આવ્યું હતું કે, એરટેલ આઈક્યુ વિડીયો સાથે, અમે અપેક્ષા રાખીએ છીએ કે વધુ કન્ટેન્ટ સ્ટાર્ટઅપ્સ અને પરંપરાગત કન્ટેન્ટ કંપનીઓ ઓનલાઈન આવશે અને સીધા ગ્રાહકો સાથે ડિજિટલ રીતે જોડાશે. દર મહિને, અમે 10 ગ્રાહકો ઉમેરીશું અને કુલ 50 ગ્રાહકોની પાઇપલાઇન ધરાવીશું.

અને ત્યાર પછી તેમણે વધુ માં જોડતા જણાવ્યું હતું કે, જો તમે કંપનીઓની પાઈપલાઈન જુઓ તો ત્યાં બ્રોડકાસ્ટ કંપનીઓ, ન્યૂઝ ચેનલો, ઓટીટી, એજ્યુકેશન કંપનીઓ છે. લાઇવ સ્ટ્રીમિંગ પ્રોડક્ટ્સની તેમને ખરેખર જરૂર છે.

એરટેલ દ્વારા ભારત ની અંદર હવે આપલ્યા ટેક્નોલોજીસ જેવી કંપનીઓ ની સામે ટક્કર આપવા ની છે. "અમે છેલ્લા ચાર વર્ષથી વિડીયોના વ્યવસાયમાં છીએ જ્યાં અમે સ્ટ્રીમિંગ માટે સમગ્ર સ્ટેક બનાવી ને તૈયાર કરીયે છીએ, છે અને હવે તેને બીજી બધી કંપનીઓ માટે પ્લેટફોર્મ તરીકે મૂકીએ છીએ."

આરબીએસે ના એક રિપોર્ટ અનુસાર ભારત ની અંદર વિડિઓ ઓટિટિ માર્કેટ અત્યારે $1.5 બિલિયન નું છે જે વર્ષ 2030 સુધી માં વધી ને $12.5 બિલિયન થઇ જશે.

તે રિપોર્ટ ની અંદર વધુ જણાવ્યું હતું કે ઓટિટિ માર્કેટ ની અંદર હવે જે ગ્રોથ આવશે તે મોટા ભાગે ટીઅર 2,3, અને 4 શહેરો માંથી આવશે. અને રીજીઅનલ ભાષાઓ આ ગ્રોથ ના નું મુખ્ય કારણ બનશે. અને આ બદલતા વાતાવરણ ને જોઈ ને અત્યાર ના ઓટિટિ પ્લેટફોર્મ દ્વારા પણ બદલાવ કરવા માં આવી રહ્યા છે કે જેથી તેઓ વધુ થી વધુ યુઝર્સ ને પોતાના પ્લેટફોર્મ ની અંદર સમાવી શકે. અને ટ્રેડિશનલ કન્ટેન્ટ પ્રોવાઇડર્સ જેવા કે ટીવી ચેનલ્સ દ્વારા હવે પોતાના કન્ટેન્ટ ને ડિજિટાઇઝ કરવા માટે કામ કરી રહ્યા છે.

રાજ ટેલિવિઝન નેટવર્ક ના મેનેજીંગ ડાઈરેકટર એમ રાજહેન્દ્રન દ્વારા જણાવવા માં આવ્યું હતું કે, અમારી પાસે કેટલીક શ્રેષ્ઠ તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ફિલ્મો સાથે 30,000 કલાકની સામગ્રી લાઇબ્રેરી હતી. પરંતુ આમાંની મોટાભાગની સામગ્રી ટેપ અથવા એનાલોગ ફોર્મેટમાં હતી, અને પ્રેક્ષકો પણ ઓટીટી દ્વારા આને toક્સેસ કરવા માંગતા હતા. એરટેલ આઇક્યુ વિડીયોનો ઉપયોગ કરીને, અમે અમારી સામગ્રીને ડિજીટાઇઝ કરવા, એરટેલના ક્લાઉડ પ્લેટફોર્મ પર હોસ્ટ કરવા અને અમારી પોતાની ઓટીટી એપ દ્વારા તેને ભારત અને વિશ્વભરના પ્રેક્ષકોને આપવા માટે સક્ષમ છીએ.

સીજી ગ્રુપ ના મેનેજીંગ ડાઇકરેટર નીરવાના ચૌધરી દ્વારા જણાવવા માં આવ્યું હતું કે, કંપની એરટેલ એક્સ્ટ્રીમ સાથે ભારતી એરટેલની વિડીયો આધારિત ઓફરિંગની મદદથી ટેલ્કો ઓફરિંગના ભાગરૂપે નેપાળમાં આઈપીટીવી અને વિડીયો ઓટિટિ પ્લેટફોર્મ લોન્ચ કરી રહી છે. “એરટેલ આઈક્યુ વિડીયો અમારી વીડિયો ઓટીટી એપ અને આઈપીટીવી બંનેને શક્તિ આપશે, નેપાળમાં અમારા ગ્રાહકોને તેમની પસંદગીના ઉપકરણો પર સીમલેસ સ્ટ્રીમિંગ લાવશે."

ઇરોઝ નાવ ના સીઈઓ અલી હુસેન દ્વારા જણાવવા માં આવ્યું હતું કે, ભરતી એરટેલ નું ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને એક્સટેન્સિવ નેટવર્ક કવરેજ કંપની ને એન્ડ ગ્રાહક સુધી બ્લોકબસ્ટર કન્ટેન્ટ સિમલેસી પહોંચાડવા માં મદદ કરી રહ્યું છે.

કંપની દ્વારા પહેલા તેમના ક્લાઉડ આધારિત એરટેલ આઈક્યૂ ઑમ્ની ચેનલ કમ્યુનિકેશન પ્લેટફોર્મ ને લોન્ચ કરવા માં આવ્યું હતું. જેની અંદર વોઇસ અને એસએમએસ અને ડિજિટલ પ્રોપર્ટીઝ આધારિત યુનિફાઇડ પ્લેટફોર્મ ને ડેસ્કટોપ અને મોબાઈલ માટે પૂરું પાડવા માં આવી રહ્યું હતું.

Best Mobiles in India

Read more about:
English summary
Airtel IQ Video, A Video Platform With Three OTT Service Providers Launched.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X