Airtelએ લોન્ચ કર્યા સસ્તા પ્લાન, રૂ.109થી થઈ રહ્યા છે શરૂ

By Gizbot Bureau
|

ભારતમાં લીડિંગ ટેલિકોમ કંપની Airtelએ નવા ચાર રિચાર્જ પ્લાનની જાહેરાત કરી છે. આ નવા લોન્ચ થયેલા પ્લાનમાં બે પ્લાન સ્માર્ટ રિચાર્જ પ્લાન છે, જ્યારે બે સસ્તા પ્લાન છે. તો આમાંથી બે પ્લાનની વેલિડિટી બે મહિનાની છે, જ્યારે બાકીના બે પ્લાન 30 દિવસની સમયમર્યાદા વાળા છે.

Airtelએ લોન્ચ કર્યા સસ્તા પ્લાન, રૂ.109થી થઈ રહ્યા છે શરૂ

એરટેલના આ ચારેય નવા પ્લાન ખૂબ જ સસ્તા છે. આ ચારેય પ્લાનની કિંમત રૂ.140ની અંદર છે. જેમાંથી સૌથી સસ્તો પ્લાન માત્ર રૂપિયા 109ના રિચાર્જનો છે, જ્યારે સૌથી મોંઘો પ્લાન રૂપિયા 131ના રિચાર્જોન છે. જે લોકો પાસે એકથી વધારે મોબાઈલ નંબર છે, અને તેઓ પોતાનો ફોન નંબર માત્ર ચાલુ રાખવા માંગે છે, તેમના માટે આ સસ્તા પ્લાન ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. ચાલો, જોઈએ એરટેલ આ નવા પ્લાન્સમાં શું શું આપી રહ્યું છે.

Airtel રૂ.109નો પ્લાન

Airtelના નવા શરૂ કરાયેલા પ્લાન્સમાંથી રૂપિયા 109 અને રૂપિયા 111ના પ્લાન રૂ.99ના પ્લાન કરતા વધુ વેલિડિટી અને મોબાઈલ ડેટા બેનિફીટ આપી રહ્યા છે. રૂપિયા 109નું રિચાર્જ કરાવવા પર તમને 30 દિવસની વેલિડિટી અને 200 MB ઈન્ટરનેટ મળશે. સાથે જ 99 રૂપિયાનો ટૉક ટાઈમ મળશે. આ પ્લાન કરાવ્યા પછી વોઈસ કોલ કરવા પર તમને પ્રતિ સેકન્ડ રૂ.2.6 પૈસાનો ચાર્જ લોકલ અને એસટીડીમાં લાગશે. જ્યારે લોકલ SMSનો ચાર્જ રૂપિયા 1 અને એસટીડી SMSનો ચાર્જ 1.44 રૂપિયા ગણવામાં આવશે.

Airtel રૂ.111નો પ્લાન

એરટેલમાં રૂપિયા 111નું રિચાર્જ કરાવવા પર તમને 99 રૂપિયાનો ટૉક ટાઈમ મળશે. આ ઉપરાંત આ પ્લાન અંતર્ગત એક મહિનાની સમય મર્યાદ અને 200 MB ઈન્ટરનેટ પણ મળશે. રૂપિયા 111ના પ્લાનમાં SMS, વોઈસ કોલના ચાર્જિસ રૂપિયા 109ના રિચાર્જ પ્લાન મુજબના જ ગણવામાં આવશે.

Airtelનો રૂપિયા 128નો પ્લાન

Airtel દ્વારા રૂપિયા 128નો રેટ કટર પ્લાન પણ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્લાન પણ 30 દિવસની વેલિડિટી સાથે આવે છે. જો તમે 128નું રિચાર્જ કરાવશો તો તમને STD કોલ્સ માટે 2.5 પૈસા પ્રતિ સેકન્ડ, લોકલ કોલિંગ માટે 1 રૂપિયો પ્રતિ મિનિટ અને લોકલ મેસેજ માટે 1 રૂપિયો, નેશનલ મેસેજ માટે 1.5 રૂપિયા પ્રતિ મેસેજનો ચાર્જ લાગશે. આ ઉપરાંત જ્યારે તમને ઈન્ટરનેટ વાપરશો તો દરેક એમબી માટે 50 પૈસાનો ચાર્જ લાગશે.

Airtel નો રૂ.131 રિચાર્જ પ્લાન

Airtel દ્વારા શરૂ કરાયેલા 4 નવા પ્લાનમાં અંતિમ પ્લાન રૂપિયા 131નો રિચાર્જ કરાવવાનો છે. આ પ્લાન પણ એક મહિનાની વેલિડિટી ધરાવે છે. જો તમે આ પ્લાનનું રિચાર્જ કરાવશો તો તમેન લોકલ અને એસટીડી કોલ માટે પ્રતિ સેકન્ડ 2.5 પૈસાનો ચાર્જ લાગશે. જ્યારે નેશનલ વીડિયો કોલ માટે 5 રૂપિયા પ્રતિ સેકન્ડ ચૂકવવા પડશે. જો તમે ઈન્ટરનેટ વાપરશો તો તમને પ્રતિ એમબી 50 પૈસાનો ચાર્જ લાગશે. આ ઉપરાં લોકલ SMS માટે 1 રૂપિયો અને નેશનલ SMS માટે રૂપિયા 1.5નું ટેરિફ ચૂકવવું પડશે.

Best Mobiles in India

Read more about:
English summary
Airtel India launches new rate cutter plans, know details here

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X