Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Airtel યુઝર્સને જલસા, હવે રિચાર્જ સાથે મળશે 5 લાખ સુધીનો ઈન્સ્યોરન્સ
Airtel ભારતીય ટેલિકોમ સેક્ટરની બીજી સૌથી મોટી કંપની છે. એરટેલ પોતાના ગ્રાહકો માટે જુદા જુદા ઘણા રિચાર્જ પ્લાન્સ અને ઓફર્સ લઈને આવે છે. આ પ્લાન્સમાં તમને જુદા જુદા ઘણા ઉપયોગી બેનિફિટ્સ મળે છે. એરટેલ કંપની કેટલાક રિચાર્જ પ્લાન્સની સાથે સાથે પોતાના ગ્રાહકોને એક્સિડેન્ટલ ઈન્સ્યોરન્સનો પણ લાભ આપે છે. આના માટે એરટેલે ICICI Lombard સાથે ભાગીદારી કરી છે. જો તમે એરટેલના ગ્રાહક છો, તો તમારે પણ આ જબરજસ્ત ઓફરનો ફાયદો મેળવવો જોઈએ.
એરટેલ અને આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડની પાર્ટનરશિપ અંતર્ગત ગ્રાહકોને એક્સિડેન્ટલ ઈન્સ્યોરન્સનો ફાયદો મળી રહ્યો છે. કંપની પોતાના હાલના 3 પ્રિપેઈડ પ્લાન્સમાં આ ઈન્સ્યોરન્સનો ફાયદો આપી રહી છે. આ પ્લાન્સની કિંમત 239 રૂપિયા, 399 રૂપિયા અને 969 રૂપિયા છે.

બેનિફિટ્સ
એરટેલના 239 રૂપિયાના પ્લાનની વાત કરીએ તો, આ પ્લાનમાં તમને રોજનો 2 જીબી ડેટા, અને રોજના 100 ફ્રી મેસેજનો લાભ મળે છે. જેમાં અનલિમિટેડ વોઈસ કોલિંગ પણ સામેલ છે. આ પ્લાન યુઝર્સને આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડનો એક્સિડેન્ટલ ઈન્સ્યોરન્સ પણ આપે છે. જેમાં અકસ્માત દરમિયાન વ્યક્તિનું મૃત્યુ થવા પર કે પછી દિવ્યાંગ થઈ જવા પર 1 લાખ રૂપિયા અને હોસ્પિટલમાં એડમિટ થવા પર 25 હજાર રૂપિયા આપવામાં આવે છે. એરટેલનો આ પ્લાન 28 દિવસની વેલિડિટી ધરાવે છે, પરંતુ તેનું ઈન્સ્યોરન્સ કવરેજ 30 દિવસ સુધી વેલિડ રહે છે. એટલે કે તમે રિચાર્જ કરાવો અને પ્લાન શરૂ થાય ત્યાંથી 30 દિવસની અંદર થતા અકસ્માતમાં જ આ ઈન્સ્યોરન્સનો લાભ મળે છે.
એરટેલના 399 વાળા પ્લાનની વાત કરીએ તો આ પ્લાન 30 દિવસની વેલિડિટી ધરાવે છે, જેના બેનિફિટ્સ પણ 239 રૂપિયાના પ્લાનની જેમ જ છે. જ્યારે 969 રૂપિયાનો પ્લાન 84 દિવસની વેલિડિટી ધરાવે છે. જેમાં તમને રોજનો 1.5 જીબી ડેટા અને અનલિમિટેડ વોઈસ કોલિંગ તેમજ રોજના 100 ફ્રી મેસેજનો લાભ મળે છે. એક્સિડેન્ટલ ઈન્સ્યોરન્સના બેનિફિટ્સ પણ આમાં અન્ય પ્લાન્સ જેવા જ છે.
ધ્યાન રાખવાની વાત
જો તમારી પાસે એક કરતા વધારે એરટેલ સિમ છે, તો કંપની તમને મેક્સિમમ 5 લાખ સુધીનું કવર આપશે. આ ઉપરાંત આ એક્સિડેન્ટલ ઈન્સ્યોરન્સનો ફાયદો લેવા માટે તમારી ઉંમર 18થી 80 વર્ષની વચ્ચે હોવી જરૂરી છે. પોલિસી ડ્યુરેશન અંતર્ગત તમે આ ઈન્સ્યોરન્સ માટે 3 વખત ક્લેઈમ કરી શકો છો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications