Just In
- 677 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 678 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 679 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 680 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
ACમાં આ મોડ ઓન કરતા જ ઓછું આવશે લાઈટ બિલ, જાણો બધી જ ડિટેઈલ્સ
ગરમીની શરૂઆત થઈ ચૂકી છે, અને હવે એસીનો ઉપયોગ પણ થવા લાગ્યો હશે. એસીનો ઉપયોગ વધવાની સાથે સાથે લાઈટબિલ વધવાની ચિંતા પણ વધતી જાય છે. ઓફિસથી લઈને ઘર સુધી હવે એસી જરૂરી બન્યું છે. જો તમે પણ ફરીવાર એસીના વપરાશ સુધી પહોંચી ચૂક્યા છો, અથવા તો આ ઉનાળામાં ગરમીથી બચવા માટે એસી ખરીદવાનું આયોજન કરી રહ્યા છો, તો કેટલીક બાબતો ખાસ ધ્યાનમાં રાખજો. આજે અમે તમને એસીના એક એવા મોડ વિશે જણાવીશું, જેના ઉપયોગથી તમે રોજેરોજ પૈસા બચાવી શકો છો.

એર કંડીશનરમાં જુદા જુદા મોડ આપવામાં આવે છે. જેમાંથી મોટા ભાગના લોકો માત્ર કૂલિંગ મોડનો જ ઉપયોગ કરે છે. જો તમે જાણ્યા સમજ્યા વગર એસીના બધા જ મોડનો ઉપયોગ કરશો, તો તમારું વીજબિલ વધી શકે છે. પરંતુ જો એસીના જુદા જુદા મોડનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તમારું લાઈટબિલ ઓછું આવી શકે છે. આજે અમે તમને એસીના એક ખાસ મોડ વિશે માહિતી આપી રહ્યા છીએ, જેને ઓન કરતા જ તમારું લાઈટ બિલ કંટ્રોલમાં રહેશે. તમે જો ઘરમાં એસીનો ઉપયોગ કરો છો, તમને આના વિશે ખ્યાલ હોવો જરૂરી છે.
ઉલ્લેખનીય છે કે એસીમાં ડ્રાય મોડ, હીટ મોડ, સ્લીપ મોડ, કૂલ મોડ અને ઓટો મોડ એમ જુદા જુદા ઓપ્શન હોય છે. આ બધા જ મોડ અલગ અલગ કંડીશન્સમાં અને વાતાવરણ પ્રમાણે ઉપયોગમાં લેવાના હોય છે. જો તમે આ મોડ્સનો બરાબર ઉપયોગ કરો છો તો તમારું એસી લાંબા સમય સુધી સરખી રીતે કામ કરે છે, સાથે જ તમારું લાઈટબિલ પણ કંટ્રોલમાં રહે છે. જો તમે એસીના ઉપયોગ દરમિયાન વધતા વીજબિલથી પરેશાન છો, તો તમારા એસીનો ઉપયોગ ઓટો મોડમાં કરો.
જેવું તમે એસી ઓટો મોડમાં સેટ કરો છો, કે તરત જ એસીના ડ્રાય મોડ, કૂલ મોડ, હીટ મોડ પણ ઓન થઈ જાય છે. ઓટો મોડ ઓન કરવાની સાથે જ એસી જાતે જ ટેમ્પરેચર પ્રમાણે સ્પીડ અને કૂલિંગ મેનેજ કરે છે. એસીનું ઓટો મોડ જ સેટ કરે છે, ક્યારે એસીનો ફેન ચાલશે, ક્યારે કોમ્પ્રેસર ઓન થઈ જશે, ક્યારે બંધ થઈ જશે. આ મોડ રૂમના તાપમાનનું ધ્યાન રાખે છે, અને તાપમાન મુજબ એસીનું સેટિંગ કરે છે.
જ્યારે તમારા રૂમનું તાપમાન વધારે હશે, તો એસી જાતે જ ઓટો મોડ કમ્પ્રેસર ઓન કરી દેશે અને જ્યારે રૂમ ઠંડો થઈ જશે ત્યારે કમ્પ્રેસર બંધ કરી દેશે. આ જ રીતે જો રૂમમાં હવામાં ભેજ હશે, તો એસીનો ઓટો મોડ ડીહ્યુમિડિફિકેશન મોડ એક્ટિવેટ કરસે. એસીનો ઓટો મોડ તેને સતત ચાલુ નથી રાખતો, એટલે લાઈટ બિલ ઓછું આવે છે. આ મોડ સ્પ્લિટ અને વિન્ડો એસી એમ બંનેમાં હોય છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
