Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
વીડિયો મેકિંગથી ફોટોગ્રાફી સુધી, AI કરી આપશે તમારા બધા કામ
AI એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી હવે ઘણા બધા કામ એકદમ સરળ બની ગયા છે. ટોક્સ્ટનો વોઈસ ઓવર કરવો હોય કે પછી તમે લખેલી સ્ક્રીપ્ટને ઓડિયો સ્વરૂપે ફેરવવી હોય, ફોટોગ્રાફને એડિટ કરવા હોય કે પછી વીડિયો બનાવવો હોય, એઆઈ તમારા બધા જ કામ કરી શકે છે. એઆઈ માટે કોઈ પણ કામ અશક્ય નથી.

જી હાં, જો હજી સુધી પણ તમે તમારા કામ માટે એઆઈની મદદ નથી લઈ રહ્યા, તો આ આર્ટિકલ તમારા માટે એકદમ કામનો સાબિત થઈ શકે છે. આજકાલ તમારા ઘણા બધા કામ એઆઈ સરળ અને ટાઈમ સેવિંગ બનાવી શકે છે. આ આર્ટિકલમાં અમે એવા જુદા જુદા કામ અને એઆઈ ટૂલ વિશે માહિતી આપીશું, જે તમારી મહેનત બચાવી શકે છે.
વોઈસ ઓવર
સ્ક્રીપ્ટ રાઈટર્સ કે વીડિયો ક્રિએટર્સ માટે વોઈસ ઓવર ખૂબ અગત્યનું કામ કરે છે. આમાં લખેલા ક્ન્ટેન્ટને ઓડિયો સ્વરૂપે રેકોર્ડ કરવાનું હોય છે. આ કામમાં એઆઈ ટૂલ ઉપયોગી સાબિત થઈ શકે છે. જો તમે એક બિઝનેસ લીડર છો, એજ્યુકેટર છો, પોડકાસ્ટર છો, તો મર્ફ ટેક્સ્ટ સ્પીચ જનરેટર એઆઈ ટૂલની મદદથી તમારું કામ સરળ બની શકે છે. આ ટેક્સ્ટ સ્પીચ જનરેટર 15 ભાષામાં 100થી વધુ એઆઈ વોઈસનો ઉપયોગ કરીને તમારી સ્ક્રીપ્ટને વોઈસ ઓવરમાં કન્વર્ટ કરી શકે છે.
વીડિયો ક્રિએશળન
જો તમે સ્ક્રીપ્ટ લખી નાથી છે, પરંતુ તમારે કેમેરા સામે આવીને આ સ્કીપ્ટ રેકોર્ડ કરવાની છે, તો તમે ટેક્સ્ટ ટુ વીડિયો જનરેટર એઆઈ ટૂલની મદદથી આ કામ કરી શકો છો, આ માટે તમારે પોતાને કેમેરા સામે આવીને રેકોર્ડ કરવાની જરૂર નથી. કેમેરા શાય લોકો માટે આ ટૂલ આશીર્વાદ સમાન છે. સિન્થેસિસ એઆઈ ટૂલની મદદથી તમે એક અવતાર ક્રિએટ કરી શકો છો, જે તમારા બદલે તમારી સ્ક્રીપ્ટને રેકોર્ડ કરીને વીડિયો બનાવશે. આ એઆઈ ટૂલ 254 વોઈસ સ્ટાઈલ અને 69 અવતારમાં સ્ક્રીપ્ટ રેકોર્ડ કરી શકે છે.
ફ્રી ઈમેજ
જો તમે પણ તમારા કામ માટે ઈમેજ ક્રિએટ કરો છો, ગ્રાફિક ડિઝાઈન કરો છો, તો તમે images.aiનો ઉપયોગ કરી શકો છો. તમારે જે પણ પ્રકારની ઈમેજની જરૂર છે, તેના કી વર્ડ સર્ચ કરીને તમે સરળતાથી અહીં ઈમેજ શોધી શકો છો. આ ઉપરાંત આ વેબસાઈટ ફ્રીમાં ઈમેજ જનરેટ પણ કરી શકે છે.
પ્રેઝન્ટેશન
પ્રેઝન્ટેશન માટે પણ એઆઈ ટૂલની મદદ લઈ સખાય છે. પ્લસ એઆઈ ટૂલની મદદથી તમે લખેલા કન્ટેન્ટને સ્લાઈડ્સમાં ફેરવી શકો છો. એટલું જ નહીં કન્ટેન્ટને સ્લાઈડ્સમાં પરિવર્તિત કરવાની સાથે સાથે તમે બનેલા પ્રેઝન્ટેશનને એડિટ પણ કરી શકો છો.
ઓનલાઈન મીટિંગ
જો તમે વર્ક ફ્રોમ હોમ કરો છો, અથવા કોઈ અન્ય રીતે ઓનલાઈન મીટિંગ કરો છો, તો તમારા માટે ક્રિસ્પ એઆઈ ટૂલ મદદગાર સાબિત થઈ શકે છે. આ એઆઈ ટૂલની મદદથી તમે ઓનલાઈન મીટિંગ દરમિયાન બેકગ્રાઉન્ડના વણજોઈતા અવાજને બંધ કરી સકો છો. આ ટૂલની મદદથી તમે રેકોર્ડિંગ કવોલિટી પણ સુધારી શકો છો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications