Just In
- 675 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 676 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 677 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 678 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
સપોટીફાય બાદ હવે યુટ્યુબ ઇન્ડિયા ની અંદર ચાલી રહેલા મ્યુઝિક સ્ટ્રીમિંગ યુદ્ધ માં જોડાયું
ભારતીય મ્યુઝિક સ્ટ્રીમિંગ ઇન્ડસ્ટ્રી ખુબ જ મોટા પ્રમાણ માં વધી રહી છે અને તેના કારણે તે મોટી મોટી કંપનીઓ ને પોતાની તરફ આકર્ષી રહી છે. સ્વીડિશ મ્યુઝિક સ્ટ્રીમિંગ કંપની સપોટીફાય ના ઇન્ડિયા ની અંદર લોન્ચ બાદ હવે ગુગલ ની માલિકી વળી કંપની યુટ્યુબે પણ પોતાની મ્યુઝિક સ્ત્રિમિમગ સર્વિસ યુટ્યુબ મ્યુઝિક અને યુટ્યુબ મ્યુઝિક પ્રીમિયમ ને ઇન્ડિયા ની અંદર લોન્ચ કરી છે.

યુટ્યુબ મ્યુઝિક ની અંદર ગીતો, આલ્બમ્સ, વ્યક્તિગત પ્લેલિસ્ટ્સ, જીવંત પ્રદર્શન અને સંગીત વિડિઓઝ આપવા માં આવેલ છે. અને તેની અંદર ગ્રાહક ની માંગ મુજબ રેકમેન્ડેશન પણ આપવા માં આવે છે.
અને યુટ્યુબ મ્યુઝિક નું એક પેઈડ વરઝ્ન પણ છે જેની અંદર યુઝર્સ ને એડ ફ્રી કન્ટેન્ટ મળે છે અને તેની અંદર યુઝર્સ સોન્ગ્સ ને ડાઉનલોડ પણ કરી શકે છે જેની કિંમત રૂ. 99 રાખવા માં આવેલ છે જે યુઝર્સે દર મહિને ચૂકવવા પડે છે.
ગુગલ પ્લે મ્યુઝિક ના સબસ્ક્રાઇબર્સ ને યુટ્યુબ મ્યુઝિક પ્રીમીરમ ના પૈસા ભરવા ની જરૂર પડતી નથી.
અને ત્યાર બાદ યુટ્યુબ મ્યુઝ્ક પ્રીમિયમ થી આગળ વધવા માટે યુટ્યુબ પાસે યુટ્યુબ પ્રિમયમ પણ છે જેની કિંમત રૂ. 129 રાખવા માં આવેલ છે,
અને તે એપ ને 100મિલિયન કરતા પણ વધારે વર્લ્ડ વાઈડ એન્ડ્રોઇડ ડિવાઇસીસ પર ડાઉનલોડ કરવા માં આવેલ છે.
યુ ટ્યુબના ગ્લોબલ હેડ ઓફ મ્યુઝિક, લ્યોર કોહેન જણાવે છે કે, "અમે સમગ્ર ભારતમાં લાખો ચાહકોને વૈશ્વિક અને ભારતીય સંગીતમાં શ્રેષ્ઠ લાવવાની આશા રાખીએ છીએ, અને યુટ્યુબ પર સંગીતના જાદુ સાથે તેમને એક આકર્ષક સંગીત અનુભવ આપીશું."
છેલ્લે ફેબ્રુઆરીમાં, સ્પોટિફે ભારતમાં તેની સેવાઓ શરૂ કરી હતી. તે પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન પ્લાન ઓફર કરે છે જે દરરોજ રૂ. 13 અને માસિક સબ્સ્ક્રિપ્શન માટે રૂ. 119 છે. યુવાન વસ્તીને આકર્ષવા માટે, તે વિદ્યાર્થીઓને 50 ટકા ડિસ્કાઉન્ટ આપે છે.
અને આ સ્ટ્રીમિંગ જાયન્ટ લોન્ચ ના એક અઠવાડિયા ની અંદર 1 મિલિયન કરતા વધુ ડાઉનલોડ કર્યા છે તેવો દાવો કર્યો હતો.
અને યુટ્યુબ મ્યુઝિકે માત્ર સપોટીફાય સામે જ સ્પર્ધા નથી કરવા ની પરંતુ ગાના, વિંક, ઇમઝોન પ્રાઈમ, અને સાવન જેવી એપ્સ સામે પણ લડત આપવા ની છે.
ઓનલાઇન મ્યુઝિક સ્ત્રિમિમન્ગ માર્કેટ માર્ચ 2020 સુધી માં $273 ના આંકડા ને પાર કરી શકે છે, અત્યારે ઓનલાઇન મ્યુઝિક સ્ટ્રીઇમિંગ એપ્સ પર 150 મિલિયન સબસ્ક્રાઇબર્સ છે.
અને તેની અંદર ગાના અને સેવન ટોચ પર છે તેમની પાસે મહિના ના 100 મિલિયન કરતા વધુ યુઝર્સ હોઈ છે.
અને આ બધા ની વચ્ચે યુટ્યુબ ને ફાયદો એ થઇ શકે છે કે તેમની પાસે ઇન્ડિયા ની એન્ડ રપહેલા થી જ એક ખુબ જ મોટો યુઝર્સ બેઝ છે. યુટ્યુબ પાસે મહિના ના 245મિલિયન એક્ટિવ યુઝર્સ ઇન્ડિયા ની અંદર છે. કે જેઓ નું ડિફોલ્ટ વિડિઓ સર્ચ યુટ્યુબ હોઈ.
ચાર વર્ષ પહેલાં લોન્ચ કરાયેલ, યુ ટ્યુબ મ્યુઝિક 29 દેશોમાં ઉપલબ્ધ છે. તે જોવાનું રસપ્રદ રહેશે કે ભારત જેવા ઝડપથી વિકસતા બજારોમાં તે કેવી રીતે યોગ્ય છે કે જેમાં ટેનસેન્ટ (ગાના દ્વારા), ઝિયાઓમી (હંગમા દ્વારા), સ્પોટાઇફ અને જિઓ સહિતના હિસ્સેદારોની ગણતરી થાય છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
