માણસો બાદ હવે ગાયો માટે પણ ફિટનેસ ટ્રેકર

|

અત્યર સુધી કંપનીઓ માત્ર માણસો માટે તેમની લાઈફસ્ટાઇલ ને સુધારવા માટે ફિટનેસ ટ્રેકર પર કામ કરી રહી હતી. પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે તેઓ તેની અંદર આગળ વધી રહ્યા હસી , ટેક્નોલીજી ની બાબત માં નહીં પરંતુ પોતાના ટાર્ગેરંટેંડ ઓડિયન્સ માં -ગાય. અને આ ખુબ જ રસપ્રદ લાગી રહ્યું છે પરંતુ ઓસ્ટ્રેલિયા ની અંદર અમુક વૈજ્ઞાનિકો એ ગાયો માટે એક ફિટનેસ ટ્રેકર બનાવ્યું છે. અને આ માત્ર એક ફિટનેસ ટ્રેકર જ નથી પરંતુ સિનેટ ના એક રિપોર્ટ અનુસાર તેની અંદર થી આપણ ને જેટલો ડેટા એક સ્માર્ટવોચ માંથી મળે છે તેટલો જ ડેટા તેમાં થી મળે છે.

માણસો બાદ હવે ગાયો માટે પણ ફિટનેસ ટ્રેકર

આ સ્માર્ટ ઈયર ટેગ સીએસઆઇઆરઓ (કોમનવેલ્થ વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન સંસ્થા) ના વૈજ્ઞાનિકો દ્વારા બનાવવા માં આવી છે જે એક સેરેસ ટૅગ નામ ના સ્ટાર્ટઅપ સાથે જોડાયેલા છે. અને આના કારણે ખેડૂતો ટોળા ને જીપીએસ ટ્રેકિંગ દ્વારા શોધી શકે છે.

અને જીપીએસ ની સાથે સાથે આ ગયો માટે ના નવા જીપીએસ ટ્રેકર ની અંદર એક્સિલરોમીટર પણ આપવા માં આવેલ છે, તો જયારે પણ કોઈ અસામાન્ય ઘટના ઘટતી હશે ત્યારે ખેડૂતો ને તેના વિષે જાણ થઇ જશે. અને આ નવી બનાવવા માં આવેલ સ્માર્ટ ઈયર ની અંદર તે બધી જ સુવિધા આપવા માં આવી છે જે ગ્રાહક ને સ્માર્ટવોચ ની અંદર આપવા માં આવે છે.

અને સીઆઈઆરઓ વેબસાઇટ માં આપવા માં આવેલ વર્ણન ના આધારે આ ટ્રેકર દ્વારા તમારા ઘેટાં કઈ જગ્યા પર ચરી રહ્યા છે, પછી કોઈ ભાગી ગયું છે કે ચોરી થઇ રહી છે અથવા કોઈ જન્મ આપી રહ્યું હોઈ તેવી અસામાન્ય ઘટનાઓ વિષે પણ જાણ થઇ શકે છે.

અને આ ટેગ ની લાઈફ ઓસ્ટ્રિયલ ના વાતાવરણ માં રહેતા પ્રાણીઓ ની લાઈફ કરતા વધુ છે. બંને સીએસઆઇઆરઓ અને સેરેસ ટેગ પ્લાન ભવિષ્ય ની અંદર આ ટેગ ના બીજા વેરિયન્ટ ને ભવિષ્ય માં લોન્ચ કરશે. તેઓ કદાચ સાઈઝ માં નાના અને વજન માં હલકા પણ હશે. અને એમ સીએસઆઇઆરઓના ગ્રૂપ લીડર ડૉ. એડ ચાર્મલીએ જણાવ્યું હતું કે, "અમે ભવિહસિ માટે હજુ હલકા અને નાના ટેગ અબાનવીશું અને તેમાં ટેમ્પરેચર સેન્સર જેવા ફન્કશન ને પણ ઉમેરીશું જેના દ્વારા ખેડૂત ને જો પ્રાણી ને કોઈ બીમારી થવા ની હોઈ તો પેહલા થી જ ખબર પડી જાય."

અત્યારે તે વાત વિષે કોઈ જ માહિતી આપવા માં નથી આવી કે શું આ ટેગ ઓસ્ટ્રેલિયા પૂરતું જ સીમિત રાખવા માં આવશે કે તે બીજા ખેતીપ્રધાન દેશો જેવા કે ભારત સુધી પણ પહોંચાડવા માં આવશે.

Best Mobiles in India

Read more about:
English summary
After humans, there’s a ‘fitness tracker’ for cows

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X