સતત એસી વાપરો છો, તો સર્જાઈ શકે છે જોખમ, દર બે કલાકે કરવું જોઈએ આ કામ

By Gizbot Bureau
|

ગરમી સતત વધી રહી છે. દિલ્હીમાં તો તાપમાન 50 ડિગ્રીને પાર પહોંચી ચૂક્યુ છે. આવી સ્થિતિમાં ગરમીથી બચવા માટે લગભગ દરેક બીજા ઘરમાં એસીનો ઉપયોગ થઈ રહ્યો છે. એસી તમને ઘરની અંદર કે ઓફિસમાં બહારના 50 ડિગ્રી તાપમાન સામે રાહત તો આપે છે, પરંતુ એસીનો લોડ વધવાથી તેમાં આગ લાગવાની કે બ્લાસ્ટ થવાની ઘટનાઓ પણ બની રહી છે. દિલ્હીમાં તાજેતરમાં બનેલી ઘટનાથી તમે અજાણ નહીં જ હો, જેમાં એસીમાં બ્લાસ્ટ થવાથી આખો ફ્લેટ સળગી ગયો.

જો એસીનો યોગ્ય રીતે, સાવચેતી પૂર્વક ઉપયોગ કરવામાં ન આવે તો એસીમાં બ્લાસ્ટ થઈ શકે છે. એસીનો ઉપયોગ યોગ્ય રીતે કરવા માટે એક્સપર્ટ દ્વારા કેટલીક સલાહ આપવામાં આવી છે, તેમજ એસીની સાથે મળતા ગાઈડનો પણ ઉપયોગ કરી શકાય છે.

સતત એસી વાપરો છો, તો સર્જાઈ શકે છે જોખમ, દર બે કલાકે કરવું જોઈએ આ કામ

એસીનો ઉપયોગ જો તમારી ઓફિસ કે ઘરમાં સતત થાય છે, તો આ બાબતોનું ધ્યાન રાખો.

દર બે કલાકે કરો આ કામ

જો તમે એસીનો સતત આખો દિવસ ઉપયોગ કરી રહ્યા છો, તો વચ્ચે વચ્ચે એસી બંધ કરવું જરૂરી છે. નિષ્ણાતોના કહેવા પ્રમાણે એસીને દર બે કલાકે 5થી 7મિનિટ માટે બંધ કરવું ફરજિયાત છે. આવું કરવાથી એસીના કોમ્પ્રેસરને ઠંડુ થવાનો સમય મળે છે.

કોમ્પ્રેસરને હંમેશા ખુલ્લામાં રાખો

નિષ્ણાતો એવું પણ કહે છે કે તમારા એસીનું આઉટર એટલે કે કોમ્પ્રેસર હંમેશા ખુલ્લા ભાગમાં હોવું જોઈએ. એટલે કે ઘરની બહાર કે ધાબે કે છત પર રાખવું જોઈએ. એમાંય જો કોમ્પ્રેસર ખુલ્લામાં હોય, તો તેના પર સતત તડકો ન આવે તે માટે છાપરું કે છાંયડો કરવો પણ જરૂરી છે. આમ કરવાથી તમારા એસીના ટેમ્પરેચરમાં 6 થી 7 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે.

ગાડીના એસીમાં પણ રાખો ધ્યાન

જો તમે ગાડી લઈને ક્યાંક બહાર જાવ છો, તો સ્વાભાવિક છે કે તેમાં પણ એસી વાપરતા હશો. હવે દરેક વખતે ગાડી પાર્ક કરવા છાંયડો મળે તે જરૂરી નથી. જો તમારી ગાડી કલાકો સુધી ખુલ્લામાં તડકામાં પડી છે, તો ગાડીને તરત ચાલુ ન કરો. ગાડી સ્ટાર્ટ કરતા પહેલા બધા જ દરવાજા અને કાચ ખોલી નાખો, સાથે જ ગાડીના બધા જ ફીચર્સની સાથે એસી પણ બંધ કરવાનું રાખો. આમ કરવાથી ગાડી ઓવરહિટ નહીં થાય

Best Mobiles in India

English summary
AC usage tips in summer key points for safety while using ac

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X