Just In
- 676 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 677 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 678 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 678 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
AC જ નહીં ફ્રિજમાં પણ થઈ શકે છે બ્લાસ્ટ, જાણો કારણ અને બચવાની ટિપ્સ
આમ તો વરસાદ રાજ્યના ઘણા વિસ્તારોમાં શરૂ થઈ ચૂક્યો છે. પરંતુ કેટલાક શહેરોમાં હજીય ગરમી અને બફારો પરસેવો પડાવી રહ્યા છે. આવી સ્થિતિમાં એસી અને ફ્રિજ બંનેનો ઉપયોગ વધારે પડતો થઈ રહ્યો છે. એમાંય હવે તો એસી અને ફ્રિજ આપણા જીવનનો અભિન્ન ભાગ બની ગયા છે. પરંતુ શું તમે એ જાણો છો કે આપણી મદદ કરતા આ મશીન્સ તમારો જીવ પણ લઈ શકે છે. તાજેતરમાં જ કેટલાક એવા કિસ્સા સામે આવ્યા છે, જેમાં એસી અને ફ્રિજમાં બ્લાસ્ટ થવાથી જાનહાનિ થઈ હોય.
એટલે આવા સામાન્ય મશીન્સ વાપરતા સમયે પણ કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે, જેનાથી કોઈ પણ પ્રકારની દુર્ઘટના અટકાવી શકાય. આ ઉપરાંત કેટલીક એવી રીત છે, જેનાથી તમે આવી દુર્ઘટનાઓથી સુરક્ષિત રહી શકો છો.

બ્લાસ્ટ થવાના કારણ
જો તમે એસી કે ફ્રીજ લાંબા સમય સુધી ચાલુ મૂકી રાખો છો, અને તેને ઠંડુ કરનારી સિસ્ટમ બરાબર કામ નથી કરતી, તો બંને મશીન વધારે પ઼ડતા ગરમ થઈ શકે છે. જેને કારણે તેને પાવર આપતા વાયર પીગળી જવા, શોર્ટ સર્કિટ અને આગ લાગવાની શક્યતા વધી જાય છે.
આ ઉપરાંત એસી અને ફ્રિજને જો બરાબર રીતે ઈન્સ્ટોલ ન કરવામાં આવ્યા હોય, તેને એવી જગ્યાએ નથી મૂકવામાં આવ્યા જ્યાં રેગ્યુલર હવા આવતી હોય, તો પણ તે વધારે ગરમ થઈ શકે છે. અને તેમાં બ્લાસ્ટ થઈ શકે છે.
AC અને ફ્રિજમાં વપરાતી ગેસ જ્વલનશીલ હોય છે. જો આ ગેસ લીક થાય અને હવામાં મિક્સ થાય તો પણ આગ લાગવાનો ડર રહે છે.
જો તમે નિયમિત રીતે એસી અને ફ્રિજને સાચવતા નથી, મેઈન્ટેઈન નથી કરતા તો પણ તેમાં બ્લાસ્ટ થઈ શકે છે. સમયની સાથે તેમાં ધૂળ, કચરો જાય છે, જે તેનું કામ અટકાવે છે. જેને કારણે મોટર પર પ્રેશર વધે છે. એટલે તેના પર વિસ્ફોટનો ખતરો વધી જાય છે.
બચવાની રીત
એસી અને ફ્રિજને નિયમિત રીતે મેઈન્ટેઈન કરવા જરૂરી છે. તેના ફિલ્ટર બદલવા, કૂલિંગ કોઈલ સાફ રાખવી, ગેસ લીક ચેક કરાવતા રહેવું જોઈે.
એસી અને ફ્રિજને સતત 24 કલાક ચાલુ ન રાખો. જ્યારે તમે રૂમમાં નથી ત્યારે તેને બંધ કરી દો.
એસી અને ફ્રિજને ખુલ્લી જગ્યામાં રાખો, જ્યાં હવાની અવરજવર હોય, જેથી તેને ઠંડો થવાની તક મળે.
જો તમને ગેસની વાસ આવે અને તમને શંકા જાય કે ગેસ લીક થઈ રહ્યો છે, તો તરત જ એસી અને ફ્રિજ બંધ કરી દો. તાત્કાલિક ટેક્નિશિયનને ચેક કરવા માટે બોલાવો
એસી અને ફ્રિજ આપણા જીવનને સરળ બનાવે છે, પરંતુ તેનું ધ્યાન રાખવું અને તેને મેઈન્ટનેઈન કરવું જરૂરી છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
