Just In
- 491 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 492 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 493 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 494 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
પોતાનો જ Aadhaar Number ભૂલી ગયા છો, તો મોબાઈલથી થઈ જશે કામ
આધાર કાર્ડ ભારતીયો નાગરિકો માટે ઓળખનો સૌથી મોટો દસ્તાવેજ છે. આજના સમયમાં દરેક બીજા કામમાં આધાર કાર્ડની જરૂરિયાત સૌથી પહેલા પડે છે. એટલે દરેક બીજો વ્યક્તિ પોતાનું આધાર કાર્ડ ખિસ્સામાં જ લઈને ફરે છે. પરંતુ તેને કારણે જ ઘણી વારા આધાર કાર્ડ ખોવાઈ જવાના કિસ્સા પણ બનતા હોય છે. જો આધાર જેવું મહત્વનું કાર્ડ ખોવાઈ જાય, તો ઘણી મુશ્કેલી થઈ શકે છે. પરંતુ સારી વાત એ છે કે આધાર કાર્ડ ખોવાઈ ગયા પછી પણ તમે તમારું આધાર પાછું મેળવી શકો છો. UIDAI એટલે કે ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ દ્વારા આધાર કાર્ડ હોલ્ડરને એક ખાસ સુવિધા આપવામાં આવી છે.

ફ્રીમાં મળે છે આધાર કાર્ડ હોલ્ડરને આ સર્વિસ
ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ મુજબ જો તમે તમારા આધાર કાર્ડમાં નોંધાયેલું આખું નામ, આધાર સાથે લિંક કરેલો મોબાઈલ નંબર કે પછી ઈમેઈલની માહિતી આપો, તો તમે આધાર નંબર મેળી શકો છો. UIDAI આ પ્રક્રિયા પૂરી કરવા માટે મોબાઈલ ઓટીપી આધારિત વેરિફિકેશન કર્યા બાદ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મેસેજ દ્વારા ઓટીપી મોકલે છે. આ ઓટીપી આપ્યા બાદ તમને તમારું નવું આધાર કાર્ડ જૂની જ ડિટેઈલ સાથે આપવામાં આવે છે. ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ તરફથી આધાર કાર્ડ હોલ્ડરને આ સર્વિસ ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવે છે. એટલે કે તેના માટે કોઈ ચાર્જ આપવાનો રહેતો નથી.
જો આધાર ખોવાઈ ગયું છે, તો નવું મેળવવા આ સ્ટેપ્સ ફોલો કરો.
સ્ટેપ 1: સૌથી પહેલા UIDAIની સત્તાવાર વેબસાઈટ https://myaadhaar.uidai.gov.in/retrieve-eid-uid પર જાવ.
સ્ટેપ 2: હવે આ પેજ પર આધાર કાર્ડમાં નોંધાયેલું નામ, મોબાઈલ નંબર અને કેપ્ચા કોડ એન્ટર કરો.
સ્ટેપ 3: હવે આગળની પ્રક્રિયા માટે Send OTP પર ટેપ કરો.
સ્ટેપ 4: આટલું કરવાની સાથે જ તમને નેક્સ્ટ પેજ પર આધારમાં નોંધાયેલી માહિતી જોવા મળશે.
આ ઉપરાંત તમે mAadhaar એપનો પણ ઉપયોગ કરી શકો છો. તા માટે નીચેના સ્ટેપ્સ ફોલો કરો.
- સૌથી પહેલા એપમાં Retrive EID/UID ઓપ્શન પર જાવ.
- અહીં જઈને તમારું નામ, મોબાઈલ કે ઈમેઈલ આઈડી નોંધો.
- હવે કેપ્ચા એન્ટર કર્યા બાદ Request OTP પર ક્લિક કરો.
- બાદમાં તમને તમારા આધારની બધી જ માહિતી મળી જશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications