Just In
- 540 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 541 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 542 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 543 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
મોબાઈલ નંબર લિંક કર્યા વગર Aadhaarને લગતા આ કામ કરો ઓનલાઈન
આધાર કાર્ડ દરેક ભારતીય માટે ખૂબ જ મહત્વનો દસ્તાવેજ છે. આધાર કાર્ડ દરેક ભારતીય નાગરિક માટે જરૂરી છે. આધાર કાર્ડ આઈડેન્ટિટી પ્રૂફનું કામ કરે છે, તો બીજી તરફ સરકારી યોજનાઓનો લાભ લેવા માટે પણ આધારભૂત દસ્તાવેજ તરીકે આધાર જરૂરી છે. આપણે જાણીએ છીએ, તેમ તાજેતરમાં જ સરકારે તમામ નાગરિકોને ફરજિયાત પણે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરવા અપીલ કરી હતી.

મોબાઈલ નંબરને આધાર કાર્ડ સાથે લિંક કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તમે સરળતાથી આધારને લગતા કામ મોબાઈલ ફોન પર પણ કરી શકો છો. જો કે, બીજી તરફ આધારને લગતા બીજા ઘણા કામ એવા છે, જે તમારા આધાર સાથે મોબાઈલ નંબર લિંક કર્યા વગર કરી શકાય છે. ચાલો, જાણીએ કયા કામ તમે મોબાઈલ લિંક કર્યા વગર પણ કરી શકો છો.
PVC આધાર કાર્ડનો ઓર્ડર
તમે આધાર કાર્ડ સાથે નંબર લિંક કર્યા વગર તમારું પીવીસી આધાર કાર્ડ ઓનલાઈન ઓર્ડર કરી શકો છો. ઉલ્લેખનીય છે કે હોલોગ્રામ ધરાવતા પીવીસી કાર્ડ મોટા ભાગે સીકર હોય છે, જેનો આકાર તમારા વોલેટ જેટલો હોય છે.
PVC કાર્ડના સ્ટેટસનું ફોલોઅપ
આ ઉપરાંત જો તમે ઓલરેડી પીવીસી કાર્ડ ઓર્ડર કરી દીધું છે, પરંતુ તમારે એ જાણવું છે કે તમારું કાર્ડ ક્યારે આવશે, તો આ સ્ટેટસ ચેક કરવા માટે આધાર સાથે મોબાઈલ લિંક કરેલો જરૂરી નથી. તમે એમનેમ પણ સ્ટેટસ ટ્રેક કરી શકો છો.
આધાર એનરોલમેન્ટ અપડેટ સ્ટેટસની તપાસ
જો તમે આધાર કાર્ડ માટે એનરોલમેન્ટ કર્યું છે, તો તેનું સ્ટેટસ પણ ચેક કરી શકો છો. આ માટે પણ તમારા આધાર સાથે મોબાઈલ નંબર લિંક કરેલો હોવો જરૂરી નથી. આ ઉપરાંત જો તમે એડ્રેસ અથવા અન્ય કોઈ માહિતી અપડેટ કરી છે, તો તેને ટ્રેક કરવા માટે પણ નંબર લિંક કર્યા વગર માહિતી મેળવી શકો છો.
એનરોલમેન્ટ સેન્ટરની તપાસ
તમે મોબાઈલ નંબર લિંક કર્યા વગર પણ કોઈ પણ આધાર સર્વિસ સેન્ટર શોદી શકો છો. આ માટે તમારે બસ UIDAIની વેબસાઈટ પર જવાનું છે, અને તમારા રાજ્યનું નામ, પિન કોડ એન્ટર કરીને સર્ચ કરવાનું છે.
આધારની વેલિડિટીની તપાસ
ધારો કે તમે તાજેતરમાં જ એડ્રેસ ચેન્જ કર્યું છે, તો આવી સ્થિતિમાં તમે એડ્રેસ વેરિફિકેશન માટે પણ અરજી કરી શકો છો. બાદમાં UIDAI તમારા એડ્રેસની તપાસ કરે છે, આ માટે પણ તમારે મોબાઈલ નંબર લિંક કરેલો હોવો જરૂરી નથી.
અપોઈન્ટમેન્ટ બૂક કરવી
આધાર એનરોલમેન્ટ અથવા અન્ય કોઈ અપડેટ માટે તમે અપોઈન્ટમેન્ટ બૂક કરવા ઈચ્છો છો, તો પણ તમારે મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક કરવો જરૂરી નથી.
ફરિયાદ નોંધાવવા માટે
જો તમે આધાર કાર્ડને લગતી કોઈ ફરિયાદ કરવા ઈચ્છો છો, તો તમે UIDAIની વેબસાઈટ પર જઈને કરી શકો છો. આ ઉપરાંત તમે ટોલ ફ્રી નંબર 1947 પર કોલ કરીને અથવા તો [email protected] પર ઈમેઈલ કરીને ફરિયાદ કરી શકો છો. આ માટે પણ મોબાઈલ નંબર લિંક કરવાની જરૂર નથી.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications