Just In
Truecallerની એન્ડ્રોઈડ એપના આ 8 ફીચર્સ છે ખૂબ જ ઉપયોગી, તમે જાણો છો?
Truecaller હાલના સમયમની સૌથઈ લોકપ્રિય સ્પામ કોલિંગ એપ્સ છે. પરંતુ હજી એક વર્ગ એવો છે, જે એપના ઉપયોગ અંગે ખાસ વિશ્વાસ નથી ધરાવતો. પરંતુ Truecaller એપ કેટલાક ઘણા ઉપયોગી ફીચર્સ આપી રહી છે. આ ફીચર્સ તમને કોનો ફોન આવ્યો છે કે પછી અજાણ્યો નંબર કોનો છે, તે શોધવા કરતા પણ વધારે ઉપયોગી છે. અમે તમને આવા 8 ફીચર્સ વિશે માહિતી આપીશું, જેનો ઉપયોગ Truecaller એન્ડ્રોઈડ એપ યુઝર્સ કરી શકે છે.

સ્માર્ટ SMS
રોજેરોજ આવતા અઢળક મેસેજમાંથઈ કેટલાક મહત્વના મેસેજ જુદા તારવવા એ એક અઘરું ટાસ્ક છે. પરંતુ Truecaller તમને સ્માર્ટ SMS ફીચર આપી રહ્યું છે, જે યુઝર્સને મળેલા મેસેજ ઓટોમેટિક રીતે કેટેગરી વાઈઝ જુદા પાડી દે છે. આ ફીચરને અનેબલ કરતા જ તે મેસેજિસને પ્રમોશનલ, સ્પામ, ડિલીવરીઝ, પેમેન્ટ વગેરે વગેરે કેટેગરીમાં જુદા કરી નાખે છે. જેથી યુઝર્સ પોતાના કોઈ પણ મેસેજ મિસ નથી કરતા. સાથે જ આ ભાગલા પાડવાને કારણે યુઝર્સ સ્પામ મેસેજથી પણ બચી શકે છે. આ બધા જ મેસેજ તમારા મોબાઈલમાં જ સ્ટોર થાય છે, તેથી તમારી માહિતી પણ લીક થવાનો ભય નથી.
અર્જન્ટ મેસેજીસ
જો તમે બીજી કોઈ એપ મોબાઈલમાં નથી ખોલી તો પણ તમારા ફોનમાં જે નવો ફ્લેશ મેસેજ આવ્યો છે, તે માત્ર પોપ અપ જ થશે. અને જ્યાં સુધી તમે તે મેસેજ વાંચી નહીં લો, ત્યાં સુધી તે જતો પણ નહીં રહે. આ ફીચરને કારણે કેટલાક મહત્વના ફ્લેશ મેસેજીસ વાંચવામાં સરળતા રહે છે. સાથે જ મેસેજ ડીસઅપીઅર ન થવાને કારણે યુઝર્સ તે મેસેજ ચૂકી પણ નથી જતા.
એડિટ સેન્ટ મેસેજ
ઘણીવાર મેસેજ મોકલતા સમયે ટાઈપિંગ મિસ્ટેક થાય છે, અથવા જો સેમ કોન્ટેક્ટ નેમ હોય તો કોઈનો મેસેજ કોઈને મોકલાઈ જાય છે. આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે Truecaller એક સારી સુવિધા આપી રહ્યું છે. ટ્રુકોલર દ્વારા તમે સેન્ટ કરી ચૂકેલો મેસેજ પણ એડિટ કરી શકો છો. જો સામેના વ્યક્તિએ મેસેજ વાંચી પણ લીધો છે, તો પણ ટ્રુકોલર દ્વારા તમે તે મેસેજ એડિટ કરી શકો છો.
મોટી સાઈઝની ફાઈલ્સ કરો શેર
Truecaller યુઝર્સને 100 એમજી જેટલી સાઈઝની મીડિયા ફાઈલ્સ શેર કરવાની પણ સુવિધા આપે છે. તમે ફોટોઝ, વીડિયોઝ, ડોક્યુમેન્ટ્સ કે અન્ય કોઈ પણ પ્રકારની મીડિયા ફાઈલ્સ Truecaller દ્વારા શૅર કરી શકો છો.
પાસવર્ડ પ્રોટેક્ટેડ મેસેજ
Truecaller તમારા મેસેજીસને સુરક્ષિત રાખવા માટે મેસેજ માટે પાસકોડ લોક નામનું ફીચર આપે છે. અહીં યુઝર્સ 4 આંકડાનો ડિજીટલ પિન સેટ કરી શકે છે. આ ઉપરાંત જો યુઝર્સ ઈચ્છે તો બાયોમેટ્રિક લોક પણ સેટ કરી શકાય છે.
કોલ રિઝન
ઘણી વખત આપણે કોઈ અર્જન્ટ કામ માટે કોઈને ફોન કરીએ, પરંતુ તે વ્યક્તિ કામમાં હોય તો ફોન રિસીવ નથી કરતા. આવા સમયે Truecallerનું કોલ રિઝન ફીચર કામમાં આવે છે. આ ફીચર યુઝર્સને તમને સામેના વ્યક્તિને કેમ ફોન કર્યો હતો, તે કારણ જણાવવાની સુવિધા આપે છે. આ રિઝન ટાઈપ કરતાની સાથે જ સામેના વ્યક્તિની મોબાઈલ સ્ક્રીન પર તે કારણ દેખાવા લાગે છે.
સ્પામ બ્લોકિંગ
Truecaller પોતાની જાતે જ રોબોકોલ્સ, ટેલિમાર્કેટર્સ, સ્કેમ, ફ્રોડ, હેરેસમેન્ટ જેવા ફોન કોલ આઈડેન્ટિફાય કરે છે, અને તેને બ્લોક કરી દે છે. તમારા ફોનમાં આ એપ બેક્ગ્રાઉન્ડમાં ચાલ્યા કરે છે અને જેવો ફોન કે મેસેજ આવે કે તરત જ તે સ્પામ છે કે નહીં તે ચેક કરી લે છે.
સ્માર્ટ રિમાઈન્ડર્સ
સ્માર્ટ રિમાઈન્ડર ફીચર પોતાની જાતે જ તમને તમારા પેન્ડિંગ બિલ્સ, ડ્યુ ડેટ્સ, ટિકિટ્સ સહિતની માહિતીની નોટિફિકેશન આપીને યાદ કરાવે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470