Just In
Google Play Store પર રહેલી 8 ChatGPT Apps છે ફેક, આ રહ્યું લિસ્ટ
ChatGPT Apps, હાલના સમયમાં આ શબ્દ તમે વારંવાર વાંચ્યો કે સાંભળ્યો હશે. હાલ ChatGPT એ સૌથી વધુ જાણીતું Ai Tool છે. ChatGPT એ OpenAI સ્ટાર્ટ અપ દ્વારા તૈયાર કરવામાં આવેલું એવી AI-Powered નેચરલ લેન્ગવેજ પ્રોસેસિંગ ટૂલ છે, જે કયાં, કેવી રીતેથી લઈને રેસિપી સુધી, ફોટોગ્રાફી ટીપ્સ સુધી લગભગ દરેક બાબતની માહિતી આપી શકે છે.

ChatGPT ને તમે વર્ચ્યુઅલ એન્સાક્લોપીડિયા કહી શકો. અને આ જ કારણસર ખૂબ જ ટૂંક સમયમાં આ ટૂલ વાઈરલ થઈ ગયું છે. દરેક પ્રખ્યાત વસ્તુની જેમ ChatGPTની પણ કોપી માર્કેટમાં આવી ચૂકી છે. હજી સુધી મેકર્સ OpenAIએ ChatGPTને એન્ડ્રોઈડ કે આઈઓએસ માટે લોન્ચ કરી નથી, પરંતુ ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર બંને પર આવા નામ ધરાવી એપ્સ જોવા મળી રહી છે, જે ખરેખર તો આ લોકપ્રિય એઆઈ ટૂલના નામે લોકોને ઉલ્લુ બનાવે છે. ચોંકાવનારી વાત એ છે કે આમાંથી કેટલીક એપ્સ તો એક લાખ કરતા વધારે વાર ડાઉનલોડ થઈ ચૂકી છે. આ આર્ટિકલમાં અમે તમને એવી 8 એપ્લિકેશન વિશે જણાવીશું, જે ChatGPTના નામે ડિંડક ચલાવી રહી છે.
GPT Writing Assistant, AI Chat
GPT Writing Assistant એ Mix App Developer દ્વારા બનાવવામાં આવી છે, જેના ગૂગલ પ્લે સ્ટોર પર 50,000 કરતા વધારે ડાઉનલોડ્સ છે. આ એપનો દાવો છે કે તે યુઝર્સને ઈમેઈલ, નિબંધ અને આર્ટિકલ માત્ર 3 સેકન્ડમાં લખવામાં મદદ કરે છે. આ એપ યુઝર્સને સીવી બનાવવા અને સોશિયલ મીડિયા કેપ્શન્સ બનાવવા માટે મલ્ટીપલ ટેમ્પલેટ્સ પણ ઓફર કરે છે.
GPT AI Chat – Chatbot Assistant
આ નકલી ChatGPT એપ Mobteq દ્વારા બનાવવામાં આવી છે, જેના પણ 50,000 કરતા વધારે ડાઉનલોડ છે. ડેવલપરનું કહેવું છે કે આ યુઝર્સને હાલના સમયમાં મળતું આ સૌતી વધારે અત્યાધુનિક AI આસિસ્ટન્સ છે. GPT AI Chatનો એવો પણ દાવો છે કે તે કોઈ પણ ટોપિક પર માહિતી આપી શકે છે અને મલ્ટીપલ લેન્ગ્વેજ બોલી શકે છે.
ChatGPT 3: Chat GPT AI
Ekmen દ્વારા બનાવવામાં આવેલી એપ ChatGPT 3 યુઝર્સને AI Model પસંદ કરવાની સ્વાયત્તતા આપે છે અને સાથે જ યુઝર્સ શું શું કરી શકે તેના ઉદાહરણ પણ દર્શાવે છે. આ એપ યુઝર્સને AI Chatbot સાથે કેવી રીતે વાતચીત કરવી તે અંગે ટ્યુટોરિલય પણ પૂરા પાડે છે.
Talk GPT – Talk To ChatGPT
આ એપ એક લાખ કરતા વધારે વાર ડાઉનલોડ થઈ ચૂકી છે. એટલું જ નહીં તેમાં એડવર્ટાઈઝ પણ આવે છે, અને યુઝર્સ ઈન એપ પરચેઝ પણ કરે છે. Talk GPT – Talk To ChatGPT ટ્વિટ્સ ઓન ગો દ્વારા બનાવવામાં આવી છે. યુઝર્સ આ એપમાં વોઈસ રેકોર્ડ કરીને પણ સવાલો પૂછી શકે છે, અ એપ માણસ જેવા અવાજમાં જ જવાબ આપે છે.
Aico – GPT AI Companian
Aicoના ડેવલપર AI Companionનું કહેવું છએ કે આ સૌથી વધારે શક્તિશાળી AI Chat with voice છે. જે રિયલટાઈમ વોઈસ ચેટને સપોર્ટ કરે છે. આ ઉપરાંત આ એપ જુદી જુદી ભાષામાં જવાબ આપી શકે છે. આ એપ પણ એક લાખ કરતા વધારે વખત ડાઉનલોડ થઈ ચૂકી છે.
PersonAI – Advanced Chatbot
Smartfy Solutions દ્વારા ડાઉનલોડ કરવામાં આવેલી આ એપ એક લાખ કરતા વધારે વખત ડાઉનલોડ થઈ ચૂકી છે. ડેવલપર આ એપને એન્ટરટેઈનમેન્ટ સેક્શનમાં પ્રમોટ કરી રહ્યા છે, જેમાં પણ એડ્સ અને ઈન એપ પરચેઝ મળે છે. આ એપ એડ જોવા બદલ યુઝર્સને રિવોર્ડ્ઝ પણ આપે છે.
Emerson AI – Talk & Learn
Emerson AI એપ Quickchat.ai દ્વારા બનાવવામાં આવી છે, જે 50,000 કરતા વધારે વખત ડાઉનલોડ થઈ ચૂકી છે. આ એપનું સબસ્ક્રીપ્શન યુઝર્સને 9.99 ડૉલર્સ પ્રતિ મહિનાના ભાવે ખરીદવું પડે છે. જેમાં યુઝર્સ કોઈ પણ ભાષામાં અનલિમિટેડ કન્વર્ઝેશન કરી શકે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470