6G ટેક્નોલોજી પર આ કંપનીએ શરૂ કર્યું કામ, આટલી હશે સ્પીડ

By Gizbot Bureau
|

ભારતમાં હજી એકાદ મહિના પહેલા જ 5જી મોબાઈલ નેટવર્કની શરૂઆત થઈ છે. આખા દેશમાં 5જી ટેક્નોલોજી પહોંચતા હજી પણ 2થી 3 વર્ષનો સમય લાગવાનો છે. ત્યારે દુનિયાના બાકીના દેશો, ખાસ કરીને ચીન સાથે ટેક્નોલોજીની સરખામણી કરીએ તો ચીન આ દિશામાં રોકેટ ગતિએ આગળ વધી રહ્યું છે. ચીનમાં તો 6જી ટેક્નોલોજી પર કામ શરૂ થી ચૂક્યુ છે. ચીનની ZTE નામની કંપનીએ જાહેરાત કરી છે કે તેમણે 1 મિલિયન ગીગાબાઈટ્સની જબરજસ્ત સ્પીડ મેળવવા માટે 6જી ટેક્નોલોજી પર રિસર્ચ શરૂ કરી દીધું છે. કંપનીએ કહ્યું છે કે આ ટેક્નોલોજીમાં તેઓ નવી શોધ માટે કટિબદ્ધ છે.

6G ટેક્નોલોજી પર આ કંપનીએ શરૂ કર્યું કામ, આટલી હશે સ્પીડ

183 અરબ રૂપિયાનું રોકાણ

રિપોર્ટ્સ મુજબ ZTEએ 2022માં જ 6જીના રિસર્ચ પર 16 બિલિયન યુઆન એટલે કે લગભગ 183 અરબ રૂપિયાનું રોકાણ કર્યું છે. આ રકમ કંપનીની ઓપરેટિંગ ઈન્કમના 17 ટકા જેટલી થવા જાય છે. કંપનીનું માનવું છે કે 6જી મોબાઈલ કમ્યુનિકેશન ક્ષેત્રે આગામી સૌથી મોટી શોધ હશે. જો કે, હજી આ શોધ તરફ પા પા પગલી જ મંડાઈ છે.

જબરજસ્ત સ્પીડ માટે મસમોટો ખર્ચ

ZTEનું લક્ષ્ય આગામી વર્ષોમાં 6જી ટેક્નોલોજીને સામાન્ય માનવી માટે વપરાશમાં લાવવાનું છે. હાલ તો કંપની તેના R&D પર ધ્યાન આપી રીહ છે. કંપનીનું કહેવું છે કે R&Dમાં થયેલું ઈન્વેસ્ટમેન્ટ જ આગામી ભવિષ્યનો પાયો છે. એટલે જ કંપની પોતાની ઓપરેટિંગ ઈન્કમનો એક મોટો ભાગ આ રિસર્ચ પાછળ ખર્ચી રહી છે. જ્યાં સુધી 6જી ટેક્નોલોજી ડેવલપ નહીં થઈ જાય ત્યાં સુધી ZTE આ દિશામાં પ્રયત્નો કરતી રહેશે.

આ સમયે શરૂ થઈ શકે છે 6જી ટેક્નોલોજી સર્વિસ

ટેક્નોલોજી ક્ષેત્રે આવેલા લેટેસ્ટ રિપોર્ટ્સ મુજબ આગામી 8 વર્ષમાં એટલે કે 2030 સુધીમાં વિશ્વમાં 6જી ટેક્નોલોજીનો ઉપયોગ શરૂ થવાની પૂરેપૂરી શક્યતા છે. તમને જણાવી દઈએ કે ZTE એક માત્ર કંપની નથી જે આ ટેક્નોલોજી પાછળ કામ કરી રહી હોય. જાપાન, દક્ષિણ કોરિયા અને અમેરિકા પણ 6જી ટેક્નલોજી વિક્સાવવા પર પૂર ઝડપે કામ કરી રહ્યા છે. દુનિયાની બીજી મોટી ટેક કંપનીઝ પણ આ રેસમાં સામેલ છે. તાજેતરમાં જ LGને આ મામલે સફળત પણ મળી છે. દક્ષિણ કોરિયાની આ દિગ્ગજ ટેક્નોલોજી કંપનીએ 32 મીટરના અંતર પર 155થી 175 ગીગાહ્ર્ટ્ઝની ફ્રિક્વન્સી રેન્જમાં 6જી ટેરાહર્ટ્ઝ ડેટાના વાયરલેસ ટ્રાન્સમિશન અને રિસેપ્શનનું સફળ પરીક્ષણ કર્યું છે.

ભારત પણ છે રેસમાં સામેલ

ભારત પણ 6જી ટેક્નોલોજી તરફ ધીરે ધીરે આગળ વધી રહ્યું છે. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાહેર કાર્યક્રમમાં કહી ચૂક્યા છે કે આપણો દેશ આ દાયકાના અંત સુધીમાં 6જી ટેક્નોલોજી શરૂ કરવાના લક્ષ્ય પર કામ કરી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ જાહેરાત સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન 2022ના ગ્રાન્ડ ફિનાલે દરમિયાન કરી હતી. હવે, આખા વિશ્વની નજર એના પર છે કે કયો દેશ અને કઈ કંપની સૌથી પહેલા 6જી સર્વિસ શરૂ કરી શકે છે.

Best Mobiles in India

Read more about:
English summary
6g Chinese Company ZTE Started Research on 6g Technology

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X