Just In
5G સ્પેક્ટ્રમની હરાજી થઈ શરૂ, જાણો 5જી વિશે તમામ સવાલોના જવાબ
5G કહો કે પાંચમી જનરેશન કહો, ટેલિકોમની દુનિયામાં હાલ આ ટેક્નોલોજી સૌથી મોટો ચર્ચાનો વિષય છે. લાંબી રાહ જોયા બાદ હવે 5G સ્પેક્ટ્રમની હરાજી ચાલી રહી છે. જ્યારે 5G ટેક્નોલોજી અમલમાં આવશે, ત્યારે ઘણું બધું બદલાઈ જશે. જો કે, આ વખતની હરાજીમાં ઘણું બધું નવું જોવા મળ્યું છે.

દેશના બે સૌથી મોટા બિઝનેસમેન અંબાણી અને અદાણી બંને 5G સ્પેક્ટ્રમ માટે બોલી લગાવી રહ્યા છે. તો 5Gની હરાજી બાદ ટેલિકોમ ઈન્ડસ્ટ્રીનું ભવિષ્ય પણ બદલાઈ જશે. 5G સ્પેક્ટ્રમ માટે ટેલિકોમ ઈન્ડ્સ્ટ્રીના બે મોટા પ્લેયર જીયો અને એરટેલ ખૂબ મોટી રકમ લગાવી રહ્યા છે. તો વોડાફોન આઈડિયા પણ પૂરજોશમાં હરાજીમાં ઝુકાવી ચૂક્યા છે. આ વખતની હરાજીમાં ઘણી રસપ્રદ વસ્તુઓ જોવા મળી રહી છે.
આટલી કંપનીઓએ લીધો ભાગ
આ હરાજીમાં ચાર મુખ્ય કંપનીઓ ભાગ લઈ રહી છે. એરટેલ, જિયો, વોડાફોન જેવા મોટા માથા આ હરાજીમાં સામેલ છે. તો આ વખતે ચોથા પ્લેયર તરીકે અદાણીની એન્ટ્રી થઈ છે. ગૌતમ અદાણીની કંપની અદાણી ડેટા નેટવર્ક્સ પણ બોલી લગાવી રહી છે.
5G બાદ શું બદલાશે?
5G એટલે ટેલિકોમ નેટવર્કની નવી જનરેશન. જેમાં યુઝર્સને ફાસ્ટ ઈન્ટરનેટ તો મળશે જ, સાથે જ કંઝ્યુમર્સને સારી કૉલ અને કનેક્ટિવિટી પણ મળશે, જેને કારણે કોલ ડ્રોપ જેવી સમસ્યાઓ ઘટી જશે.
આટલા ગીગા હર્ટ્ઝની થઈ હરાજી
કેન્દ્ર સરકારે 20 વર્ષ માટે 72GHzના એરવેવ્ઝના 10 બેન્ડની હરાજી શરૂ કરી છે. આ માટે કેન્દ્ર સરકારે બેઝ પ્રાઈઝ 4.3 લાખ કરોડ રૂપિયા રાખી છે.
કયા બેન્ડ્ઝની હરાજી થઈ રહી છે?
5G ઓક્શનમાં લો બેન્ડ એરવેવ્ઝ (600 MHz, 700 MHz, 800 MHz, 900 MHz, 1800 MHz, 2100 MHz, 2300 MHz, 2500 MHz), ની સાથે મિડ બેન્ડ અથવા તો C બેન્ડ (3.3-3.67 GHz) અને હાઈ બેન્ડ (26GHz) માટે હરાજી થઈ છે.
કંપનીઓએ લગાવી આવડી મોટી રકમ
આ હરાજીમાં રિલાયન્સ જીયો સૌથી મજબૂત ખેલાડી છે. કંપનીએ હરાજીમાં ભાગ લેવા માટે 140 અરબ રૂપિયા ડિપોઝિટ કર્યા છે. તો ભારતી એરટેલે 55 અરબ રૂપિયા અને વોડાફોન-આઈડિયાએ 22 અરબ રૂપિયા ડિપોઝિટ કર્યા છે. જ્યારે અદાણી ડેટા નેટવર્ક્સે 1 અરબ રૂપિયા જ ડિપોઝિટ કર્યા છે.
પહેલીવાર અદાણીની એન્ટ્રી
5Gની હરાજી દ્વારા પહેલી વખત ગૌતમ અદાણી ટેલિકોમ ક્ષેત્રે એન્ટ્રી કરી રહ્યા છે. દેશના સૌથી પૈસાદાર બિઝનેસમેન અદાણીની ટેલિકોમ સેક્ટરમાં એન્ટ્રીથી ઈન્ડસ્ટ્રીમાં પણ ઘણા ફેરફાર થવાની શક્યતા થઈ રહી છે.
આટલી હશે સ્પીડ
5Gની સ્પીડની વાત કરીએ તો તેમાં સીધો જ જબરજસ્ત વધારો થવાનો છે. 4Gની સરખામણીમાં 5Gમાં 100 ગણી સ્પીડ મળશે. 4G નેટવર્કમાં યુઝર્સને 100 Mbpsની સ્પીડ મળતી હતી, જ્યારે 5Gમાં યુઝર્સને 10 Gbpsની અધધધ સ્પીડ મળશે.
કેટલી હશે કિંમત?
5G નો ઉપયોગ કરવા માટે યુઝર્સે કેટલા પૈસા ખર્ચવા પડશે, તે અંગે હજી કોઈ ખુલાસો થયો નથી. નિષ્ણાતોના કહેવા પ્રમાણે સ્પીડની સામે 5G પ્લાન્સ પણ મોંઘા હશે. સામે ટેલિકોમ કંપનીઓ કહી રહી છે કે 4Gની જેમ જ 5Gના ડેટા પ્લાન્સ પણ સસ્તા હશે. જો કે, આ પ્લાન્સની કિંમત તો જ્યારે કંપનીઓ ઓફર રજૂ કરશે, ત્યારે જ જાણી શકાશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
44,999
-
15,999
-
20,449
-
7,332
-
18,990
-
31,999
-
54,999
-
17,091
-
17,091
-
13,999
-
31,830
-
31,499
-
26,265
-
24,960
-
21,839
-
15,999
-
11,570
-
11,700
-
7,070
-
7,086