Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
5G SIM Card Scam: 5Gના નામે છેતરપિંડી,આ રીતે રહો સેફ
દેશમાં હાલ ચારે બાજુ 5જી ટેક્નોલોજીની જ ચર્ચા ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ થોડા દિવસો પહેલા દિલ્હીમાં યોજાયેલી ઈન્ડિયન મોબાઈલ કોંગ્રેસ 2022માં આ નવી ટેક્નોલોજીની શરૂઆત કરાવી છે. જે બાદ દરેક ટેલિકોમ કંપની ક્યારથી 5જીની સર્વિસ શરૂ કરશે, તેમના પ્લાન શું હશે, ટેરિફ શું હશે આ જ સવાલો ચારેબાજુ ચર્ચાઈ રહ્યા છે. સાથે જ કઈ કંપનીના કયા હેન્ડસેટમાં 5જી સપોર્ટ કરશે, તેની પણ ચર્ચા ચાલી રહી છે.

5જી સિમકાર્ડ સ્કેમ
પીએમ મોદીજીએ 5જી સર્વિસ શરૂ કરાવ્યાના થોડાક જ દીવસમાં એરટેલ અને જિયોએ દેશના કેટલાક શહેરોમાં 5જી સર્વિસ શરૂ કરવાની જાહેરાત કરી દીધી છે. ત્યારે આ બધી જ ચર્ચા અને સમાચારોની વચ્ચે હેકર્સ અને સ્કેમર્સ પણ સક્રિય થઈ ચૂક્યા છે. દેશમાં નવા 5જી સ્કેમની શરૂઆત થઈ ચૂકી છે. યુઝર્સને 5જી સિમ કાર્ડ આપવાના નામે છેતરપિંડી ચાલી રહી છે.
ટેલિકોમ કંપની પોતાના ગ્રાહકોને આવા 5જી સીમ કાર્ડ સ્કેમથી સચેત રહેવા માટે ચેતવણી આપી રહી છે. હૈદરાબાદ સાઈબર ક્રાઈમમાં નોંધાયેલા કેસ મુજબ જે લોકો 5જી સર્વિસ વાપરવા ઈચ્છી રહ્યા છે, તેઓ આ નવી છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે.
લિંક દ્વારા છેતરપિંડી
આ રિપોર્ટ મુજબ યુઝર્સને પોતાના મોબાઈલ નંબર પર 5જી સિમકાર્ડ મેળવવા માટેની લિંક મળી રહી છે. યુઝર્સ જેવા આ લિંક પર ક્લિક કરે, કે તેમના બેન્ક અકાઉન્ટમાંથી પૈસા ગાયબ થઈ રહ્યા છે. સાઈબર ક્રાઈમમાં આવી ફરિયાદોમાં સતત વધારો થઈ રહ્યો છે. કેટલાક સ્કેમર્સ યુઝર્સને તેમના 4જી સીમકાર્ડને 5જી સીમકાર્ડ પર અપગ્રેડ કરવા માટે લાલચ આપી રહ્યા છે. નવી ટેક્નોલોજી મેળવવાની લાલચમાં યુઝર્સ આવી લિંક પોતાના મોબાઈલ ઓપરેટર તરફથી આવી હોવાનું સમજીને ક્લિક કરે છે, અને પોતાની મહેનતની કમાણી ગુમાવી દે છે.
આ રીતે થાય છે ફ્રોડ
સાઈબર ક્રિમિનલ્સ યુઝર્સને આવી લિંક મોકલીને તેમનો અંગત ડેટા, બેન્ક ડિટેઈલ્સ અને પાસવર્ડ ચોરી લે છે. રિપોર્ટ મુજબ જ્યારે યુઝર્સ આવી કોઈ શંકાસ્પદ લિંક પર ક્લિક કરે, ત્યારે જ સ્કેમર્સ તેમના મોબાઈલ નંબર પર સાથે જોડાયેલા બેન્ક અકાઉન્ટની માહિતી મેળવી લે છે. બાદમાં તેઓ યુઝરનો મોબાઈલ બર બ્લોક કરી દે છે, અને સીમકાર્ડ સ્વેપ કરી નાખે છે. પરિણામે યુઝર્સ પોતાનું જ સિમકાર્ડ ગુમાવી દે છે. આ 5જી સિમકાર્ડ સ્કેમને કારણે ઘણા લોકોએ પૈસા ગુમાવ્યા હોવાની ફરિયાદ નોંધાઈ રહી છે.
ફ્રોડથી આ રીતે બચો
સાઈબર સેલ યુઝર્સને આવી કોઈ પણ લિંક પર ક્લિક ન કરવા માટે કહી રહ્યું છે. સાઈબર સેલે ચેતવણી આપી છે કે જો તમને 4જી સીમથી 5જી સીમ પર અપગ્રેડ થવા માટેની કોઈ લિંક મેસેજ પર આવે છે, તો યુઝરે ક્લિક કરવી જોઈએ નહીં. જ્યારે તમારા મોબાઈલ પર કોઈ આવી શંકાસ્પદ લિંક આવે, તો બરાબર જોઈ સમજીને આગળ વધવું જીએ.
સિમકાર્ડ અપગ્રેડ કરવાની નથી જરૂર
વધુમાં આપને જણાવી દઈએ કે હાલની સ્થિતિમાં માત્ર એરટેલ અને જીયો જેવી બે મોટી કંપનીઓ જ 5જી સર્વિસ લોન્ચ કરી રહી છે. આ બંને કંપનીઓ પણ માત્ર ગણતરીના શહેરોમાં જ હાલ 5જી સર્વિસ આપી રહી છે. આ બંને કંપનીઓ તરફથી યુઝરને એ પણ જણાવવામાં આવ્યું છે કે યુઝર્સને 5જી સર્વિસ મેળવવા માટે પોતાના સિમકાર્ડ અપગ્રેડ કરવાની કોઈ જરૂર નથી.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications