5G સર્વિસની શરૂઆત, આટલા સમયમાં આખા દેશને મળશે હાઈસ્પીડ નેટ

|

લાંબા સમયની રાહ જોયા બાદ અને અફવાઓ બાદ હવે આખરે દેશમાં 5G ઈન્ટરનેટ સર્વિસની શરૂઆત થઈ ચૂકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1 ઓક્ટોબરથી ભારતમાં 5G સર્વિસની શરૂઆત કરાવી દીધી છે. 1 ઓક્ટોબરથી ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ એટલે કે IMC 2022ની શરૂઆત થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5G સર્વિસની શરૂઆત આ જ કાર્યક્રમમાં જ કરી છે

5G સર્વિસની શરૂઆત, આટલા સમયમાં આખા દેશને મળશે હાઈસ્પીડ નેટ

10 કરોડ લોકો જોઈ રહ્યા છે રાહ

ઉલ્લેખનીય છે કે દેશમાં 10 કરોડથી વધુ લોકો છે, જે 2023 સુધીમાં 5G સર્વિસનો વપરાશ કરવાના છે. આ તમામ યુઝર્સ પાસે એવા સ્માર્ટફોન પણ છે, જે 5G નેટવર્કને સપોર્ટ કરી રહ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે આ તમામ યુઝર્સ 5G સર્વિસ માટે વધારે રકમ ચૂકવવા પણ તૈયાર છે.

એક ઓક્ટોબરથી દિલ્હીના પ્રગતિ મેદાનમાં 4 દિવસીય ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ શરૂ થઈ છે. દૂરસંચાર વિભાગ અને સેલ્યુલર ઓપરેટર્સ અસોસિયેશન ઓફ ઈન્ડિયા બંનેએ ભેગા મળીને IMC 2022ના છઠ્ઠા સંસ્કરણનું આયોજન કર્યું છે. આ કાર્યક્રમમાં નવી ટેક્નોલોજી, નવા સંશોધન અને સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા અંગે ચર્ચા થશે. 2022માં યોજાઈ રહેલી આ ઈવેન્ટની થીમ ન્યૂ ડિજિટલ યુનિવર્સ રાખવામાં આવી છે, જે ડિજિટલ ભારતમાં સ્ટાર્ટઅપ અને ઈનોવેશનને પ્રોત્સાહન આપવા માટે કામ કરશે. IMC 2022માં 70 હજારથી વધુ લોકો હાજરી આપે તેવી શક્યતા પણ છે.

આ શહેરોમાં મળશે 5G સર્વિસ

આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે કેટલાક દિવસો પહેલા આપેલા નિવેદન મુજબ દેશમાં 5G સર્વિસ જુદા જુદા તબક્કામાં શરૂ થશે. પહેલા તબક્કામાં 13 શહેરોની પસંદગી કરવામાં આવી છે, જ્યાં 5G લોન્ચ થશે. આ યાદીમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા જેવા મેટ્રો શહેર સામેલ છે. જેના બે વર્ષના ગાળામાં આખા દેશમાં 5G કનેક્ટિવિટીનો વિસ્તાર કરવામાં આવશે. પહેલા તબક્કામાં મેટ્રો સિટીની સાથે અમદાવાદ, બેંગ્લોર, ચંદીગઢ, ચેન્નાઈ, ગાંધીનગર, ગુરુગ્રામ, હૈદરાબાદ, જામનગર, કોલકાતા, લખનઉ અ પૂણેમાં 5G સર્વિસ મળશે.

3 વર્ષમાં દેશના તમામ વિસ્તારોમાં પહોંચશે 5G

આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવના કહેવા પ્રમાણે આગામી 3 વર્ષના ગાળામાં દેશના દરેક વિસ્તારમાં 5G સર્વિસ પહોંચી શક્શે. સાથે જ તેમણે એ પણ દાવો કર્યો છે કે 5Gની કિંમત વ્યાજબી રહે, તેવી પણ સરકાર પૂરી કોશિશ કરશે. દૂરસંચાર વિભાગ 5G સેવાઓનો વિસ્તાર શહેર અને ગ્રામીણ બંને વિસ્તારોમાં એકસાથે થાય તેવી રીતે કોશિશ કરી રહ્યો છે. પહેલા ફેઝ બાદ નાના શહેરોમાં પણ 5G સર્વિસની શરૂઆત કરાશે.

શું છે 5G ટેક્નોલોજી?

5G એ ટેલિકમ્યુનિકેશનની આગામી પેઢી છે, જેને 5મી જનરેશન તરીકે ઓળખવામાં આવે છે. 5Gને કારણે ઈન્ટરનેટની સ્પીડ તો વધશે જ, સાથે જ કોલ અને કનેક્ટિવિટીની ક્વોલિટીમાં પણ સુધારો થશે. હાલ 4Gમાં યુઝર્સને 10Mbpsની સ્પીડ મળે છે, જે 5Gમાં વધીને 1 Gbps થઈ જશે. સરળ શબ્દોમાં કહીએ તો અઢી કલાકની ફિલ્મ માત્ર ગણતરીની સેકેન્ડ્સમાં ડાઉનલોડ થઈ જશે.

Best Mobiles in India

Read more about:
English summary
5g service is set to launch in India from 1st October by pm Narendra Modi

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X