Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
October મહિના સુધીમાં ભારતમાં 5G સર્વિસ થશે શરૂ, 10 ઓગસ્ટ પહેલા થશે ફાળવણી
ભારતમાં 5Gના ઈંતજારનો હવે ટૂંક સમયમાં અંત આવવાનો છે. કેન્દ્ર સરકારે 5G સ્પેક્ટ્રમની હરાજી સફળતાપૂર્વક પૂરી કરી છે. જેમાંથી કેન્દ્ર સરકારને લગભગ 1.50 લાખ કરોડ રૂપિયાની આવક થઈ છે. રિલાયન્સ જીયો, ભારતી એરટેલ Vi અને અદાણી ડેટા નેટવર્ક્સે 5G સ્પેક્ટ્રમ માટે બોલી લગાવી હતી. વિશ્વના ઘણા દેશોમાં 5G સર્વિસનો વપરાશ શરૂ થઈ ચૂક્યો છે, ત્યારે આપણે ત્યાં પણ કરોડો નાગરિકો આ નવી ટેક્નોલોજી વાપરવા તત્પર છે.

10 ઓગસ્ટ સુધીમાં થઈ જશે ફાળવણી
હવે 5G સ્પેક્ટ્રની હરાજી પૂર્ણ થઈ ચૂકી છે, ત્યારે ટૂંક સમયમાં જ સ્પેક્ટ્રમની ફાળવણી પણ થઈ જશે. કેન્દ્રીય સંચાર, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવના કહેવા પ્રમાણે 10 ઓગસ્ટ સુધીમાં સ્પેક્ટ્રમને મંજૂરી અને ફાળવણની તમામ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવશે. કેન્દ્ર સરકાર પણ દેશના નાગરિકોને અદ્યતન ટેક્નોલોજીનો ઝડપથી લાભ મળે તે માટે યુદ્ધના ધોરણે કામ કરી રહી છે.
સુધરશે ટેલિકોમ સર્વિસની ગુણવત્તા
હરાજી પૂર્ણ થયા બાદ મીડિયા સાથે વાત કરતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે દેશભરમાં 5G સર્વિસ ઓક્ટોબર મહિનામાં શરૂ થઈ જવી શક્યતા દર્શાવી છે. ઉલ્લેખનીય છે કે 5G સ્પેક્ટ્રમની હરાજીમાં કેન્દ્ર સરકારને ટેલિકોમ ઈન્ડસ્ટ્રી પાસેથી રૂપિયા 1.50 લાખ કરોડની આવક થઈ છે. આ આંકડો દર્શાવે છે કે 5G ટેક્નોલોજી દેશભરમાં ઘણો મોટો બદલાવ લાવવાની છે. ટેલિકોમ કંપનીઓને આ ટેક્નોલોજી પાસેથી મોટી આશાઓ છે. અશ્વિની વૈષ્ણવે મીડિયા બ્રીફિંગ દરમિયાન એ વાત પણ ઉમેરી છે કે ટેલિકોમ કંપનીઓને સ્પેક્ટ્રમ વધુ સારી રીતે મળશે, પરિણમે ટેલિકોમ સર્વિસની ગુણવત્તા પણ સુધરશે.
આ 13 શહેરોમાં શરૂ થશે 5G સર્વિસ
મળતી માહિતી પ્રમઆમે દેશમાં શરૂઆતમાં 13 શહેરોમાં 5G સર્વિસની શરૂઆત થશે. બેંગ્લોર, અમદાવદા, ચેન્નાઈ, ચંદીગઢ, દિલ્હી, ગાંધીનગર, હૈદરાબાદ, જામનગર, મુંબઈ, લખનઉ, કોલકાતા અને પૂણેમાં સૌથી પહેલા 5G સર્વિસની શરૂઆત કરવામાં આવશે.
રિલાયન્સ જીયો સૌથી ટોચ પર
જો 5G સ્પેક્ટ્રમની હરાજીની વાત કરીએ તો થોડા સમય પહેલા જ પૂર્ણ થયેલી હરાજીમાં લગભગ 2,098 MHz સ્પેક્ટ્રમ હરાજી માટે મૂકવામાં આવ્યા હતા, જેમાંથી 71 ટકા જેટલા સ્પેક્ટ્રમ વેચાઈ ચૂક્યા છે. રૂપિયા 88,078 કરોડની બોલી લગાવીને રિલાયન્સ જીયોએ તમામ ટેલિકોમ કંપનીને 5G સ્પેક્ટ્રમની હરાજીમાં પાછળ છોડી દીધી છે. પરિણામે કહી શકાય કે રિલાયન્સ જીયો ભારતમાં 5G સર્વિસને લીડ કરવાનું છે. કંપનીએ 5G સ્પેક્ટ્રમની હરાજી દરમિયાન 24.740 MHz સ્પેક્ટ્રમ ખરીદ્યા છે.
અદાણી રહી ચોથા નંબર પર
તો ભારતી એરટેલે રૂપિયા 43,085નો ખર્ચ કરીને 19,867 MHz સ્પેક્ટ્રમ ખરીદ્યા છે. જ્યારે આ હરાજીમાં Vi ત્રીજા નંબર પર રહી છે. Viએ હરાજી દરમિયાન રૂપિયા 18,784 કરોડની બોલી લગાવીને 2,668 MHz સ્પેક્ટ્રમ ખરીદ્યા છે. જ્યારે આ યાદીમાં સૌથી છેલ્લું નામ અદાણી ગ્રુપનું છે. 5G સાથે જ ટેલિકોમ માર્કેટમાં એન્ટ્રી કરી રહેલી અદાણીએ 212 કરોડનો ખર્ચ કરીને 26 GHzમાં 400MHz સ્પેક્ટ્રમ ખરીદ્યા છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications