Twitter નથી વાપરવું? તો આ રહી તેના જેવી જ 5 ઓપ્શનલ એપ્સ

By Gizbot Bureau
|

એલન મસ્કે ટ્વિટરની કમાન સંભાળ્યા બાદ આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સતત ચર્ચામાં છે. બ્લૂ ટિક માટે ફી લેવાની જાહેરાતથી લઈને, હજારો લોકોને બરતરફ કરવા જેવા નિર્ણય એલન મસ્કે લીધા છે. તો કેટલાક યુઝર્સને ડર પણ છે કે એલન મસ્કને કારણે ટ્વિટર પર હેટ સ્પીચ વધી શકે છે. જો કે, આ બધાની વચ્ચે એક વાત ચોક્કસ છે કે ટ્વિટરમાં પરિવર્તનનો સમય શરૂ થઈ ચૂક્યો છે.

Twitter નથી વાપરવું? તો આ રહી તેના જેવી જ 5 ઓપ્શનલ એપ્સ

જો, તમે પણ એલન મસ્કના નિર્ણયથી નારાજ છો, અને ટ્વિટર છોડવાનું વિચારી રહ્યા છો તો વધારે વિચારનાની જરૂર નથી. ટ્વિટર સિવાય પણ ભારતીય યુઝર્સ તેના જેવી જ માઈક્રોબ્લોગિગ એપ્સ વાપરી શકે છે. આ 5 એપ્સ દ્વારા તમે ટ્વિટરની જેમ જ કોઈને ફોલો કરી શકો છો, પોતાના વિચારો વ્યક્ત કરી શકો છો અને કોઈના વિચાર પર કમેન્ટ પણ કરી શકો છો.

Koo

કૂ સોશિયલ ન્યૂઝ અને ઓપિનિયન શેરિંગ માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ છે. અહીં યુઝર્સ રોજબરોજની ઘટનાઓ, સમાચાર, પર્સનલ અપડેટ્ શૅર કરી શકે છે. રસપ્રદ વાત એ છે કે આ સોશિયલ મીડિયા એપ 10 ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે.

Mastodon

Mastodon એક ઓપન સોર્સ ફ્રી સોફ્ટવેર છે, જેના પર યુઝર્સ પોતાની સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ ચલાવી શકે છે. આ પ્લેટફોર્મ ટ્વિટર જેવી માઇક્રોબ્લોગિંગ સુવિધાઓ પ્રદાન કરે છે, જે મોટી સંખ્યામાં સ્વતંત્ર રીતે ચલાવવામાં આવતા માસ્ટોડોન નોડ્સ (તકનીકી રીતે ઈન્સ્ટાન્સિસ તરીકે ઓળખાય છે) દ્વારા પ્રદાન કરવામાં આવે છે, જેમાંના દરેકની પોતાની આચાર સંહિતા, સેવાની શરતો, ગોપનીયતા સેટિંગ્સ અને મધ્યસ્થતા માર્ગદર્શિકા છે.

Tooter

Tooter પર યુઝર્સ ફોટોઝ, વીડિયોઝ પોસ્ટ કરી શકે છે. સાથે જ નાનકડો સંદેશ પણ ટેક્સ્ટ દ્વારા પોસ્ટ કરી શકાય છે. આ ટેક્સ્ટ બેઝ પોસ્ટને ટૂટ્સ કહેવામાં આવે છે. અહીં પણ ટ્વિટરની જેમ યુઝર્સ બીજા જે યુઝરને ફોલો કરે છે, તેની ટાઈમલાઈન પર તેમના દ્વારા થયેલા ટૂટ્સ જોઈ શકે છે, અને જો તેમને મેન્શન કરવામાં આવે તો નોટિફિકેશન પણ મેળવી શકે છે. આ ઉપરાંત અહીં ટૂટ્સનો રિપ્લાય કરવાનો પણ વિકલ્પ છે.

MitraSetu – Indian Social Media

મિત્રસેતુ એક ભારતીય સોશિયલ મીડિયા એપ છે, જેમાં મેસેન્જરની પણ સવિધા છે. આ પ્લેટફોર્મ પર યુઝર્સ ફોટોઝ, સ્ટીકર્સ, વીડિયોઝ, ડોક્યુમેન્ટ ફાઈલ્સ પોસ્ટ કરી શકે છે, સાથે જ યુઝર્સ બીજા યુઝરની પોસ્ટ પર લાઈક, કમેન્ટ કરીને ઈન્ટરએક્શન પણ કરી શકે છે. મિત્રસેતુ પોતાના યુઝર્સને પોસ્ટ કરવાની, મલ્ટીમીડિયા ફાઈલ્સ પોસ્ટ કરવાની, ગ્રુપ બનાવવાની, મિત્રો અને કોન્ટેક્ટસ એડ કરવા સહિતના વિકલ્પો આપે છે.

Tribel

Tribel એક એવું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે, જ્યાં યુઝર્સ એકબીજા સાથે કનેક્ટ કરી શકે છે, એન્ગેજ થઈ શકે છે. ટ્રિબલ તમને એક અથવા વધુ વિષયો પસંદ કરીને, તમારી પોસ્ટ્સ માટે ટાર્ગેટેડ પ્રેક્ષકોને પસંદ કરીને અને તમારી કોઈપણ મનપસંદ શ્રેણીઓ, જેમ કે રમતગમત, રાજકારણ અથવા ફેશનમાં સ્ટાર યોગદાનકર્તાઓ શોધવા દ્વારા સમાચાર ફીડ્સને કસ્ટમાઇઝ કરવાનો પણ વિકલ્પ આપે છે.

Best Mobiles in India

Read more about:
English summary
5 Twitter Alternatives in India Know the List

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X