દુનિયા નો સૌથી નાનો ટચસ્ક્રીન સ્માર્ટફોન વીફોન એસ8 વિષે જાણવા જેવી 5 બાબતો

By Keval Vachharajani
|

આજે જયારે આખ્ખી દુનિયા મોટી સ્ક્રીન વાળા સ્માર્ટફોન તરફ દોડી રહી છે ત્યારે આ કંપની કન્ઝ્યુમર્સ ને દુનિયા ના સૌથી નાના ટચ સ્ક્રીન ફોનનો સ્વાદ ચખાડવા માંગે છે. વીફોન આ એક ચાઈનીઝ કંપની છે જેની શરૂઆત 2010 માં કરવા માં આવી હતી આ કંપનીએ દુનિયાનો સૌથી નાનો ટચસ્ક્રીન સ્માર્ટફોન બનાવ્યો છે જે દેખાવ માં સ્માર્ટ વૉચ જેવો જ લાગે છે પરંતુ કામ સ્માર્ટફોન નું કરે છે.

દુનિયા નો સૌથી નાનો  ટચસ્ક્રીન સ્માર્ટફોન વીફોન એસ8 વિષે જાણવા જેવી

તેને એક નાનકડી ટચ ડીસ્પ્લે પણ આપવા માં આવી છે, એક નાનકડું સિમ કાર્ડ માટેનું સ્લોટ અને સ્માર્ટફોન બનવા માટે ના બીજા બધા જ ફીચર્સનો સમાવેશ આ ફોન માં કરવા માં આવ્યો છે. કંપની આ ડિવાઇસ ઇન્ડિયા માં ક્યારે લોન્ચ કરશે તેના વિષે કોઈ પણ માહતી આપવા માં આવેલ નથી. આ રહી દુનિયા ના સૌથી નાના ટચસ્ક્રીન ફોન વિષે જાણવા જેવી સૌથી મહત્વ ની બાબતો.

#1 કોઈ પણ સ્માર્ટ વૉચ જેટલો જ નાનો

#1 કોઈ પણ સ્માર્ટ વૉચ જેટલો જ નાનો

વીફોન એસ8 દેખાવ માં કોઈ પટ્ટા વગર ની સ્માર્ટ વૉચ જેવો જ લાગે છે. હેન્ડસેટ નું માપ 46.7 એમએમ X 37.3 એમએમ X 9.9 એમએમ અને વજન 30 ગ્રામ છે. આ ફોન દેખાવ માં એપલની વૉચ જેવું જ લાગશે જો તમે તે વૉચને તેના પટ્ટા વગર જોઈ હશે તો, આ ડિવાઇસ એલ્યુમિનિયમ મેગ્નેશિયમ એલોય થી બનાવવા માં આવ્યું છે અને સ્ક્રીન ની નીચે 3 કેપેસિટીવ બટન પણ આપવા માં આવ્યા છે. આ ફોન માં 380mAh ની બેટ્રી પણ આપવા માં આવી છે, અને આ ડિવાઇસ ને એક અલગ ફોન તરીકે ઉપીયોગ કરવા માટે તેમાં એક મીની સીમકાર્ડ સ્લોટ પણ આપવા માં આવેલ છે.

#2 1.54 ઇંચ ટચ સ્ક્રીન ડિસ્પ્લે

#2 1.54 ઇંચ ટચ સ્ક્રીન ડિસ્પ્લે

વીફોન એસ8 1.54 ઇંચ ની ટચ સ્ક્રીન અને 2.5D કર્વ્ડ ગ્લાસ સ્ક્રીન ની સાથે આવે છે. આ સ્ક્રીન પર તમે ટાઈમ, ઇનકમિંગ કોલ્સ, મેસેજ, અને બીજી ઘણી બેઘી વસ્તુઓ જોઈ શકો છો.

#3 એન્ડ્રોઇડ અને iOS કોમ્પેટીબલ

#3 એન્ડ્રોઇડ અને iOS કોમ્પેટીબલ

અમે જણાવ્યું એજ રીતે વીફોન એસ8 એ તમારા પ્રાઈમરી ફોન નું એક્સટેન્શન જ છે, તમારે આ ફોન ના ફીચર્સ નો ઉપીયોગ કરવા માટે તમારા ફોન ની સાથે જોડવો પડશે. વીફોન એસ8 એ એન્ડ્રોઇડ અને ios બંને પ્લેટફોર્મ સાથે આસાની થી જોડાઈ શકે છે, અને કંપની હજુ વધુ પ્લેટફોર્મ ને આ યાદી માં જોડવા માટે કામ કરી રહી છે. તમે તમારા એસ8 ને તમારા સ્માર્ટફોન સાથે બ્લ્યુટૂથ દ્વારા કન્નેક્ટ કરી શકો છો, અને તમે આ ફોનનો ઉપીયોગ ફોન કોલ્સ કરવા અથવા તો તેને રિસિવ કરવા કરી શકો છો, અથવા મેસેજ રીડ કરવા કે તેનો રિપ્લાય આપવા માટે કરી શકો છો, કે પછી સોશિયલ મીડિયા એપ્સ નો ઉપીયોગ કરવા માટે પણ કરી શકો છો.

#4 લો-એન્ડ હાર્ડવેર

#4 લો-એન્ડ હાર્ડવેર

આ ફોન તમારા પ્રાઈમરી હેન્ડસેટ નું માત્ર એક એક્સટેન્શન હોવા થી આ ફોન ને સરખી રીતે ચાલવા માટે કોઈ પણ પ્રકાર ના મોટા મોટા હાર્ડવેરની જરૂર પડતી નથી .આ ફોન માં 128MB ની ઓન બોર્ડ રોમ આપવા માં આવી છે કે જે 64MB ની રેમની સાથે જોડાયેલ છે. તેમ છત્તા વી8 વધુ ડેટાનો સંગ્રહ કરી શકે તે માટે 8GB ની ટી-ફ્લેશ મેમરી ની સુવિધા પણ આપવા માં આવી છે. અને આ સ્માર્ટફોન માં MT2502 નું પ્રોસેસર પણ આપવા માં આવેલ છે.

#5 સારી કનેક્ટિવિટી અને સેન્સર

#5 સારી કનેક્ટિવિટી અને સેન્સર

જ્યાં સુધી કન્નેક્ટીવિટી નો સવાલ છે, એસ8 માં બ્લ્યુટૂથ v4.0, 5 પિન USB, 2.0 નું USB અને એફ.એમ. રેડીઓનો પણ સમાવેશ કરવા માં આવેલ છે. આ સ્માર્ટફોન માં લાઈટ સેન્સર, હાર્ટ રેટ મોનિટર અને મોશન ચિપ નો પણ સમાવેશ કરવા માં આવેલ છે.

Best Mobiles in India

Read more about:
English summary
Here's everything you want to know about World's smallest touch screen smartphone- the Vphone S8.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X