Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
આ 5 ટેક્નોલોજી મહિલાઓને રાખે છે સેફ, આજે જ જાણી લો, કામ લાગશે
દેશમાં કોલકાતા દુષ્કર્મ કેસના પડઘા હજીય પડી રહ્યા છે. કોલકાતા બાદ દેશના બીજા વિસ્તારોમાંથી પણ દુષ્કર્મના સમાચાર સામે આવી રહ્યા છે. સરવાળે વાત કરીએ તો મહિલાઓની સુરક્ષા સામે ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે. સરકાર તો મહિલા સુરક્ષા માટે કામ કરવાનો દાવો કરી રહી છે, પરંતુ હાલની સ્થિતિ મહિલાઓએ પોતે પોતાનું ધ્યાન રાખવું જરૂરી બન્યું છે. આવી સ્થિતિમાં ટેક્નોલોજી તમારી મદદ કરી શકે છે. આજે અમે તમને એવી કેટલીક એપ્સ અને ટેક્નોલોજી વિશે વાત કરીશું, જે દરેક મહિલાને ખબર હોવી જોઈએ. કોઈ પણ આફતની પરિસ્થિતિમાં આ ટેક્નોલોજી તમારી મદદગાર બની શકે છે.

સેફ્ટી એપ્સ
Safetipin, RAKSHA – A Women Safety App, Himmat Plus જેવી સંખ્યાબંધ એપ્સ છે, જે મહિલાઓને સુરક્ષિત રહેવામાં મદદ કરે છે. આ એપ્સ યુઝ કરવાથી મહિલાઓ કોઈ પણ સ્થિતિમાં મદદ મેળવી શકે છે. આ ઉપરાંત પણ આવી જ અન્ય કેટલીક એપ્સ ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે. આ પ્રકારની એપ્સમાં ઘણા લાઈફ સેવિંગ ફીચર્સ હોય છે. જેમ કે પેનિક બટન, હેરેસમેન્ટ રિપોર્ટિંગ, લોકેશન શેરિંગ વગેરે વગેરે. આનાથી જ્યારે તમે એકલા ઘરની બહાર નીકળો છો, ત્યારે મદદ મેળવી શકો છો. એટલે દરેક મહિલાના મોબાઈલમાં આ પાંચ એપ્સ હોવી જ જોઈએ.
Wearable Devices
મહિલાઓની સુરક્ષામાં વિયરેબલ ડિવાઈસ પણ અગત્યની ભૂમિકા ભજવી શકે છે. આજકાલના વિયરેબલ ડિવાઈસીસ ઘણા એડવાન્સ ફીચર્સથી સજ્જ હોય છે. આ ફીચર્સની મદદથી તમે સેફ રહી શકો છો. સ્માર્ટ વોચ જેવા વિયરેબલ ડિવાઈસમાં પેનિક બટન હોય છે, જે ઈઝી એક્સેસબલ છે અને ઈમરજન્સી સિચ્યુએશનમાં તમારા ઈમરજન્સી કોન્ટેક્ટને કોલ લગાવી દે છે. સાથે જ કેટલીક વૉચમાં જીપીએસ ટ્રેકર પણ હોય છે, જેનાથી તમે એકલા બહાર નીકળો ત્યારે પરિવારના લોકોને લોકેશન શૅર કરી શકો છો.
હોમ સિક્યોરિટી સિસ્ટમ્સ
ભારતમાં હજી પણ મોટા ભાગની મહિલાઓ હાઉસ વાઈફ છે. એટલે કે પરિવારના બધા જ સભ્યો કામ ધંધા પર હોય ત્યારે ઘણી બધી મહિલાઓ ઘરે એકલી હોય છે. આવી સ્થિતિમાં ઘરની સિક્યોરિટી પણ ખૂબ અગત્યની બને છે. એટલે હોમ સિક્યોરિટી સિસ્ટમ કામ લાગે છે. આવી સિક્યોરિટી સિસ્ટમમાં મોશન સેન્સર્સ, કેમેરા, અલાર્મ હોય છે, જે ઘરે રહેલી મહિલાઓને વધુ સુરક્ષિત બનાવે છે. સાથે જ આવી સિક્યોરિટી સિસ્ટમમાં ટેમ્પરેચર સેન્સર પણ હોય છે, જે ઘરમાં આગ લાગવા જેવી ઘટનાઓથી પણ બચાવી શકે છે.
લોકેશન શેરિંગ એપ્સ
મહિલાઓ આધુનિક બની છે, ત્યારે ઘણી પરિસ્થિતિમાં તેમણે અજાણ્યા વિસ્તારોમાં, મોડી રાત્રે આવવા જવાનું બને છે. આવી સ્થિતિમાં લોકેશન શેરિંગ સેફ્ટી માટે અગત્યનું સાબિત થાય છે. એટલે Life360, Find My Friends, અને Glympse જેવી એપ્સ દ્વારા મહિલાઓ પોતાના પરિવારને, મિત્રોને લોકેશન શૅર કરી શકે છે. જેના લીધે કોઈ એક વ્યક્તિને તો ખબર હોય જ છે, કે તેઓ ક્યાં છે. કોઈ પણ ઈમરજન્સી સ્થિતિમાં લાસ્ટ લોકેશન પર તેમને મળી શકાય છે.
ડિજિટલ ડોક્યુમેન્ટેશન અને પુરાવા
ડિજિટલ ડોક્યુમેન્ટ્સમાં વીડિયો, ફોટોઝ અને સ્ક્રીનશોટનો સમાવેશ થાય છે. જો તમને કોઈ ઓફિસમાં કે ક્યાંય બીજે મેસેજ કરીને પરેશાન કરી રહ્યું છે, અભદ્ર ફોટોઝ, વીડિયોઝ મોકલી રહ્યું છે, તો આવી વ્યક્તિને સજા અપાવવા માટે ડિજિટલ ડોક્યુમેન્ટેશન અગત્યના બની જાય છે. આ ઉપરાંત તમને જો કોઈ કોલ કરીને પરેશાન કરતું હોય તો તમને કોલ રેકોર્ડ કરતા પણ આવડતું હોય તે જરૂરી છે. કારણ કે આ જ પુરાવાથી તમે તે વ્યક્તિને સજા અપાવી શક્શો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications