Just In
- 677 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 678 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 679 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 680 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Best Diwali Gift બની શકે છે આ ટેક ગેજેટ્સ, સ્માર્ટ વૉચથી લઈને સ્માર્ટફોન
દિવાળીના તહેવારની શરૂઆત થઈ ચૂકી છે. ચારે તરફ ઉત્સવનો માહોલ છે. નોકરિયાત લોકોને પોતાની કંપની તરફથી ગિફ્ટ અથવા તો મીઠાઈ મળી ચૂકી છે. હવે વારો છે ગિફ્ટ આપવાનો. દિવાળી જેવા તહેવાર દરમિયાન આપણે મિત્રોને, પરિવારને, સગાસંબંધીઓને ભેટ આપતા હોઈએ છીએ. તમારા મિત્રો અને ફેમિલી મેમ્બર્સને વધારે ખાસ ફીલ કરાવવા માટે તમે કટેલાક ટેક ગેજેટ્સ ગિફ્ટ કરી શકો છો. પરંતુ જો તમે વિચારી રહ્યા છો કે તમારા ખાસ વ્યક્તિઓને શું ગિફ્ટ આપવી, તા લિસ્ટ તમને મદદ કરી શકે છે. તમે સ્માર્ટફોનથી લઈને ઈયરબડ્ઝ, સ્માર્ટ વૉચ જેવા એક્સાઈટિંગ ગેજેટ્સ તમારા મિત્રોને, પરિવારને ભેટ કરી શકો છો.

iPhone 12
જો આ દિવાળીની ગિફ્ટ ખરીદવા માટે તમારી પાસે સારું એવું બજેટ છે, તો એપલ આઈફોનથી વધારે શ્રેષ્ઠ ગિફ્ટ શું હોઈ શકે. આઈફોન 14 લોન્ચ થયા બાદ જૂના આઈફોનના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. ખાસ કરીને આઈફોન 12 ખૂબ જ સસ્તો થયો છે. એમેઝોન પર હાલ 64 જીબી વાળો આઈફોન માત્ર 47,499 રૂપિયામાં મળી રહ્યો છે. સાથે જ, જો તમે એક્સચેન્જ ઓફરનો લાભ લો તો આ આઈફોન તમને ખૂબ જ સસ્તો મળી શકે છે.
Oppo Reno 8
જો તમે એક સારો કેમેરા સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો તો ઓપ્પોનો આ સ્માર્ટફોન એક સારો વિકલ્પ છે. 28,850 રૂપિયાની કિંમતના આ સ્માર્ટ ફોનમાં 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ આપવામાં આવ્યું છે. ફોટોગ્રાફીના શોખીનો માટે આ સ્માર્ટ ફોન 30 હજારથી ઓછી કિંમતની રેન્જમાં એક બેસ્ટ સ્માર્ટફોન છે.
Nothing Phone (1)
છેલ્લા કેટલાક મહિનાઓમાં લોન્ચ થયેલા નવા સ્માર્ટ ફોન્સમાં આ ફોનની સૌથી વધારે ચર્ચા થઈ છે. 128 જીબી સ્ટોરેજ ધરાવતા આ ફોનની કિંમત 29,999 રૂપિયા છે. કાર્ડ ઓફર્સ અને એક્સચેન્જ ડીલ્સનો ઉપયોગ કરીને તમે આ ફોન સસ્તામાં ખરીદી શકો છો.
Apple Watch Series 7
Apple Watch Series 7 હાલ માત્ર 39,899 રૂપિયામાં જ મળી રહી છે. 41mm ડાયલ ધરાવતી આ વોચ જીપીએસ અને સેલ્યુલર કનેક્ટિવિટી ધરાવે છે.
Realme Watch 3 Pro
જો તમારું બજેટ ઓછું છે, તો રિયલમી વૉચ 3 પ્રોની કિંમત માત્ર 4,999 રૂપિયા છે. આ સ્માર્ટ વૉચમાં લાંબી બેટરી લાઈફ, બ્લૂટૂથ કોલિંગ સહિતના ખાસ ફીચર્સ છે.
Apple AirPods
Apple AirPods 2nd જનરેશનની કિંમત માત્ર 10,899 રૂપિયા છે. જે ફ્લિપકાર્ટ પર 22 ટકાના ડિસ્કાઉન્ટ પર મળી રહ્યા છે.
Oppo Enco Buds
આ TWS બ્લૂટુથ ઈયરબડ્ઝની કિંમત છે માત્ર 1098 રૂપિયા. આ ઈયરબડ્ઝ 24 કલાકની બેટરી લાઈફ ધરાવે છે. સાથે જ તેમાં ડોલ્બી એટ્મોસ નોઈઝ કેન્સલેશનનું ફીચર છે. આ ઈયરબડ્ઝ ડસ્ટ અને વૉટર રેઝિસ્ટન્સ મામલે IP54 રેટિંગ ધરાવે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
