5 બેસ્ટ કોલર આઈડી એપ, જે તમને કોલ બ્લોક કરવામાં મદદ કરશે

By: anuj prajapati

મોબાઈલ ફોન ખુબ જ ઉપયોગી ડિવાઈઝ છે, જે તમને તમારા મિત્રો અને પરિવાર સાથે જોડી રાખવામાં મદદ કરે છે. જયારે બીજી બાજુ ઘણા એડ્વર્ટાઇઝ કોલ, ટેલિમાર્કેટ કોલ તમારે વારંવાર પરેશાન કરી શકે છે.

5 બેસ્ટ કોલર આઈડી એપ, જે તમને કોલ બ્લોક કરવામાં મદદ કરશે

આવા ફોન કોલથી છુટકારો મેળવવા માટે તેને એપ ઘ્વારા બ્લોક કરવા જોઈએ. આજે અમે તમને એવી 5 એપ વિશે જણાવવા જઈ રહ્યા છે જે તમને કોલ બ્લોક કરવામાં મદદ કરશે.

ટ્રુ કોલર

ટ્રુ કોલર

આ ડાયલર એપ અજાણ્યા કોલને ઓળખે છે અને તેને બ્લોક કરવામાં પણ મદદ કરે છે. તેમાં આઈડી અને સ્પેમ બ્લોક જેવા ફીચર પણ આપવામાં આવ્યા છે. પરંતુ આ કોલર આઈડી એપ ફીચર ત્યારે જ કામ કરે છે જયારે તમારું ઈન્ટરનેટ કનેક્શન ઓન હોય.

તે અજાણ્યા નંબરને ઓટો સર્ચ કરે છે અને તેને ઓળખવામાં મદદ કરે છે. આ એપમાં એવું ફીચર પણ આપવામાં આવ્યું છે જેમાં તે તમને જણાવે છે સામેવાળો વ્યક્તિ કોલ માટે ફ્રી છે કે નહીં.

કોલ બ્લોકર

કોલ બ્લોકર

આ એપ તમને તેના નામ અનુસાર કોલ બ્લોક કરવામાં મદદ કરે છે. આ એપ ઘણા ફીચર સાથે આવે છે જેમાં બ્લોક ટેલિમાર્કેટિંગ, સ્પેમ અને રોબોકોલનો સમાવેશ થાય છે. તમે તેમાં લિસ્ટ પણ બનાવી શકો છો.

વહાર્ટસપ બીટા હવે તમે શોર્ટકટ ઘ્વારા ટેક્સ્ટ ફોર્મેટ કરવા દેશે

કોલ બ્લોકર ફ્રી - બ્લેકલિસ્ટ

કોલ બ્લોકર ફ્રી - બ્લેકલિસ્ટ

બીજી એપ અનુસાર આ એપ પણ અનવોન્ટેડ કોલ અને મેસેજ તમારા ફોન પર આવતા અટકાવે છે. આ એપ તમને અનવોન્ટેડ નંબરનું બ્લેકલિસ્ટ બનાવવાની પરમિશન આપે છે. જેને તમે મેન્યુઅલી અથવા તો તમારા ફોનથી સીધું એડ કરી શકો છો.

ફોન

ફોન

આ એપ ગૂગલ ઘ્વારા બનાવવામાં આવી છે, જે તમને તમારા કોલ પર કંટ્રોલ આપે છે. તેમાં સ્પેમ પ્રોટેક્શન, કોલર આઈડી અને કોલ બ્લોકીંગ જેવા ફીચર આપવામાં આવ્યા છે. તમે બ્લોક અને સ્પેમ કોલ રિપોર્ટ પણ કરી શકો છો. એટલું જ નહીં પરંતુ આ એપ તમને આવનારા કોલનું બિઝનેસ નામ અને તેનું લોકેશન પણ સ્ક્રીન પર બતાવે છે.

હુઝકોલ

હુઝકોલ

આ એપ અનવોન્ટેડ કોલ, મેસેજ આવતા અટકાવે છે. આ એપમાં તમને શો કાર્ડ જોવા મળે છે. જેની મદદથી તમે તમારું પોતાનું પર્સનલ બિઝનેસ કાર્ડ બનાવી શકો છો.

Read more about:
English summary
Mobile phones are one of the most used electronic devices to keep in touch with friends and family, anywhere around the world. While this appreciable, the other side which is advertisement calls, telemarket calls might annoy you more and that too when you are busy.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot