LokSabha Electionમાં ચૂંટણીમાં આ ચાર એપ્સ કરશે તમારી મદદ, સોલ્વ કરશે સમસ્યા

By Gizbot Bureau
|

ચૂંટણી પંચે શનિવારે ચૂંટણીની તારીખો જાહેર કરી દીધઈ છે, સાથે જ હવે આખા દેશમાં ચૂંટણીનો માહોલ છવાઈ ચૂક્યો છે. લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં થવાની છે, જે 19 એપ્રિલથી લઈને 1 જૂન સુધઈ ચાલશે. અને 4 જૂને બધી જ બેઠકોના પરિણામ જાહેર થશે.

LokSabha Electionમાં ચૂંટણીમાં આ ચાર એપ્સ કરશે તમારી મદદ

રાજકીય પક્ષોની સાથે સાથે સામાન્ય લોકોનું કામ પણ સરળ બને એ માટે ચૂંટમી પંચે કેટલીક એવી એપ્સ અને પોર્ટલ બનાવ્યા છે, જે સરળતાથી કામ કરી આપશે. આ લિસ્ટમાં cVIGIL App , KYC App , VHA અને suvidha Portal સામેલ છે. અમે તમને જણાવીશું કે આ એપ અને પોર્ટલ તમારા કયા કામ કરશે, તમારી શું મદદ કરશે.

Voter Helpline App અથવા VHA

સૌથી પહેલા VHA એટલે કે વોટર હેલ્પલાઈન વિશે જાણી લઈએ, જે ચૂંટણી પંચે 2019માં શરૂ કરી છે. આ હેલ્પલાઈન મતદારોની મદદ માટે છે. જે એક વન સ્ટોપ ડેસ્ટિનેશન છે, જ્યાં તમને ચૂંટણીને લગતી બધી જ માહિતી મળે છે. આ એપની મદદથી તમે વોટિંગ લિસ્ટમાં તમારું નામ શોધી શકો છો, ચેક કરી શકો છો કે તમે મત આપી શક્શો કે નહીં. સાથે જ તો તમે નવા વોટર છો, તો મતદાર તરીકે નામ પણ ઉમેરાવી શકો છો, અને જરૂરી માહિતી સુધરાવી પણ શકો છો. જો તમારે ઈલેક્ટોરલ રોલ અથવા ડિજિટલ ફોટર વોટર સ્લિપ ડાઉનલોડ કવરી છે, તો પણ આ એપ તમારી મદદ કરશે.

આ ઉપરાંત ચૂંટણી ક્યારે છે, રિઝલ્ટ ક્યારે છે, ઉમેદવાર કોણ છે, એ બધી જ માહિતી પણ આ એપ પર ચેક કરી શખાય છે. વોટર હેલ્પલાઈન એપ એન્ડ્રોઈડ પ્લે સ્ટોર અને એપ સ્ટોર પરથી ફ્રીમાં ડાઉનલોડ કરી શખાય છે. આ ઉપરાંત તે યુઝર માટે પણ સુરક્ષિત છે.

KYC, Know You Candidate App

KYC એપ પણ સામાન્ય મતદારોની મદદ માટે લોન્ચ કરવામાં આવી છે. આ એપ પર મતદારો પોતાના ઉમેદવાર વિશએ જાણી શખે છે. ચૂંટણી પંચે આ એપ 2022માં લોન્ચ કરી હતી. જેમાં ચૂંટણી પંચ ઉમેદવાર વિશે બધી જ માહિતી આપે છે. આ એપ પણ પ્લે સ્ટોર અને એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે.

ઉમેદવારે ફોર્મ ભરતા સમયે કરેલી એફિડેવિટ પણ આ એપમાં જોઈ શકાય છે. અહીં ઉમેદવારનું નામ, પિતા કે પતિનું નામ, પાર્ટીનું નામ, તેની ઉંમર, રાજ્ય, સંપત્તિ, ઉમેદવાર કેટલું ભણેલો છે બધી જ માહિતી મળે છે. જો કોઈ ઉમેદવાર સામે કેસ છે, તો પણ તે આ એપમાં જાણી શખાય છે.

cVIGIL App

ચૂંટણીની જાહેરાતની સાથે જ હવે આચારસંહિતા લાગુ થઈ ચૂકી છે. આ આચારસંહિતાનું ઉલ્લંઘન ન થાય તે માટે પણ ચૂંટણી પંચે એપ લોન્ચ કરી છે. જેનો ઉપયોગ સૌથી પહેલા મે 2019માં કર્ણાટકની ચૂંટણીમાં થયો હતો. જો કોઈ ઉમેદવાર આચારસંહિતાનો ભંગ કરે તો મતદારો આ એપની મદદથી તેની ફરિયાદ ચૂંટણી પંચને કરી શકે છે. ચૂંટણી પંચનો દાવો છે કે ફરિયાદની માત્ર 100 મિનિટની અંદર જ આ મામલે પગલા લેવામાં આવશે. સારી વાત એ છે કે ફરિયાદ કરવા માટે ફરિયાદીએ પોતાનું નામ કે ઓળખ આપવાની રહેતી નથી. આ એપમાં જિયો ટેગિંગની પણ સુવિધા છે, જો તમે ફરિયાદ દરમિયાન કેમેરા ઓન રાખશો, તો જિયો ટેગિંગ ચાલુ થઈ જશે, અને ચૂંટણી પંચને ઘટનાનું લોકેશન મળી જશે.

Suvidha Candidate પોર્ટલ અન એપ

આ એક એવું પોર્ટલ અને એપ છે, જે મીટિંગ, રેલી, વાહનો, લાઉડ સ્પીકરો બધાની પરમિશન લેવા માટે વન સ્ટોપ સોલ્યુશન છે. આ એપ ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવી છે, જેનાથી ઉમેદવારો સરળતાથી ઉમેદવારી દાખલ કરી શકે છે, અને પરવાનગી મેળવી શકે છે. આ એપનો ઉપયોગ કરવા માટે ચૂંટણી લડતા ઉમેદવારે એક અકાઉન્ટ બનાવવાનું હોય છે, પછી લોગઈન કરવાનું હોય છે. બાદમાં તે પોતાની અરજીનું સ્ટેટસ ચેક કરી શકે છે.

આ ઉપરાંત જનસભા કે રેલી માટે તેઓ આ એપમાં અરજી કરી શકે છે, તેનું સ્ટેટસ પણ ચેક કરી શકે છે. આ પ્રક્રિયા ઓનલાઈન થવાથઈ સમય બચે છે, અને ટ્રાન્સપરન્સી વધે છે.

Best Mobiles in India

English summary
4 Apps for Streamlining Your Lok Sabha Election 2024 Responsibilities

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X