Just In
- 676 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 677 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 678 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 678 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
આ ત્રણ રીતે થઈ રહ્યા છે UPI સ્કેમ, ભૂલ કરી તો મહેનતની કમાણી ગાયબ
ઓનલાઈન પેમેન્ટ્સ કરવાની સૌથી સરળ રીત હવે UPI એપ્સ બની ચૂકી છે, અને યુનિફાઈડ પેમેન્ટ્સ ઈનટરફેસ દ્વારા રોજેરોજ કરોડો રૂપિયાનું પેમેન્ટ થઈ રહ્યું છે. એટલે જ સાઈબર એટેકર્સ યુઝર્સને યુઝર્સને છેતરવા માટે નવા નવા ઉપાયો લાવતા રહે છે. રોજે રોજ નવી નવી રીતો દ્વારા સ્કેમર્સ UPI સ્કેમ કરવાની કોશિશ કરે છે. એટલે દરેક યુપીઆઈ યુઝરે સાવચેત રહેવું જરૂરી છે. પરંતુ આ સાવચેત રહેવા માટે સૌથી પહેલા એ જાણવું જરૂરી છે કે કેવા પ્રકારના UPI સ્કેમ્સ સૌથી વધારે થઈ રહ્યા છે. ત્યારે જ તમે તેનાથી સાવચેત રહી શક્શો.

પૈસા રિસીવ કરવા માટે UPI પિન
એવા અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે, જ્યારે યુઝર્સને અલગ અલગ પ્રકારની લાલચ આપવામાં આવે છે, તેમને કહેવામાં આવે છે કે તેમને UPI દ્વારા મોટી રકમ મોકલાઈ રહી છે. મોટા ભાગના કિસ્સામાં આવા કોલ્સ સ્કેમ હોય છે, અને કૉલ કરનાર કહે છે કે તમને જે રકમ ટ્રાન્સફર થઈ રહી છે, તેના માટે તમારે પિન એન્ટર કરીને ઓથેન્ટિકેટ કરવું પડશે. જેવો તમે પિન નાખો કે તરત જ પૈસા તમારા અકાઉન્ટમાંથી કપાઈ જશે.
ઘ્યાન રાખો કે જ્યારે કોઈ વ્યક્તિ તમને પૈસા આપી રહ્યું છે, તો તે મેળવવા માટે કોઈ પણ યુપીઆઈ પિન એટર કરવાની જરૂર નથી. તમારે પિન નંબર માત્ર ત્યારે જ એન્ટર કરવાનો છે, જ્યારે તમે પૈસા ચૂકવી રહ્યા છો.
ભૂલથી પૈસા મોકલીને પાછા માગવાનો દાવો
ઘણીવાર અજાણ્યા લોકો તમને ફોન કે મેસેજ કરીને કહે છે કે તમારા અકાઉન્ટમાં ભૂલથી તેણે એક મોટી અમાઉન્ટ ટ્રાન્સફર કરી દીધી છે. તે આ વાતને પોતાની ભૂલ જણાવી, પોતાની મજબૂરી ગણાવીને રકમ પાછી માગે છે. ઘણીવાર તેઓ પ્રૂફ માટે જે સ્ક્રીનશોટ શૅર કરે છે, તે ફેક હોય છે, તમારા અકાઉન્ટમાં એક રૂપિયો પણ જમા નથી થતો. એટલે તમે ઉતાવળમાં તેને પૈસા ટ્રાન્સફર કરી દો છો.
આવી સ્થિતિમાં સૌથી પહેલા જો કોઈ એવો દાવો કરે છે કે તેણે તમારા અકાઉન્ટમાં પૈસા મોકલ્યા છે, તો તરત જ તેના પર ભરોસો ન કરો, પૈસા પાછા આપવાની ઉતાવળ ન કરો. સૌથી પહેલા એ ચેક કરો કે તમારા ખાતામાં પૈસા આવ્યા છે કે નહીં, તે બાદ જ નિર્ણય લો.
ફેક UPI એપ્સ દ્વારા છેતરે છે
એવી ઘણી એપ્સ થર્ડ પાર્ટી વેબસાઈટ્સ અને સ્ટોર્સ પર છે, જે આખેઆખી ફેક છે, તેનાથી કોઈ પણ પેમેન્ટ સક્સેસફૂલ થઈ ગયું તે દર્શાવવામાં આ છે. દાખલા તરીકે આ એપ્સ QR કોડ સ્કેન કરીને પેમેન્ટ સક્સેસફૂલનું સ્ટેટસ સ્ક્રીન પર દેખાડી દે છે. જેનાથી એવું દેખાય છે કે પેમેન્ટ થઈ ગયું, પરંતુ હકીકતમાં નથી થતું. એટલે હંમેશા એ કન્ફર્મ કરો કે કોઈએ મોકલેલા પૈસા તમારા અકાઉન્ટમાં આવ્યા છે કે નહીં.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
