Just In
- 539 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 540 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 541 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 542 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
બદલાઈ જશે મોબાઈલ વાપરવાના નિયમ, Telecom Bill 2023 વિશે જાણો
આજકાલ ચારેય તરફ Telecom Bill 2023 વિશે ખૂબ જ ચર્ચા ચાલી રહી છે. લોકસભામાં આ બિલ બુધવારે જ પસાર થઈ ચૂક્યુ છે. લોકસભામાં બિલ પાસ તવાની સાથે જ તેણે 138 વર્ષ જૂના ભારતીય ટેલિગ્રાફ અધિનિયમને રિપ્લેસ કરી નાખ્યો છે.

Telecom Bill 2023માં રાષ્ટ્રીય સુરક્ષાને લઈને કોઈ પણ દેશ કે વ્યક્તિની ટેલિકોમ સેવા સાથે જોડાયેલી સુવિધાઓ રોકવાની જોગવાઈ કરવામાં આવી છે. ઈમરજન્સીની સ્થિતિમાં સરકારને મોબાઈલ સેવા તેમજ નેટવર્ક બંધ કરવાનો અધિકાર પણ આ બિલમાં આપવામાં આવ્યો છે.
જો આ બિલ કાયદો બની જશે, જેની શક્યતા ખૂબ જ વધારે છે, તો ઘણા બધા નિયમ બદલાઈ જશે. નવા નિયમો સાથે નવા પરિવર્તન જોવા મળશે.
જાણો શું શું બદલાશે?
સ્પામ કોલ્સ
- નવું બિલ કાયદો બની ગયા બાદ કોઈ પણ સ્માર્ટફોન યુઝર ફોનમાં આવતા અનવોન્ટેડ કોલ્સને અટકાવી શક્શે. નવા નિયમો મુજબ જો યુઝર ફરિયાદ કરે તો આવા અનવોન્ટેડ કોલ્સ કરનાર પર 50000 રૂપિયાનો દંડ લાગશે. વારંવાર જો અનવોન્ટેડ કોલ્સ આવે તો આવી સ્થિતિમાં દંડની રકમ વધારીને 2 લાખ રૂપિયા કરી દેવાશે. સાથે જ અનવોન્ટેડ કોલ કરનાર કોલર્સના બધા જ કનેક્શન બંધ કરી દેવામાં આવશે.
ફેક સિમ કાર્ડ
- નવા નિયમ મુજબ ગ્રાહકના ઓળખનો પુરાવો લીધા વગર કોઈ પણ વ્યક્તિ સિમ કાર્ડ નહીં વેચી શકે. સિમ કાર્ડ માટે ગ્રાહકનું બાયોમેટ્રિક વેરિફિકેશન જરૂરી હશે. ગ્રાહકને કોઈ પણ પ્રકારનો મેસેજ કરતા પહેલા તેની મંજૂરી લેવી ફરજિયાત બનશે. જો કોઈ પણ પ્રકારનો ડેટા ચોરાય તો તેની સામે પણ દંડની જોગવાઈ કરવામાં આવી છે.
ઓટીટી એપ્સ
આ ટેલિકોમ બિલમાં ઓટીટી એપ્સ, વ્હોટ્સ એપ, સિગ્નલ અને ટેલિગ્રામને રેગ્યુલેટ કરવા અંગે કોઈ ઉલ્લેખ નથી કરાયો. નવા નિયમોથી આ એપ્સ પર કોઈ અસર નહીં પડે.
ઈન્ટરનેટ શટડાઉન
નવા નિયમો મુજબ દેશમાં ઈન્ટરનેટ શટડાઉન કરવાનો અધિકાર માત્ર કેન્દ્ર સરકાર હસ્તક જ હશે.
ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર
નવા નિયમો અંતર્ગત વેવ ફી, ઈન્ટરેસ્ટ, એડિશનલ ચાર્જ, પેનલ્ટી માફ કરવાની સત્તા હટાવી લેવાઈ છે. ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર નાદારીની કાર્યવાહી દરમિયાન સેવાઓ ચાલુ નહીં રાખી શકે.
સરકાર પાસે હશે આ વિશેષાધિકાર
1. ટેલિકોમ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુક્સાન પહોંચાડનાર માટે 3 વર્ષની સજાની જોગવાઈ કરાઈ છે. ફાઈબર કાપવા કે ટાવર તોડવા પર 2 કરોડ રૂપિયા સુધીનો દંડ વસુલાશે.
2. નવા નિયમો સાથે સરકાર રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોઈ પણ વ્યક્તિના મેસેજને ટ્રેક કરી શકે છે. એટલું જ નહીં મેસેજનું ટ્રાન્સમિશન પણ રોકી શકે છે.
3. જનહિતમાં ટેલિકોમ કંપનીઓને સરકાર તરફથી કોઈ પણ મેસેજ મોકલવાની છૂટ આપવામાં આવી છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications