પબજી સહિત ની 118 ચાઈનીઝ એપ ને ભારત માં બેન કરવા માં આવી

By Gizbot Bureau
|

એક નવા પગલાં હેઠળ ભારતીય મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજી દ્વારા ભારત ની અંદર પબજી ને બેન કરવા માં આવેલ છે. અને બીજી પણ 117 એપ્સ કે જેનું કનેસક્શન ચાઈના સાથે હોઈ તેને બેન કરવા માં આવેલ છે. જેની અંદર ખાસ કરી ને પબજી મોબાઈલ, પબજી મોબાઈલ લાઈટ, વી ચેટ વર્ક, વી ચેટ વગેરે જેવી એપ્સ ને બેન કરવા માં આવેલ છે.

પબજી સહિત ની 118 ચાઈનીઝ એપ ને ભારત માં બેન કરવા માં આવી

ભારત માં પબજી બેન કરવા માં આવી

મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે સરકાર ભારતની સાર્વભૌમત્વ અને અખંડિતતા સામે પક્ષપાત 118 મોબાઇલ એપ્સને અવરોધિત કરી રહી છે. અને આવું ત્રીજી વખત જોવા માં આવ્યું છે જયારે ભારત સરકાર દ્વારા ચાઈનીઝ એપ્સ ને બેન કરવા માં આવી હોઈ.

અને ઘણી બધી પ્રખ્યાત એપ્સ જેવી કે, ટિક્ટોક, વેબિઓ, યુસી બ્રાઉઝર, વગેરે જેવી એપ ને પહેલા થી જ બેન કરી દેવા માં આવેલ છે. અને આ સૂચિ ની અંદર પબજી એ સૌથી લેટેસ્ટ નામ જોડવા માં આવ્યું છે. અને હવે આ બેન કરેલી એપ્સ ને મોબાઈલ અથવા નોન મોબાઈલ કોઈ પણ ડીવાઈસ પર કામ નહિ કરે.

અને આ પગલાં ને એલએસી પર ચાઈના સાથે જે સ્ટેન્ડ ઓફ ચાલી રહ્યું કે તેને ધ્યાન માં રાખતા લેવા માં આવેલ છે. કેન્દ્ર સરકાર નોંધે છે કે તેઓ રાજ્યની સાર્વભૌમત્વ, અખંડિતતા અને સુરક્ષા માટે પક્ષપાતી પ્રવૃત્તિઓમાં રોકાયેલા હતા. અને સાથે સાથે આઇટી મિનિસ્ટ્રી ને ઘણી બધી ફરિયાદ પણ આ પેસ વિષે મળી હતી કે તેઓ યુઝર્સ ને ડેટા ને તેમની પરવાનગી અને જાણકારી વિના બીજા લોકો સાથે શેર કરી રહ્યા છે અને તેમના ડેટા ને ભારત ની બહાર ના સર્વસ પર શેર કરવા માં આવી રહ્યા છે.

ત્યાર પછી મિનિસ્ટ્રી દ્વારા ભારતીય સાઇબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર એમએચએ ને મેંશન કરવા માં આવ્યું હતું અને અને તેમના દ્વારા પણ આ વાત નું સમર્થન કરવા માં આવ્યું હતું કે આ એપ્સ ને બેન કરવી જરૂરી છે. અને ત્યાર પછી સરકારી ઓથોરિટીઝ દ્વારા જણાવવા માં આવ્યું હતું કે આ નવા પગલાં ને કારણે ના ડેટા વધુ સુરક્ષિત રહેશે.

ભારત માં પબજી બેન ને કારણે ફર્ક પડશે?

પબજી મોબાઇલ એ વિશ્વની સૌથી લોકપ્રિય રમતોમાંની એક છે. જો કે, રમત વિવિધ કારણોસર રડાર હેઠળ છે. કેટલાક અહેવાલોએ યુવા આત્મઘાતીને રમત ગમત સાથે જોડ્યા છે. તે ઘણીવાર વ્યસની તરીકે વર્ણવવામાં આવે છે, જ્યાં કિશોરો પોતાને માતાપિતા પાસેથી ખોટું બોલવાની અને ચોરી કરવાની પરિસ્થિતિમાં જોવા મળે છે. માનસિક આરોગ્યના અહેવાલો કહે છે કે જ્યારે તેનો સામનો કરવો પડે છે, ત્યારે તે આત્મહત્યાના વિચારો તરફ દોરી જાય છે.

અને સાથે સાથે પબજી અને તેના જેવી બીજી ઘણી બધી એપ્સ ની સામે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે તેમના ડેટા શેરિંગ પોલિસીઝ ના કારણે. અને તાજેતર ની અંદર જ પબજી દ્વારા ભારતીય યુઝર્સ માટે તેમની પ્રાઇવસી પોલિસી ની અંદર ફેરફાર કરવા માં આવ્યા હતા. પરંતુ તે પગલું પણ તે પ્રખ્યાત એપ ને ભારત ની અંદર બેન થવા થી બચાવી શક્યું નહિ.

Best Mobiles in India

Read more about:
English summary
118 Chinese Apps, Including PUBG Banned In India

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X