Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Charging Tips: ફોનની બેટરી ખરાબ કરશે આ 10 ભૂલો, આ ટિપ્સ ફોલો કરો
ઘણા બધા એવા સ્માર્ટ ફોન યુઝર્સ છે, જે ફોનને ફાસ્ટ ચાર્જ કરવા માટે જુદી જુદી રીત અપનાવે છે. જે સ્માર્ટ ફોન ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ નથી કરતો, તેને પણ ફાસ્ટ ચાર્જર વડે ચાર્જ કરવાની કોશિશ કરે છે. તો કેટલાક યુઝર્સ હેવા હોય છે કે જે બેટરી 10 ટકા પણ ઘટી જાય તો તરત ચાર્જમાં લગાવી દે છે. આવી નાની નાની ભૂલોને કારણે બેટરી પર અસર પડે છે. આજે અમે તમને કેટલીક એવી ભૂલો વિશે જણાવીશું, જેને કારણે ફોનની બેટરી ઝડપથી બગડી જાય છે.

બેટરીને પૂરેપૂરી ડિસ્ચાર્જ ન થવા દો.
ઘણીવાર આપણા ફોન સંપૂર્ણ રીતે ડિસ્ચાર્જ થઈ જાય છે, ત્યાર બાદ જ આપણે ચાર્જિંગમાં મૂકીએ છીએ. જો તમે પણ આવી ભૂલ કરો છો, તો સાવચેત રહો. આજકાલ ફોનની બેટરી સ્માર્ટ ચાર્જિંગ ટેક્નોલોજી ધાવે છે, જેને લીધે ફોન ફૂલ ચાર્જ થઈ જાય પછી ચાર્જિંગ ઓટોમેટિક બંધ થઈ જાય છે. ધ્યાન રાખો કે જ્યારે તમારો ફોન 20 ટકા બેટરી પર પહોંચે ત્યારે તેને ચાર્જમાં મૂકી દો અને 90 ટકા ચાર્જ થઈ જાય ત્યાર બાદ ચાર્જિંગમાંથી હટાવી લો.
ઓટો બ્રાઈટનેસ ફીચર યુઝ કરો
દરેક ફોનમાં ઓટો બ્રાઈટનેસ ફીચર હોય છે. આ ફીચર ખૂબ ઉપયોગી છે. તેની મદદથી તમે ફોનની બેટરી બચાવી શકો છો. નામ પ્રમાણે જ આ ફીચર તમારા ફોનની બ્રાઈટનેસ એડજસ્ટ કરે છે. જો તમે આ ફીચરનો ઉપયોગ કરો છો, તો ફોનની બેટરી લાંબો સમય સુધી કામ કરે છે.
વધારાના ટેબ્સ બંધ કરી દો.
તમે જ્યારે સ્માર્ટફોનના બ્રાઉઝરનો ઉપયોગ કરો છો, ત્યારે દર વખતે નવા ટેબમાં નવી વસ્તુ સર્ચ કરો છો. બાદમાં આ ટેબ્સ આપણે ખુલ્લા જ રાખીએ છીએ. આ ટેબ બેકગ્રાઉન્ડમાં ચાલતા રહે છે, જેને કારણે બેટરી વપરાયા કરે છે. જો તમારે બેટરી લાઈફ વધારવી છે, તો કામ પત્યા પછી ટેબ અચૂક બંધ કરો.
વધારાની એક્ટિવિટી બંધ કરો.
ઘણીવાર બધાના ફોનમાં વાઈ ફાઈ, બ્લૂટૂથ અને જીપીએસ ચાલુ રહેતા હોય છે. આ બધા જ ફીચર્સ બેટરીનો ઉપયોગ કરે છે. કારણ વગર આ ફીચર્સ ઓન રાખવાથી બેટરીની હેલ્થ ખરાબ થાય છે, અને બેટરી ઝડપથી વપરાય છે. એટલે જરૂર ન હોય, ત્યારે આ ફીચર્સ બંધ રાખો.
વાઈબ્રેટ મોડનો ઉપયોગ ન કરો.
આપણે બધા જ ફોનને વાઈબ્રેટ મોડ પર રાખીએ છીએ, પરંતુ આ મોડ પણ મોટા પ્રમાણમાં બેટરીનો ઉપયોગ કરે છે. જરૂર ન હોય, ત્યારે વાઈબ્રેટ મોડ હંમેશા બંધ રાખો. આ ઉપરાંત ટાઈપિંગ કરતા સમયે થતા વાઈબ્રેશનને પણ બંધ રાખો, આમ કરવાથી બેટરી લાંબી ચાલશે.
સ્ક્રીન ટાઈમ આઉટ ઘટાડો.
ઘણીવાર આપણા ફોનની ડિસ્પ્લે લાંબા સમય સુધી ઓ રહે છે, જેને કારણે બટરી ઝડપથી ડ્રેઈન થાય છે. સ્ક્રીન ટાઈણ આઉટ એવું સેટિંગ છે, જેના દ્વારા તમે સ્ક્રીન ઓટોમેટિક બંધ થાય તે નક્કી કરો છો. સ્ક્રીન ટાઈમ આઉટ 15 સેકન્ડનો હોવો જોઈએ. આમ કરવાથી ડિસ્પ્લે ઓટોમેટિક બંધ થઈ જાય છે, અને બેટરી લાંબો સમય સુધી ચાલે છે.
ઓટો અબડેટ અને સિન્ક્રોનાઈઝ બંધ કરો
આપણા ફોનમાં ઓટોસિંક અને ઓટો અપડેટ ફીચર્સ ઓન હોય છે. આ ફીચર્સને કારણે જ ફોન પોતાની સિસ્ટમ અને એપ્સને સમયાંતરે જાતે જ અપડેટ કર્યા કરે છે, જેને કારણે ફોનની બેટરી ઝડપથી ડ્રેઈન થાય છે. આ સેટિંગ્સને જ્યારે જરૂર હોય, ત્યારે જ ઓન રાખો.
બેકગ્રાઉન્ડ એપ્સ બંધ કરો
ઘણીવાર આપણે એપ્સનો ઉપયોગ કર્યા પછી તેને બંધ નથી કરતા, જેને કારણે આ એપ્સ બેકગ્રાઉન્ડમાં રન કરતી રહે છે. બેકગ્રાઉન્ડમાં એપ્સ ચાલુ રહેવાને કારણે બેટરી અને ડેટા બંને વપરાય છે. એટલે જે એપ્સનો ઉપયોગ ન હોય તેને બંધ કરી દો. તેનાથી બેટરી લાઈફ ઈમ્પ્રૂવ થશે.
લોકલ ચાર્જરનો ઉપયોગ ન કરો.
ઘણી વાર ફોનનું ઓરિજિનલ ચાર્જર ખોવાઈ જાય છે, એટલે આપણે માર્કેટમાંથી કોઈ પણ ચાર્જર ખરીદી લઈએ છીએ, જેને કારણે ફોનની બેટરી ઝડપથી ખરાબ થાય છે. આવી સ્થિતિમાં કોઈ પણ લોકલ ચાર્જરનો ઉપયોગ કરવાથી બચો, સાથે જ લોકલ કેબલનો પણ ઉપયોગ ન કરો. ઓરિજિનલ ચાર્જરનો ઉપયોગ કરવાથી બેટરી લાંબો સમય સુધી કામ કરે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications