આ 10 એપ્સ છે તમારા મોબાઈલ માટે જોખમી, તાત્કાલિક કરો અનઈન્સ્ટોલ

By Gizbot Bureau
|

ભારતમાં સ્માર્ટ ફોન વપરાશકર્તાઓમાં મોટા ભાગના યુઝર્સ એન્ડ્રોઈડ ફોન વાપરે છે. એટલે જ ગૂગલ પ્લે સ્ટોર અને તેના પર રહેલી એપ્સનો પણ દેશમાં મોટાપાયે ઉપયોગ થઈ રહ્યો છે. હેકર્સ માટે તમારા ફોનને હેક કરવા, માલવેર મોકલવા કે ફ્રોડ કરવા માટે આ એક મોટી તક છે. અહીં અમે તમને એવી 10 એપ્સ વિશે માહિતી આપીશું, જે તમારા એન્ડ્રોઈડ ફોન માટે ખૂબ જ જોખમી છે.

આ 10 એપ્સ છે તમારા મોબાઈલ માટે જોખમી, તાત્કાલિક કરો અનઈન્સ્ટોલ

Cool Caller Screen

ગૂગલ પ્લે સ્ટોર પર રહેલી આ એપ તમારા માટે જોખમી છે. આ એપ તમારા એન્ડ્રોઈડ ફોનની કોલર સ્ક્રીનને પર્સનલાઈઝ કરીને એક સારો લૂક આપે છે. જ્યારે તમારા ફોન પર કૉલ ચાલતો હોય, ત્યારે કેવી સ્ક્રીન દેખાશે, તે તમે આ એપ પર ડિઝાઈન કરી શકો છો. પરંતુ આ એપમાં કેટલાક જોખમી માલવેર પણ છુપાયેલા છે.

Document Manager

નામ મુજબ જ આ એપ તમારી મીડિયા ફાઈલ્સ અને તમારા ડોક્યુમેન્ટ્સને મેનેજ કરે છે. આ એપથી તમે વર્ડ, પીડીએફ, એક્સલ, સ્લાઈડ સહિત જુદા જુદા ફોર્મેટની ફાઈલને તમારા મોબાઈલમાં નિઃશુલ્ક રીતે ઓપન કરી એડિટ કરી શકો છો. જો કે આ એપને પણ શંકાસ્પદ ગણવામાં આવે છે, અને આ એપ તમારા માટે આફત નોતરી શકે છે.

RGB Emoji Keyboard

RGB Emoji Keyboard પણ એવી જ એક એપ છે, જે તમારા ફોનનો ડેટા કે તમારા પૈસાને ઉડનછૂ કરી શકે છે. હાલ ગૂગલ પ્લે સ્ટોર પરથી આ એપને હટાવી દેવાઈ છે. પરંતુ આના જેવી જ બીજી કેટલીક એપ તાત્કાલિક ધોરણે ગૂગલ પ્લે સ્ટોર પર લિસ્ટ થઈ ચૂકી છે. જે પણ RGB Emoji Keyboard જેટલી જ જોખમી છે.

Camera Translator Pro

Camera Translator Pro એક એવી જાણી એપ છે, જે જુદી જુદી વિદેશી ભાષામાં લખાયેલા લખાણને તમને જોઈતી ભાષામાં ટ્રાન્સલેટ કરી આપે છે. જો કે કેમેરા ટ્રાન્સલેટર પ્રોને પણ સાઈબર નિષ્ણાતો જોખમી એપ્સની કેટેગરીમાં મૂકે છે. માનવામાં આવી રહ્યું છે કે આ એપ દ્વારા હજારો મિલિયન ડેટા અને ખાનગી માહિતી એક્સેસ કરાઈ છે.

Colorful Messanger

આજકાલ મોબાઈલ યુઝર્સ ખૂબ જ ચેટિંગ કરે છે, એટલે તેઓ પોતાના ચેટબોક્સને પણ સજાવે છે. જેને પોતાના ચેટબોક્સને જુદી જુદી ડિઝાઈનમાં સજાવવું છે, તેવા યુઝર્સ કલરફુલ મેસેન્જર જેવી એપ્સ ડાઉનલોડ કરે છે. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે ગૂગલ પ્લે સ્ટોર પર રહેલી કેટલીક શંકાસ્પદ એપ્સમાં આ પણ એક જાણીતી એપ છે. જો તમારા એન્ડ્રોઈડ ફોનમાં હજી પણ આ એપ્લીકેશન હોય, તો તાત્કાલિક અનઈન્સ્ટોલ કરવામાં જ ભલાઈ છે.

Fast PDF Scanner

હવે દેશમાં બધું જ કામ ડિજિટલ થઈ રહ્યું છે. ત્યારે ડોક્યુમેન્ટ્સની આપ લે પણ મોબાઈલ દ્વારા થાય છે. આવી સ્થિતિમાં ડોક્યુમેન્ટ્સ સ્કેન કરવા માટે ફાસ્ટ પીડીએફ સ્કેનર જેવી એપનો ઉપયોગ થાય છે. આ એપ જુદા જુદા ફિઝિકલ ડોક્યુમેન્ટ્સને સ્કેન કરીને તેની પીડીએફ કોપી બનાવી આપે છે. પરંતુ Fast PDF Scannerનો સમાવેશ પણ શંકાસ્પદ એપ્સમાં થાય છે.

Thug Photo Editor

હાલ ગૂગલ પ્લે સ્ટોર પરથી આ એપ હટાવી લેવામાં આવી છે, કારણ કે એન્ડ્રોઈડ ફોન યુઝર્સ માટે આ એપ નુક્સાનકર્તા હતી. આ ફોટો એડિટિંગ એપનો ઉપોયગ મીમ બનાવવા કે જુદા જુદા ફોટોને એડિટ કરવા માટે થાય છે. જો કે આ એપ યુઝર્સનો ડેટા અને તેમના નાણાં પણ ચોરી લે છે.

Smart Keyboard

ગૂગલ પ્લે સ્ટોર પર જુદી જુદી હજારો કી બોર્ડ એપ્સ ઉપલબ્ધ છે. પરંતુ જરૂરી નથી કે આ બધી જ એપ્સ સુરક્ષિત હોય. સ્માર્ટ કી બોર્ડ પણ આવી જ એક જોખમી એપ છે. જે તમારા કી બોર્ડને કસ્ટમાઈઝ કરીને ટાઈપિંગના ટાસ્કને સરળ બનાવે છે. જો કે આ એપ શંકાસ્પદ હોવાથી, તેને ફોનમાંથી અનઈસ્ટોલ કરવી જ હિતાવહ છે.

4K Wallpaper

આપણને સૌને આપણા સ્માર્ટ ફોનમાં આકર્ષક વોલપેપર્સ લગાવવા ગમે છે અને 4K Wallpaper તમારું આ કામ સરળ કર આપે છે. કહેવાય છે કે આ એપ પાસે હજારો યુઝર્સના ચોરી કરેલા ડેટાનું એક્સેસ છે. આ ઉપરાંત તેમાં રહેલા માલવેર તમારા ફોનને ડેમેજ પણ કરી શકે છે.

Coin Track Loan

આ એક ઓનલાઈન લોન એપ છે. જે યુઝર્સને સાવ સરળતાથી નક્કી વ્યાજ દર પર લોન આપે છે. જો કે કેટલાક સમય પહેલા જ ખુલાસો થયો છ કે આ એપ યુઝર્સનો ડેટા અને પૈસા ચોરી કરે છે.

Best Mobiles in India

Read more about:
English summary
10 Most Dangerous Apps On Google Play You Should Delete Right Now

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X