Just In
ZTE બ્લેડ વી8 ડ્યુઅલ કેમેરા સાથે, સમય પહેલા જ થયો લીક
વર્ષ 2017 હજુ શરૂ જ થયું છે અને ઓનલાઇન વર્લ્ડમાં આ વર્ષે લોન્ચ થનાર સ્માર્ટફોન વિશે લીક માહિતી અને તેના ફોટો પણ આવી રહ્યા છે.

સેમસંગ એ સિરીઝ 2017 અને અસૂસ બજેટ સ્માર્ટફોન પછી માહિતી લીક થવાની લિસ્ટમાં ઝેડટીઈ બ્લેડ વી8 સ્માર્ટફોન આવી ગયો છે. આ સ્માર્ટફોન સીઇએસ 2017 ઇવેન્ટ પહેલા જ કંપની વેબસાઈટ પર આ સ્માર્ટફોનની હાઈ રિઝોલ્યૂશન તસવીરો આવી ચુકી હતી.
શ્યોમી અપડેટ: વર્ષ 2017 માં આ સ્માર્ટફોન આવી શકે છે.
તસવીરોમાં આ સ્માર્ટફોન સ્લીક એલ્યૂમિનિયમ બોડી પ્રીમિયમ લૂક સાથે આવ્યો છે. આ સ્માર્ટફોનમાં 3.5 એમએમ ઓડિયો જેક, હોમ બટન ફિંગરપ્રિન્ટ સેન્સર સાથે અને યુએસબી ટાઈપ સી કનેક્ટર આપવામાં આવ્યું છે.

આ સ્માર્ટફોનમાં સૌથી ખાસ વાત તેમાં આપવામાં આવેલો ડ્યુઅલ કેમેરા સેટઅપ છે. આ સ્માર્ટફોનમાં રિયર સાઈડમાં 13 મેગાપિક્સલ+2 મેગાપિક્સલ કેમેરો એચડીઆર, પીડીએએફ અને ડ્યુઅલ એલઇડી ફ્લેશ સાથે આપવામાં આવ્યો છે. એક ફોટો 13 મેગાપિક્સલ કેમેરો ફ્રન્ટમાં બતાવે છે.

ઝેડટીઈ બ્લેડ વી8 સ્માર્ટફોન બીજા ડ્યુઅલ લેન્સ કેમેરા સ્માર્ટફોન જેવા કે હોનોર 8, આવનારો હોનોર 6એક્સ અને હાલમાં જ લોન્ચ થયેલો કૂલપેડ કૂલ1 ડ્યુઅલ ને ખુબ જ જોરદાર ટક્કર આપી શકે છે.
લીક થયેલી માહિતી મુજબ ઝેડટીઈ બ્લેડ વી8 સ્માર્ટફોનમાં 5.2 ઇંચ ફુલ એચડી ડિસ્પ્લે આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં 1.4GHz ઓક્ટાકોર ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 435 પ્રોસેસર જેમાં 2/3 જીબી રેમ અને 32/64 જીબી ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. જો સોફ્ટવેરની વાત કરવામાં આવે તો તેમાં એન્ડ્રોઇડ 7.0 નોગૅટ નો ઉપયોગ કરવામાં આવ્યો છે.
Images: Android Authority
નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470