March મહિનામાં ભારતમાં લોન્ચ થશે આ ફોન્સ, જાણો કિંમત અને ફીચર્સ

By Gizbot Bureau
|

જો તમે પણ નવો સ્માર્ટફોન ખરીદવાના પ્લાનિંગમાં છો તો આ આર્ટિકલમાં તમને ઘણી કામની માહિતી મળશે. માર્ચ મહિનામાં ઘણા નવા સ્માર્ટફોન લોન્ચ થઈ રહ્યા છે, જેના વિશે અમે તમને આ આર્ટિકલમાં માહિતી આપીશું. 1 માર્ચથી લઈને 12 માર્ચની વચ્ચે જ Infinixથી લઈને Nothing અને Samsung સહિતની કંપનીઓ ટોટલ 8 સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કરવા જઈ રહી છે.

કઈ કંપની કયો સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કરવા જઈ રહી છે? તેની કિંમત કેટલી હશે? અને તેમાં કઈ કઈ ખાસિયતો હશે, આ બધી જ માહિતી અમે તમને આ આર્ટિકલમાં આપીશું.

March મહિનામાં ભારતમાં લોન્ચ થશે આ ફોન્સ, જાણો કિંમત અને ફીચર્સ

Infinix Smart 8 Plus

Infinix Smart 8 Plusનો આ સ્માર્ટફોન ભારતમાં આજે લોન્ચ થઈ રહ્યો છે. જેની કિંમત ભારતમાં 7000ની આસપાસ રાખવામાં આવી છે. આ ફોનમાં તમને ડિસ્પ્લે પર મેજિક રિંગ, 50 મેગાપિક્સલનો મુખ્ય કેમેરા, 6000 mAhની બેટરી, 18 Wનું ફાસ્ટ ચાર્જિંગ, 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ જેવા ફીચર્સ મળશે.

Samsung Galaxy F15

આ ફોન ભારતીય માર્કેટમાં 4 માર્ચે લોન્ચ થવાનો છે. તેની કિંમત 14,999 રૂપિયા સુધીની હોવાની શક્યતા છે. આ ફોનમાં સુપર AMOLED ડિસ્પ્લે, 6000 mAhની બેટરી મળશે. આ ફોનમાં 4 એન્ડ્રોઈડ અપડેટ અને 5 વર્ષની સિક્યોરિટી અપડેટ્સ પણ મળશે.

Nothing Phone 2a

આ ફોન ભારતીય માર્કેટમાં 5 માર્ચના રોજ લોન્ચ થવાનો છે. તેની કિંમત 25 હજારથી 30 હજારની વચ્ચે હોવાની શક્યતા છે. આ ફોનમાં તમને 120 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ ધરાવતી AMOLED ડિસ્પ્લે, 50 મેગાપિક્સલનો ડ્યુઅલ કેમેરા સેટઅપ, ડાયમેન્શન 7,200 પ્રો ચિપસેટ અને 5000 mAh બેટરી જેવા ફીચર્સ મળશે.

Lava Blaze Curve 5G

લાવા પોતાના આ ફોનને ભારતમાં 5 માર્ચે લોન્ચ કરવાની છે. તેની કિંમત 15 હજારની આજુબાજુ હોઈ શકે છે. એટલે કે આ ફોન બજેટ રેન્જમાં લોન્ચ થશે. તેમાં 120 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ, AMOLED ડિસ્પ્લે અને 64 મેગાપિક્સલનો મુખ્ય સોનીનો કેમેરા મળશે.

Realme 12 Plus

આ ફોન ભારતમાં 6 માર્ચે લોન્ચ થશે, જેની કિંમત 20 હજાર રૂપિયાની આસપાસ હોઈ શખે છે. આ ફોનમાં અમોલ્ડ ડિસ્પ્લે, ડાયમેન્શન 7050 ચિપસેટ, એન્ડ્રોઈડ 14 ઓપરેટિંગ સિસ્ટમ, 67 વોટના ચાર્જિંગની સાથે 5000 mAhની બેટરી મળશે.

Xiaomi 14

શાઓમી પોતાના આ હેન્ડસેટને ભારતમાં 7 માર્ચે લોન્ચ કરવાની છે. જેની કિંમત મીડિયા રિપોર્ટ્સ મુજબ 60,000 રૂપિયા કરતા વધારે હોઈ શકે છે. આ ફોનમાં સ્નેપડ્રેગન 8 જેન 3 એસઓસી, હાઈપરઓએસ અને લેઈકા બ્રાન્ડિંગ કેમેરા સેટઅપ જેવા પ્રીમિયમ ફીચર્સ મળશે.

Vivo V30 સિરીઝ

આ સ્માર્ટફોન સિરીઝ 7 માર્ચે લોન્ચ થશે. કિંમતની વાત કરીએ તો તેમાં 35,000થી 45,000 રૂપિયાના રેન્જમાં જુદા જુદા વેરિયંટ મળી શકે છે. આ સિરીઝ અંતર્ગત વીવો કંપની Vivo V30, Vivo V30 Pro જેવા મોડેલ્સ લોન્ચ કરશે. જેમાં 120 હર્ટ્ઝની કર્વ્ડ અમોલ્ડ ડિસ્પ્લે, OIS સપોર્ટની સાથે 50 મેગાપિક્સલનો ZEISS રિયર મેઈન કેમેરા અને 50 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા મળશે.

iQOOO Z9 5G

આ ફોન ભારતમાં 12 માર્ચે લોન્ચ થવાનો છે, જેની કિંમત 20 હજારથી 25 હજારની વચ્ચે હોઈ શકે છે. આ ફોનમાં તમને 120 હર્ટ્ઝની અમોલ્ડ ડિસ્પ્લે, 7200 ડાયમેન્શન ચિપસેટ અને એન્ડ્રોઈડ 14 ઓપરેટિંગ સિસ્ટમ મળશે.

Best Mobiles in India

English summary
Xiaomi, Vivo and Realme smartphones to be launched in March

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X