Xiaomi, Oppo, Redmiના આ સ્માર્ટફોન ટૂંક સમયમાં થશે લોન્ચ

By Gizbot Bureau
|

સ્માર્ટફોન મામલે એપ્રિલનો મહિનો ખૂબ જ રોમાંચક રહેવાનો છે. જી હાં, એપ્રિલ મહિનામાં ઘણી બધી કંપનીઝ પોતાના શ્રેષ્ઠ સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે. આ લોન્ચમાં Xiaomi 13, Redmi 12C, Oppo Reno 9 જેવા સ્માર્ટફોન્સ સામેલ છે. ચાલો જાણીએ કે આ મહિનામાં કયા કયા સ્માર્ટફોન લોન્ચ થવાના છે, અને તેની ખાસિયત શું છે? જો તમે પણ આગામી સમયમાં નવો સ્માર્ટફોન લેવાનું વિચારી રહ્યા છો, તો આ સ્માર્ટફોન તમારા માટે બેસ્ટ ઓપ્શન હોઈ શકે છે.

Xiaomi, Oppo, Redmiના આ સ્માર્ટફોન ટૂંક સમયમાં થશે લોન્ચ

Xiaomi 13 સ્માર્ટફોન

Xiaomi 13 ક્વાલકોમ સ્નેપડ્રેગન 8 Gen 2 SoC પર બેઝ્ડ હશે, જેમાં 8 જીબી રેમ મળશે. આ સ્માર્ટફોનમાં 120 Hz રિફ્રેશ રેટની સાથે 6.36 ઈંચની AMOLED ડિસ્પ્લે મળશે. કેમેરા ડિપાર્ટમેન્ટમાં કંપની 32 મેગાપિક્સલ સેલ્ફી શૂટરની સાથે 50 મેગાપિક્સલ પ્રાઈમરી કેમેરાની સાથે ટ્રિપલ કેમેરા સેટઅપ મળવાની આશા છે. આ ફોનમાં IP68 વૉટર રેઝિસ્ટન્સ, ગોરિલ્લા ગ્લાસ 5 સેફ્ટી, વાયરલેસ ચાર્જિંગ સહિતના ખાસ ફીચર્સ મળવાના છે.

Redmi Note 12 સ્માર્ટફોન

Redmi Note 12 4Gમાં Redmi Note 12 5G જેવી જ સેમ ડિઝાઈન મળશે, પરંતુ અહીં બે મોટા ફેરફાર જોવા મળી શકે છે. રિપોર્ટ્સ મુજબ આ સ્માર્ટફોનમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 4 જેન 1 પ્રોસેસરના બદલે સ્નેપડ્રેગન 685 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ઉપરાંત Redmi Note 12 5Gમાં 50 મેગાપિક્સલ પ્રાઈમરી કેમેરાના બદલે 48 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા મળશે.

Redmi 12C સ્માર્ટફોન

મળતી માહિતી મુજબ Redmi 12Cમાં ફ્રંટ સાઈડ 6.71 ઈંચની HD+ ડિસ્પ્લે મળશે. આ સ્માર્ટફોન MediaTek Helio G85 SoC પર બેઝ્ડ છે. સાથે જ આ સ્માર્ટફોનમાં 50 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા, 10 W ફાસ્ટ ચાર્જિંગની સાથે 5000 mAh બેટરી આપવામાં આવી છે. Redmi 12Cમાં રિયર માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સ્કેનર પણ આપવામાં આવશે.

Oppo Reno 9 સ્માર્ટફોન

અપકમિંગ સ્માર્ટફોન Oppo Reno 9માં 1080*2400 રિઝોલ્યુશનની સાથે 120 Hzની રિફ્રેશ રેટની સાથે 6.7 ઈંચની AMOLED ડિસ્પ્લે મળશે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ સ્માર્ટફોન 8 જીબી રેમની સાથે સ્નેપડ્રેગન 778G પર બેઝ્ડ હોઈ શકે છે. તેમાં પાછળની તરફ 64 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા અને 32 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા મળશે. બેટરી મામલે Oppo Reno 9માં SuperVOOC ચાર્જિંગની સાથે 4,500 mAhની બેટરી પણ મળવાની શક્યતા છે.

Moto G13 સ્માર્ટફોન

Moto G13 આ ફોન ગ્લોબલ માર્કેટમાં લોન્ચ થઈ ચૂક્યો છે. જેમાં 90 Hz રિફ્રેશ રેટની સાથે 720*1600ના રિઝોલ્યુશનની સાથે 6.5 ઈંચની HD+ ડિસ્પ્લે સ્પોર્ટ આપવામાં આવી છે. હૂડની નીચે આ સ્માર્ટફોનમાં MediaTek Helio G85 ચિપસેટ આપવામાં આવ્યો છે, જે 4 જીબી રેમ અને 128 જીબી સુધીનું સ્ટોરેજ મળી રહ્યું છે. ફોનમાં પાછલની તરફ ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે, જેમાં પ્રાઈમરી કેમેરા સેન્સર 50 મેગાપિક્સલનો છે, અને સેલ્ફી માટે ફ્રંટ સાઈડ 8 મેગાપિક્સલનો સેલ્ફી શૂટર કેમેરા આપવામાં આવ્યો છે.

Best Mobiles in India

English summary
Xiaomi, Oppo, Redmi including new smartphones going to launch in April

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X