Xiaomiના આ જબરજસ્ત ફોનની કિંમતમાં મોટો ઘટાડો, કેમેરો તો એકદમ DSLR જેવો

By Gizbot Bureau
|

જો તમે DSLR જેવો કેમેરો ધરાવતો સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો Xiaomiનો આ સ્માર્ટફોન તમારા કામનો સાબિત થઈ શકે છે. હાલ આ સ્માર્ટફોન પર જબરજસ્ત ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. શાઓમી પોતાની 14મી એનિવર્સરી નિમિત્તે Xiaomi Fan Festival 2024 અનાઉન્સ કરી ચૂકી છે. આ સેલ દરમિયાન કંપની શાઓમી અને રેડમીના જુદા જુદા ફોન્સ પર મોટું ડિસ્કાઉન્ટ આપી રહી છે.

જો તમે એક સારો સ્માર્ટફોન લેવાનું વિચારી રહ્યા છો, તો શાઓમી 14 સ્માર્ટફોન તમે હાલના સેલ દરમિયાન સસ્તામાં ખરીદી શકો છો. કંપની આ સેલ દરમિયાન આ ફોન પર 10 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. ચાલો ડિટેઈલમાં જાણીએ કે આ ઓફરનો લાભ તમે કેવી રીતે મેળવી શકો છો.

Xiaomiના આ જબરજસ્ત ફોનની કિંમતમાં મોટો ઘટાડો, કેમેરો તો એકદમ DSLR જેવો

આ રીતે મળશે ઓફરનો લાભ

Xiaomiની સત્તાવાર વેબસાઈટના લિસ્ટિંગ પેજ પર Xiaomi Fan Festival 2024 બનાવવામાં આવ્યું છે. અહીં આપવામાં આવેલી માહિતી પ્રમાણે Xiaomi 14 (12 GB + 512 GB) વેરિયંટને યુઝર્સ 10 હજાર રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકે છે. ઉલ્લેખનીય છે કે કંપનીએ આ ફોન લોન્ચ કર્યો ત્યારે તેની કિંમત 69,999 રૂપિયા રાખવામાં આવી હતી. પરંતુ હાલ Xiaomiના સેલ દરમિયાન આ જ ફોન તમે 59,999 રૂપિયામાં ખરીદી શકો છો. એટલું જ નહીં, જો તમે ICICI બેન્ક અથવા તો HDFC બેન્કના ક્રેડિટ કાર્ડ દ્વારા આ ફોન ખરીદો છો તો બીજું 5000 રૂપિયાનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ મેળવી શકો છો. સાથે જ એક્સચેન્જ ઓફર પણ અવેલેબલ છે. જો તમે તમારો જૂનો ફોન એક્સચેન્જ કરાવીને નવો ફોન ખરીદવા ઈચ્છો છો, તો સારા એવા એક્સચેન્જ ડિસ્કાઉન્ટનો પણ ફાયદો મેળવી શકો છો.

Xiaomi 14 ફોનના ખાસ ફીચર્સ

Xiaomi 14માં તમને 6.36 ઈંચની OLED ડિસ્પ્લે મળે છે, જેમાં અલ્ટ્રા નેરો બેઝલ્સ, ડૉલ્બી વિઝન સપોર્ટ અને DC ડિમિંગ મળે છે. આ ઉપરાંત આ ફોનમાં Snapdragon 8 gen 3 પ્રોસેસર આપવામાં આવ્યું છે, જે 16 જીબી સુધીની રેમને સપોર્ટ કરે છે. સાથે જ તેમાં આઈસલૂપ કૂલિંગ સિસ્ટમ પણ મળે છે. Xiaomi 14 ફોનમાં 4,610 mAhની બેટરી મળે છે, જે 90Wના વાયર્ડ ચાર્જિંગ અને 50Wના વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે. સાથે જ આ ફોન 10Wના રિવર્સ વાયરલેસ ચાર્જિગને પણ સપોર્ટ કરે છે.

દમદાર કેમેરા સેટઅપ

આ ફોનમાં Leica કો એન્જિનિયર્ડ ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે, જેમાં 50 MPનો અલ્ટ્રા વાઈડ કેમેરા, 50 MP 3.2x ટેલિફોટો કેમેરા અને 50 મેગાપિક્સલનો લાઈટ ફ્યૂઝન 900 ઈમેજ સેન્સર છે. આ ઉપરાંત સેલ્ફી માટે પણ તેમાં 32 મેગાપિક્સલનો કેમેરા મળે છે.

Best Mobiles in India

English summary
Xiaomi 14 smartphone is available with a heavy discount now offer

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X