Just In
- 584 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 585 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 586 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 586 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
ફોનમાં નેટવર્ક નથી? ચિંતા ન કરો, બસ આ ફીચર બદલો અને કરવા લાગો કોલ
ઘણીવાર એવું થાય કે આપણે કોઈ એવા વિસ્તારમાં હોઈએ, જ્યાં સેલ્યુલર નેટવર્ક ન હોય. આવી સ્થિતિમાં કોલ ડ્રોપ્સ જેવી સમસ્યા થઈ શકે છે, અથવા તો ફોન લાગતા જ નથી. ઓછા નેટવર્કમાં તમે વોઈસ કોલ્સ બરાબર રીતે નથી કરી શક્તા અને વાત કરવામાં મુશ્કેલી આવે છે. આવી સ્થિતિમાં તમે વાઈ ફાઈ કોલિંગનો ઉપયોગ કરી શકો છો. જો તમે ન જાણતા હો તો જણાવી દઈએ કે વાઈફાઈ ટેક્નોલોજી ઓછા નેટવર્ક કે નેટવર્ક ન હોવાની સ્થિતિમાં પણ કોલ કરાવી આપે છે.
નવા લોન્ચ થયેલા સ્માર્ટફોન્સ વાઈફાઈ કોલિંગને સપોર્ટ કરે છે અને ફોનમાં તમે કેટલાક સેટિંગ્સ સરળતાથી બદલીને તમારો કોલિંગ એક્સપીરિયન્સ સુધારી શકો છો, પરેશાનીથી બચી શકો છો. વાઈફાઈ કોલિંગ એક એવી ટેક્નોલોજી છે, જે સેલ્યુલર ટાવર્ના બદલે વાઈફાઈ નેટવર્કનો ઉપયોગ કરીને કોલ કરાવી આપે છે. આ ફીચર એવી જગ્યાઓમાં કામ લાગે છે, જ્યાં સેલ્યુલર સિગ્નલ નબળા પડે છે, અથવા તો ગાયબ થઈ જાય છે. દાખલા તરીકે વધારે પડતા નજીક નજીકના બિલ્ડિંગ કે પછી અંતરિયાળ વિસ્તારમાં આ ફીચર ઉપયોગી સાબિત થાય છે.

વાઈ ફાઈ કોલિંગના ફાયદા
વાઈ ફાઈ કોલિંગના ઘણા ફાયદા છે, જે નીચે મુજબ છે.
સારી કોલ ક્વોલિટી
વાઈફાઈ નેટવર્ક સામાન્ય રીતે સેલ્યુલર નેટવર્કની સરખામણીએ વધારે સ્ટેબલ હોય છે, એટલે તમને સારી કોલ ક્વોલિટી મળે છે.
કોલ ડ્રોપથી રાહત
વાઈફાઈ કોલિંગમાં સેલ્યુલર કોલિંગની સરખામણીએ કોલ ડ્રોપ ઘટી જાય છે.
પૈસા બચે છે
જો તમે મોટા ભાગે એવી જગ્યાએ હો છો, જ્યાં નેટવર્ક નબળું હોય છે, તો વાઈફાઈ કોલિંગથી તમે ટોકટાઈમ બચાવી શકો છો.
આ રીતે અનેબલ કરો વાઈ ફાઈ કોલિંગ
વાઈફાઈ કોલિંગ અબલ કરવા માટેના સ્ટેપ્સ તમારા ફોનના મોડેલ અને વાયરલેસ સર્વિસ પ્રોવાઈડર પ્રમાણે જુદા જુદા હોઈ શકે છે. જો કે સામાન્ય સ્ટેપ્સ અમે નીચે આપ્યા છે.
સ્ટેપ 1: સૌથી પહેલા ફોનમાં સેટિંગ એપ ઓપન કરો.
સ્ટેપ 2: કોલ કે ફોન સેટિંગ્સ પર જાવ.
સ્ટેપ 3: અહીં વાઈ ફાઈ કોલિંગનો વિકલ્પ શોધો અને સામે દેખાતા ટોગલને અનેબલ કરો.
આવું કરવાથી હવે જ્યારે સેલ્યુલર નેટવર્ક પણ નહીં હોય, ત્યારે પણ તમે સારું કોલિંગ કરી શક્શો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications