Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
ક્યારે ખરીદશો નવો ફોન? મોબાઈલ બગડતા પહેલા મળે છે આ સંકેત
તમે જ્યારે એક નવો એન્ડ્રોઈડ સ્માર્ટફોન ખરીદો છો, ત્યારે આશા હોય છે કે આ ફોન લાંબો ચાલશે. એક નવો એન્ડ્રોઈડ સ્માર્ટફોન ઓછામાં ઓછા 3 વર્ષ સુધી તો બરાબર ચાલી જ જાય છે. પરંતુ જેમ જેમ સમય વીતતો જાય તેમ તેમ તમારા ફોનનું પર્ફોમન્સ બગડવા લાગે છે.

તમે ભલે ફોનને ગમે તેટલું સાચવો પરંતુ એક સમયે તો ફોન બદલવાની સ્થિતિ ઉભી થાય જ છે. આજે અમે તમને કેટલાક એવા મુદ્દા જણાવીશું, જેનાથી તમે જાણી શક્શો કે તમારો ફોન અપગ્રેડ કરવા માટેનો શ્રેષ્ઠ સમય કયો છો?
ઝડપથી બેટરી ઉતરી જવી
જો તમારો ફોન વારંવાર ખરાબ થઈ જતો હોય, તો આ સૌથી મોટો સંકેત છે કે હવે ફોન બદલવાનો સમય આવી ગયો છે. આપણે જાણીએ છીએ કે એન્ડ્રોઈડ સિસ્ટમમાં તમારી બેટરી લાઈફ વધારવાના ઓપ્શન્સ છે, પંરતુ એક સમય બાદ તે પણ કામ નથી કરતા.
જો તમારો સ્માર્ટફોન પહેલાની જેમ ચાર્જ નથી થતો, બેટરી વારંવાર ઉતરી જાય છે, પરંતુ તમારો વપરાશ તો પહેલા જેવો જ છે, તો પછી આ સમય ફોન બદલવાનો છે. સતત પાવર બેન્ક પર આધારિત રહેવાને બદલે તમારે નવી બેટરીવાળા ફોન પર અપગ્રેડ થઈ જવું જોઈએ.
ફોનનું પર્ફોમન્સ ધીમું થઈ જવું
કોઈ પણ સ્માર્ટ ડિવાઈસનો લાંબા સમય સુધી ઉપયોગ કરવામાં આવે તો તેના પર્ફોમન્સ પર અસર પડે જ છે. તમે ધ્યાન આપ્યું હોય તો જૂના ફોનમાં એપ્સ ખુલવામાં ક્યારેક ક્યારેક વધારે સમય લાગે છે. બેકગ્રાઉન્ડમાં તમે જેટલી વધારે એપ્સનો ઉપયોગ કરશો, તેટલો જ તમારો ફોન સ્લો પર્ફોમ કરશે. ઘણીવાર યુઝર્સને ફોન લેગિંગની પણ અસર જોવા મળે છે. જો તમારા ફોનમાં પણ આવું કંઈક થઈ રહ્યું હોય તો તમારે નવો ફોન ખરીદવો જોઈએ.
નવી અપડેટ્સ ન મળવી
જ્યારે પણ તમે નવો ફોન ખરીદો છો, ત્યારે સ્માર્ટફોન કંપનીઓ દાવો કરે છે કે ફોનમાં આગામી કેટલાક વર્ષો સુધી નવી અપડેટ્સ મળતી રહેશે. જો તમે સેમસંગ ગેલેક્સી એસ 22 અલ્ટ્રા જેવા ટોપ ટિયર સ્માર્ટફોન ખરીદો છો, તો તમને 4 વર્ષ સુધી સિસ્ટમ અપડેટ્સ મળ્યા કરે છે.
પરંતુ ઘણી કંપનીઓ માત્ર 2-3 વર્ષની જ અપડેટ્સ આપે છે. જેનો અર્થ થાય છે કે તમારા ફોનનું સોફ્ટવેર અપગ્રેડેડ એપ્સ ચલાવવા માટે જૂનું થઈ જાય છે. જો તમારા જૂના ફોનમાં પણ અપડેટ્સ ન મળતી હોય, તો તમે નવો ફોન ખરીદી શકો છો.
નવી એપ્સ ન ચાલવી.
ટેક્નોલોજી જેમ જેમ આગળ વધી રહી છે, તે જ રીતે એરપ્સ પણ અપડેટ થઈ રહી છે. ઘણીવાર એવું થાય છે કે નવી એપ્સ તમારા ફોન પર રન નથી કરતી. આવું ત્યારે જ થાય છે, જ્યારે તમારો ફોન જૂનો થઈ જાય, અથવા તો ફોનના સોફ્ટવેર અપડેટ ન થાય.
આ સમસ્યા એન્ડ્રોઈડ ગેમ્સ પર પણ લાગુ થાય છે. ગેમ પ્લેમાં સુધારો કરવા માટે ફોનની રેમ અને ગ્રાફિક્સ અપડેટ થવા જરૂરી છે. ગેમ્સ પણ સારી ચાલવા માટે અપગ્રેડ થતી હોય છે, તેને સપોર્ટ કરે તેવા હાર્ડવેર માટે ફોન અપગ્રેડ કરવો જરૂરી છે.
એપ્સ વારવાર ક્રેશ થવી.
એન્ડ્રોઈડ ફોનમાં એપ ક્રેશ થવી સામાન્ય વાત છે. ઘણીવાર કોઈ એપ ખરાબ હોય છે તો ક્યારેક ખરાબ રીતે બનાવાઈ હોય છે. તો ક્યારેક તમારા ફોનમાં પણ મુશ્કેલી સર્જાઈ શકે છે. દાખલા તરીકે કેટલીક એપ્સ જૂના સોફ્ટવેર ધરાવતા ફોન્સમાં નથી ચાલતી.
જો તમારા ફોનમાં પણ એપ્સ વારંવાર ક્રેશ થતી હોય, તો તમારે ફોન અપગ્રેડ કરવાની જરૂર છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications