વિવો વી9 પ્રો 4જીબી રેમ વેરિયન્ટ મોડેલ ઇન્ડિયા માં માત્ર ફ્લિપકાર્ટ પર 1st નવેમ્બર ના રોજ લોન્ચ થશે

|

વિવો એ વ પ્રો ને ઇન્ડિયા ની અંદર સપ્ટેમ્બર માં લોન્ચ કર્યો હતો, ત્યારે તે સ્માર્ટફોન માત્ર 6જીબી રેમ વેરિયન્ટ માં જ લોન્ચ કરવા માં આવ્યો હતો. પરંતુ હવે કંપનીએ ફ્લિપકાર્ટ પર જાહેરાત કરતા તેના 4જીબી રેમ અને 64જીબી મેમરી ના વેરિયન્ટ ની પણ જાહેરાત "કમિંગ સુન" ના બેનર હેઠળ કરી છે, વિવો એ હજુ સુધી આ ફોન ની ઉપલબ્ધતા વિષે કોઈ જ ખબર આપી નથી, પરંતુ જો અમુક ઇન્ટરનેટ પર ના રિપોર્ટ્સ ની વાત માનીયે તો આ સંર્ટફોન કષ્ટ નેવેમ્બર ના રોજ થી માત્ર ફ્લિપકાર્ટ દ્વારા જ વેચાણ માટે ઉપલબ્ધ જશે.

વિવો વી9 પ્રો 4જીબી રેમ વેરિયન્ટ મોડેલ ઇન્ડિયા માં માત્ર ફ્લિપકાર્ટ

આ ફોન તે જ દિવસે વેચાણ માટે જય શકે છે જયારે ફ્લિપકાર્ટ નો બિગ દિવાળી સેલ લાઈવ થશે. વિવો વી9 પ્રો 4જીબી રેમ વેરિયન્ટ ની કિંમત રૂ. 17,990 રાખવા માં આવશે. પરંતુ દિવાળી સેલ દરમ્યાન આ સ્માર્ટફોન ને રૂ. 2000 ના ડિસ્કાઉન્ટ સાથે વેચવા માં આવશે. આનો અર્થ એમ થાય છે કે વિવો વી9 પ્રો 4જીબી રેમ અને 64 જીબી મેમરી વેરિયન્ટ તમને રૂ. 15,990 માં આ સેલ દરમ્યાન મળી શકે છે, કે જે 1st થી 5th નેવેમ્બર સુધી ચાલવા નો છે. અને વિવો વી9 પ્રો નું 6જીબી રેમ વેરિયન્ટ રૂ. 19,990 ની કિંમત પર ઉપલબ્ધ હશે.

ફ્લિપકાર્ટ તમને માસ્ટરકાર્ડ ના પ્રથમ ઓનલાઇન પેમેન્ટ પર 10% વધુ ડિસ્કાઉન્ટ પણ આપી રહ્યું છે, અને તેઓ એક્સસીસ બેંક ના બઝ ક્રેડિટ કાર્ડ પર વધુ 5% ડિસ્કઈન્ટ આપી રહ્યા છે, અને વિવો વી9 પ્રો ઇએમઆઇ ઓપ્શન સાથે પણ ઉપલબ્ધ હશે.

અને જો આપણે સ્પેસિફિકેશન ની વાત કરીયે તો વિવો વી9 પ્રો 4જીબી રેમ વેરિયન્ટ અને 6જીબી રેમ વેરિયન્ટ માં કોઈ ખાસ ફેરફાર કરવા માં આવેલ નથી. તાના રેમ અને સ્ટોરેજ ડિપાર્ટમેન્ટ સિવાય. વી9 પ્રો ના નવા મોડેલ માં 4જીબી રેમ અને 64 જીબી ઇન્ટર્નલ સોટોરેજ આપવા માં આવે છે જેને માઈક્રો એસડી કાર્ડ દ્વારા 256 જીબી સુધી વધારી શકાય છે. જયારે તેનું જૂનું મોડેલ 6જીબી રેમ અને 64જીબી ના ઇન્ટર્નલ સ્ટોરેજ સાથે આવતું હતું અને બાકીં ના બધા જ સ્પેસિફિકેશન સરખા રાખવા માં આવેલ છે.

વિવો વી9 પ્રો ની અંદર વી9 ની જેવી જ સ્ક્રીન સાઈઝ આપવા માં આવેલ છે, આ સ્માર્ટફોન ની અંદર 6.3-ઇંચ ફુલવ્યુ ડિસ્પ્લે 2.0 (એફએચડી +) 19: 9 પાસ રેશિયો અને 90 ટકા સ્ક્રીનથી બોડી રેશિયો આપવા માં આવે છે. ફોન તેના મોટા ભાઇ, વી 11 પ્રો જેવા જ હાર્ડવેર સેટઅપ દ્વારા સંચાલિત કરવા માં આવે છે. સ્માર્ટફોન એ એડ્રેનો 512 જીપીયુ અને એઆઈ એંજિન સાથે ક્યુઅલકોમના સ્નેપડ્રેગન 660 એઆઈ (કૃત્રિમ બુદ્ધિ એંજિન) ચિપસેટને પેક કરે છે. સૉફ્ટવેર ફ્રન્ટ પર, વી 9 પ્રો, ફન્ટચૌચ ઓએસ 4.0 પર આધારિત એન્ડ્રોઇડ 8.1 ઓરિઓ પર ચાલે છે.

રિઅર પેનલ તરફ ની જો વાત કરીયે તો, વી9 પ્રો 13 એમ પી ના પ્રાઈમરી સેન્સર સાથે આવે છે, અને 2એમપી ના સેકન્ડરી સેસનર આપવા માં આવેલ છે જેની અંદર અમુક ફીચર્સ જેમ જે એ આઈ બોકહ અને એઆઈ એચડીઆર સાથે આવે છે. અને પાછળ ની તરફ કેમેરા ની સાથે ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આપવા માં આવેલ છે. અને સામે ની તરફ વી9 પ્રો માં 16એમપી નો સેલ્ફી કેમેરા એઆઈ સેલ્ફી લાઈટ અને એઆઈ ફેસ બ્યૂટી જેવા અમુક ફીચર્સ સાથે આપવા માં આવેલ છે.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
Vivo V9 Pro 4GB RAM model to launch in India on November 1 exclusively on Flipkart

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X