Vivo T3 Proનું પહેલું સેલ લાઈવ, 5500 mAh બેટરીવાળા ફોન પર જબરજસ્ત ઓફર્સ

By Gizbot Bureau
|

વીવોના લેટેસ્ટ Vivo T3 Pro કર્વ્ડ સ્માર્ટફોનનું પહેલું સેલ શરૂ થઈ ચૂક્યુ છે. આ સેલ દરમિયાન ગ્રાહકોને આ ફોન ખરીદવા પર બેન્ક ઓફર્સની સાથે સાથે ઘણા બધા લાભ મળવાના છે. જે બાદ ફોન ખૂબ જ ઓછી કિંમતે ખરીદી શકાશે. ઉલ્લેખનીય છે કે વીવોએ પોતાનો આ લેટેસ્ટ Vivo T3 Pro સ્માર્ટફોન તાજેતરમાં જ ભારતીય માર્કેટમાં લોન્ચ કર્યો છે. આ ફોન સ્ટેન્ડટોન ઓરેન્જ અને એમરેલ્ડ ગ્રીન એમ બે કલરમાં અવેલેબલ છે. આ ફોનમાં પાવર બેકઅપ માટે ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરતી મોટી બેટરી આપવામાં આવી છે.

પહેલા સેલમાં મળી રહેલી ઓફર્સ

Vivo T3 Pro કર્વ્ડ સ્માર્ટફોન 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ, 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ એમ બે વેરિયંટમાં મળી રહ્યો છે. આ બંને વેરિયંટ માટે ફ્લિપકાર્ટ પર સેલ લાઈવ થઈ ચૂક્યુ છે. જેમાં યુઝર્સ SBI અને HDFC બેન્કના કાર્ડથી પેમેન્ટ કરવા પર 3000 રૂપિયાના ફ્લેટ ડિસ્કાઉન્ટનો લાભ મેળવી શકે છે. આ ઉપરાંત જો તમે જૂનો ફોન એક્સચેન્જ કરાવો છો તો 3000 રૂપિયાનું ફ્લેટ એક્સચેન્જ બોનસ પણ મેળવી શકો છો.

Vivo T3 Proનું પહેલું સેલ લાઈવ, 5500 mAh બેટરીવાળા ફોન

Vivo T3 Proના 8 જીબી રેમ અને 12 જીબી સ્ટોરેજ વેરિયંટની કિંમત 24,999 રૂપિયા છે, જ્યારે 256 જીબી વેરિયંટની કિંમત 26,999 રૂપિયા છે. જો તમે ફ્લિપકાર્ટ એક્સિસ બેન્ક કાર્ડ દ્વારા પેમેન્ટ કરો છો, તો આ ફોન પર સેલમાં તમને 5 ટકાના કેશબેકનો પણ લાભ મળશે. એક્સિસ બેન્ક ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર 300 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. આ સાથે જો તમે સરળ હપતે ફોન ખીદવા ઈચ્છો છો, તો મહિને 4,500 રૂપિયાના ઈએમઆઈ પણ અવેલેબલ છે.

Vivo T3 Pro 5Gના સ્પેસિફિકેશન્સ

વીવાના આ લેટેસ્ટ ફોનમાં ક્વાલકોમનું શક્તિશાળી પ્રોસેસર આપવામાં આવ્યું છે. સ્નેપડ્રેગન 7 જેન 3 ચિપસેટ હોવાને કારણે આ ફોનનું પર્ફોમન્સ જબરજસ્ત છે. સાથે જ તેમાં એડ્રેનો 720 ચિપસેટ પણ આપવામાં આવ્યું છે.

આ ફોનની ડિસ્પ્લેની સાઈઝ 6.77 ઈંચ છે, જેમાં AMOLED ડિસ્પ્લે મળે છે, જે 120 હર્ટઝનો રિફ્રેશ રેટ અને 4,500 નીટ્સની પીક બ્રાઈટનેસને સપોર્ટ કરે છે. આ ડિસ્પ્લેનું રિઝોલ્યુશન 1080 x 2392 પિક્સલ છે. જેમાં શૉટ જેન્સનેશન પ્રોટેકશન પણ છે.

કેમેરા ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો આ ફોનમાં બેક પેનલ પર 50 MPના મુખ્ય કેમેરાની સાથે સાથે 8 મેગાપિક્સલનું અલ્ટ્રાવાઈડ સેન્સર મળે છે. જ્યારે સેલ્ફી માટે 16 મેગાપિક્સલનું સેન્સર મળે છે.

આ ફોનમાં 5,500 mAhની જબરજસ્ત કેપેસિટી ધરાવતી બેટરી પણ મળે છે. જેમાં 80 Wના ફાસ્ટ ચાર્જિંગનો સપોર્ટ છે. આ ફોન માત્ર 21 મિનિટમાં 50 ટકા ચાર્જ થઈ જાય છે. આ ઉપરાંત તેમાં 7.5 W રિવર્સ વાયર્ડ ચાર્જિંગ સપોર્ટ પણ મળે છે.

Best Mobiles in India

English summary
Vivo T3 Pro sale live know offers discount and specifications

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X