Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Vivoએ લોન્ચ કર્યો નવો ફોન, કિંમત 12 હજારથી પણ ઓછી
ચાઈનીઝ ટેક કંપની વીવોએ પોતાનો વધુ એક સ્માર્ટ ફોન લોન્ચ કર્યો છે. વીવોએ પોતાનો લેટેસ્ટ સ્માર્ટ ફોન Vivo Y12 4G ચીનમાં લોન્ચ કર્યો છે. વીવોના આ ફોનમાં ઓછી કિંમતમાં ઘણા જબરજસ્ત ફીચર્સ આપવામાં આવ્યા છે. કંપનીના આ લેટેસ્ટ સ્માર્ટફોનમાં યુઝર્સને મીડિયાટેકનું હીલિયો G85 પ્રોસેસર મળશે. સાથે જ આ ફોન 6 જીબી રેમ અને 128 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ કેપેસિટી ધરાવે છે. ચાલો જાણીએ કે Vivo Y12 4Gની કિંમત કેટલી છે, અને તેની ખાસિયત શું છે.

Vivo Y12 4Gની કિંમત
આ આર્ટિકલમાં આપને આગળ જણાવ્યું તે પ્રમાણે Vivo Y12 4G એક બજેટ સ્માર્ટફોન છે. ચીનમાં કંપનીએ આ ફોનની કિંમત 999 યુઆન રાખી છે. જે ભારતીય રૂપિયા પ્રમાણે 11,665 રૂપિયા થાય છે. આ ફોન વાઈલ્ડ ગ્રીન અને ક્રિસ્ટલ પર્પલ એમ બે કલર ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવ્યો છે.
Vivo Y12 4Gના સ્પેસિફિકેશન્સ
Vivo Y12 4G સ્માર્ટફોનમાં યુઝર્સને 6.56 ઈંચની LCD વૉટર ડ્રોપ નોચ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ડિસ્પ્લે 720 * 1612 પિક્સલનું HD+ રિઝોલ્યુશન ધરાવે છે. આ ફોનમાં વીવોએ મીડિયાટેક હીલિયો G85 ચિપસેટથી સજ્જ કરવામાં આવ્યું છે, આ એક પાવરફૂલ પ્રોસેસર છે. આ ફોનમાં તમને 6 જીબી રેમ મળે છે, જેને એક્સટેન્ડેડ ફીચરની મદદથી 6 જીબી સુધી વધારી શકાય છે. સાથે જ આ ફોનમાં 128 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ મળે છે, જેને એસડી કાર્ડની મદદથી 1 ટીબી સુધી એક્સટેન્ડ કરી શકાય છે.
ડ્યુઅલ કેમેરા સેક્શન
ફોટોગ્રાફીની વાત કરીએ તો આ ફોનમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. આ ડ્યુઅલ કેમેરા સેટઅપમાં પ્રાઈમરી કેમેરા 13 મેગાપિક્સલ અને સેકન્ડરી કેમેરા 2 મેગાપિક્સલનો છે. સાથે જ તેમાં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 8 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા મળે છે. આ ઉપરાંત આ ફોનમાં સાઈડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવ્યું છે. Vivo Y12 4Gમાં કંપનીએ 5000 mAhની મસમોટી પાવરફૂલ બેટરી આપી છે. જે USB C પોર્ટ દ્વારા 15 Wના ચાર્જિંગને સપોર્ટ કરે છે.
Samsung Galaxy Z Flip 5ની સ્પેશિયલ એડિશન પણ કરાઈ લોન્ચ
વીવોની સાથે સાથે સેમસંગે પણ પોતાના યુઝર્સને વધુ એક સ્માર્ટફોન ભેટ આપ્યો છે. સેમસંગે પોતાના ગ્રાહકો માટે Galaxy Z Flip 5 સ્માર્ટફોનની લિમિટેડ એડિશન લોન્ચ કરી છે. આ ફોનની કંપનીએ Galaxy Z Flip 5 Maison Margiela Edition નામ આપ્યું છે. સેમસંગે આ ફોન અગે માહિતી આપતા કહ્યું છે કે આ ફોન ફેશન બેઝ્ડ હાઉસ Maison Margiela સાથે પાર્ટનરશિપ કરીને તૈયાર કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે આ પહેલા Galaxy Z Flip 4 Maison Margiela Edition પણ લોન્ચ કરવામાં આવી હતી.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications