Just In
- 491 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 492 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 493 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 494 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Vivo ઓછી કિંમતે લોન્ચ કરશે બે નવા સ્માર્ટફોન, જાણો ડિટેઈલ્સ
ચાઈનીઝ ટેક કંપની વીવો પોતાના નવા બજેટ રેન્જ સ્માર્ટફોન Vivo Y18t અને Vivo Y18i લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. કંપની પોતાના બંને સ્માર્ટફોન મોડેલ્સને ખૂબ જ વ્યાજબી કિંમતમાં માર્કેટમાં ઉતારવાની છે.
Vivo Y18t અને Vivo Y18i દ્વારા વીવો કંપની બજેટ રેન્જ સેગમેન્ટમાં હરિફાઈમાં ટકી રહેવાની કોશિશ કરી રહી છે. આ પહેલા વાય સિરીઝ અંતર્ગત વીવોએ Vivo Y18, Vivo Y18e સ્માર્ટફોન લોન્ચ કર્યા હતા. અત્યાર સુધી સામે આવેલા રિપોર્ટ્સ પ્રમાણે આગામી બંને સ્માર્ટફોન બજેટ રેન્જમાં લોન્ચ થઈ શકે છે.

વીવોએ અત્યાર સુધી આ મોડેલ્સને લઈને કોઈ ડિટેઈલ જાહેર નથી કરી, પરંતુ IMEI ડેટાબેઝ પરથી આ ફોન અંગેની કેટલીક માહિતી સામે આવી છે. જે પ્રમાણે VivoY18tનો મોડેલ નંબર V2408 અને Vivo Y18iનો મોડેલ નંબર V2414 હશે.
આ સિવાય આ બંને સ્માર્ટફોનના સ્પેસિફિકેશન વિશે કોઈ માહિતી સામે નથી આવી. પરંતુ ટેક નિષ્ણાતોનું માનવું છે કે આ બંને સ્માર્ટફોન Vivo Y18t અને Vivo Y18i કરતા તો ઘણી બાબતોમાં અપગ્રેડેડ હશે.
Vivo Y18 અને Vivo Y18eના સ્પેસિફિકેશન્સ
વીવોના આ બંને સ્માર્ટફોન Vivo Y18 અને Vivo Y18eમાં 90 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ અને 269ppi પિક્સલ ડેન્સિટી સાથે 6.56 ઈંચની HD+ (1,612 * 720 ) પિક્સલ્સ LCD સ્ક્રીન આપવામાં આવી છે. આ બંને મોડેલ એક્ટા કોર મીડિયાટેક હીલિયો G85 SoC પ્રોસેસરથી સજ્જ છે, જે 4GB LPDDR4X રેમ અને 12 જીબી સુધી eMMC 5.1 ઈનબિલ્ટ સ્ટોરેજ કેપેસિટી ધરાવે છે.
ઓપરેટિંગ સિસ્ટમની વાત કરીએ તો આ સ્માર્ટફોન એન્ડ્રોઈડ 14 પર આધારિત ફનટચ ઓએસ 14 પર કામ કરે છે. આ ફોનમાં ડ્યુઅલ રિયર કેમેરા મળે છે. જ્યારે Vivo Y18માં 50 મેગાપિક્સલનો પ્રાઈમરી રિયર સેન્સર અને 8 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા મળશે.
જ્યારે Vivo Y18eમાં 13 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા અ 5 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા મળશે. તેને પાવર આપવા માટે 15Wનો વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ ધરાવતી 5000 mAhની બેટરી મળી રહી છે.
કિંમતની વાત કરીએ તો Vivo Y18 અને Vivo Y18eને ભારતમાં ક્રમશઃ 8,999 રૂપિયા અને 7,999 રૂપિયાની કિંમતે લોન્ચ કરવામાં આવ્યા હતા. જે જેમ ગ્રીન અને સ્પેસ બ્લેક કલર ઓપ્શનમાં મળે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications