Virtual Ram ફીચર, શું ખરેખર યુઝરને કરાવે છે ફાયદો? આ આર્ટિકલમાં સમજો

By Gizbot Bureau
|

આજકાલ બજેટ સ્માર્ટફોનમાં પણ Virtual Ram ફીચર મળવા લાગ્યું છે. સ્માર્ટફોન કંપનીઓ આ ફીચરનું માર્કેટિંગ કરીને, તેને કામનું ફઈચર ગણાવીને વેચે છે. કારણ કે આ ફીચરથી રેમ વધી જાય છે, પરિણામે તે સાંભળવામાં પણ આકર્ષક લાગે છે. એટલે કે જો કોઈ બજેટ સ્માર્ટફોનમાં 4 જીબી રેમ છે, તો 8 જીબી વર્ચ્યુઅલ રેમ દ્વારા તમારા ફોનની ટોટલ રેમ 12 જીબી થઈ જાય છે. સાંભળવામાં 12 જીબી રેમ ખૂબ આકર્ષક લાગે છે, પરંતુ સવાલ એ છે કે વર્ચ્યુઅલ રેમથી શું ખરેખર ફોનના પર્ફોમન્સ પર અસર પડે છે?

Virtual Ram ફીચર, શું ખરેખર યુઝરને કરાવે છે ફાયદો? આ આર્ટિકલમાં સમજો

Virtual Ram અને ફિઝિકલ રેમનો ફરક

તો જાણી લો કે Virtual Ram સિસ્ટમને એડિશન મેમરી જરૂર આપે છે, પરંતુ એ સમજવું જરૂરી છે કે વર્ચ્યુઅલ રેમ ફિઝિકલ રેમનું ડિરેક્ટ રિપ્લેસમેન્ટ નથી. એટલે આપણે Virtual Ram અને ફિઝિકલ રેમને લઈને કેટલીક બાબતો સમજવી જરૂરી છે. Virtual Ramનો ઉપયોગ કરવાથી ફોનને કેટલાક ફાયદા જરૂર થાય છે. પરંતુ તેમ છતાંય, અન્ય બાબતો પણ ધ્યાન આપવું જરૂરી છે.

Virtual Ram ઘટાડી દેશે તમારું સ્ટોરેજ

Virtual Ramમાં તમારા સ્ટોરેજના જ કેટલાક પાર્ટને રેમ તરીકે વાપવરાં આવે છે, પરિણામે તમને સ્પીડ ફિઝિકલ રેમ જેટલી નથી મળતી. કોઈ પણ ડિવાઈસમાં Virtual Ram વધવાથી સ્પીડ એટલી ફાસ્ટ નહીં મળે, જેટલી ફિઝિકલ રેમથી મળે છે. બીજી તરફ સ્ટોરેજમાંથી જ વર્ચ્યુઅલ રેમનો ઉપયોગ થતો હોવાને કારણે તમારું સ્ટોરેજ ઘટી જશે. આવી સ્થિતિમાં તમારે એ ધ્યાન રાખવું જોઈએ કે તમને સ્ટોરેજ ઓછું તો નહીં પડે ને!

Virtual Ramનો નથી કોઈ સીધો ફાયદો

Virtual Ramની સરખામણીએ ફિઝિકલ રેમ ફાસ્ટ કામ કરે છે. એટલે જ્યારે ફિઝિકલ રેમ પૂરી થઈ જાય ત્યારે સિસ્ટમ વર્ચ્યુઅલ રેમનો ઉપયોગ કરે છે. પરંતુ આવી સ્થિતિમાં વધતા એક્સેસ ટાઈમને લીધી સિસ્ટમ પાછી સ્લો થઈ જાય છે. સાથે જ અહીં એ પણ ધ્યાન રાખવું જરૂરી છે કે વર્ચ્યુઅલ રેમ વાપરવાનો કોઈ ફાયદો નથી. કારણ કે તેનાથી મલ્ટિટાસ્કિંગ, વધારે સારું પર્ફોમન્સ અથવા તો ઈફેક્ટ અપગ્રેડ જેવા ડિરેક્ટ કોઈ ફાયદા નથી થતા.

Best Mobiles in India

English summary
Virtual ram feature explained know is it really helpful

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X