નવો ફોન ખરીદતા પહેલા રાહ જોજો, મે મહિનામાં આવશે આ નવા ફોન્સ

By Gizbot Bureau
|

હવેના સમયમાં લગભગ દરેક વ્યક્તિ 2-3 વર્ષે પોતાનો સ્માર્ટફોન બદલી નાખે છે. એમાંય જ્યારે પરિવારમાં 4-5 વ્યક્તિઓ હોય, તો લગભગ દર 6 મહિને કોઈના માટે તો નવો ફોન ખરીદવાનો થાય જ છે. અને સ્માર્ટફોન કંપનીઝ પણ લગભગ દર મહિને નવા નવા અપગ્રેડેડ ફીચર્સ સાથે સ્માર્ટફોન લોન્ચ કરતી હોય છે. આવી જ રીતે મે મહિનામાં પણ કેટલાક જબરજસ્ત સ્માર્ટફોન આવી રહ્યા છે. જેમાં ગૂગલની સાથે IQOO, Motoની સાથે Vivo કંપનીના સ્માર્ટફોન સામેલ છે.

નવો ફોન ખરીદતા પહેલા રાહ જોજો, મે મહિનામાં આવશે આ નવા ફોન્સ

Vivo V30e

આ સ્માર્ટફોન 2 મેના રોજ લોન્ચ થવાનો છે, જેની કિંમત લગભગ 29,990 રૂપિયા હોઈ શકે છે. આ ફોનમાં 6.78 ઈંચની ડિસ્પ્લે મળશે, સાથે જ આ ફોન snapdragon 6 gen 1 ચિપસેટથી સજ્જ છે. આ ફોનમાં 50 મેગાપિક્સલનો મુખ્ય કેમેરા હશે, સાથે જ 8 મેગાપિક્સલનો રિયર કેમેરા મળશે. આ ઉપરાંત ફ્રંટ સાઈડ પણ 50 મેગાપિક્સલનો કેમેરા મળશે. આ ફોનમાં 5,500 mAhની દમદાર બેટરી મળી શકે છે.

OnePlus Nord 4

કંપનીએ હજી સુધી નોર્ડ સિરીઝના અપકમિંગ સ્માર્ટફોન વિશે કોઈ જાહેરાત નથી કરી. પરંતુ ટેક માર્કેટમાં ચાલી રહેલી ચર્ચા મુજબ કંપની મે મહિનામાં આ સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે. જો કે, આ સ્માર્ટફોન OnePlus Ace 3Vનું રિબ્રાન્ડેડ વર્ઝન હોવાની પણ શક્યતા છે. આ ફોનની કિંમત 35,000 રૂપિયાની આસપાસ હોઈ શકે છે. સ્નેપડ્રેગન 7 પ્લસ જેન 3 ચિપસેટથી સજ્જ એવા આ ફોનમાં AI ફીચર્સ પણ હશે. આ ફોનમાં 16 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ મળી શકે છે.

Motorola Edge 50 Ultra

મોટોરોલાએ હજી કેટલાક સમય પહેલા જ Edge 50 Pro સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કર્યો છે. જો ટેક માર્કેટમાં ચાલી રહેલી ચર્ચાને સાચી માનીએ તો કંપની હવે Edge 50 Ultra પણ લોન્ચ કરી શકે છે. જો કે હજી સુધી મોટોરોલાએ આ મામલે કોઈ જાહેરાત નથી કરી. ગ્લોબલ માર્કેટમાં આ ફોન ગત સપ્તાહે લોન્ચ થઈ ચૂક્યો છે. જેમાં Snapdragon 8s Gen 3 SoC ચિપસેટ છે, જે 16 જીબી રેમ અને 1 ટીબી સ્ટોરેજ કેપેસિટીને સપોર્ટ કરે છે. આ ફોનમાં 50 MPનો પ્રાઈમરી કેમેરા છે, અને 50 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઈડ લેન્સ અને 64 મેગાપિક્સલનો ટેલિફોટો કેમેરા હશે.

Samsung Galaxy F55

સેમસંગ પણ પોતાના આ નવા ફોનને આગામી મહિને લોન્ચ કરી શકે છે. આ અપકમિંગ ફોન Galaxy M55 5Gનું રિબ્રાન્ડેડ વર્ઝન હોઈ શકે છે. આ ફોનની કિંમત 26,999 રૂપિયાની આસપાસ રહેવાની સક્યતા છે.

Galaxy Pixel 8a

Galaxy Pixel 8a સ્માર્ટફોન પણ 15 મેના રોજ ગૂગલની વાર્ષિક કોન્ફરન્સ Google I/O conferenceમાં લોન્ચ થશે. જો કે કંપનીએ આ ફોન અંગે કોઈ માહિતી જાહેર નથઈ કરી. પરંતુ ચર્ચાઓ મુજબ Tensor G3 Chip આ ફોનમાં હોઈ શકે છે, સાથે જ તેમાં 7 વર્ષની સિક્યોરિટી અપડેટ્સ મળશે.

Best Mobiles in India

English summary
Upcoming smartphones list in May includes Google and Samsung

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X