Just In
- 494 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 495 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 496 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 497 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
August મહિનામાં લોન્ચ થશે આ બજેટથી લઈ ફ્લેગશિપ સ્માર્ટફોન્સ
ગ્લોબલ સ્માર્ટફોન માર્કેટમાં સ્પર્ધા દિવસે દિવસે વધી રહી છે. ટેક કંપનીઓ રોજબરોજ નીતનવા ફીચર્સ સાથે નવા ડિવાઈસ લોન્ચ કરી રહી છે, જેને કારણે ગ્રાહકો માટે ફોન ખરીદવાની સારી તક ઉભી થઈ રહી છે. ઓગસ્ટ મહિનામાં પણ કેટલાક જબરજસ્ત સ્માર્ટફોન લોન્ચ થવા જઈ રહ્યા છે, જેમાં બજેટ સ્માર્ટફોનથી લઈને ફ્લેગશિપ ફોન પણ સામેલ છે.

Nothing Phone (2)થી લઈને Samsung Galaxy Z Flip 5, Fold 5 તેમજ OnePlus Nord 3 seriesથી લઈને Moto Razr 40 સુધીના આકર્ષક ડિઝાઈન અને લેટેસ્ટ ફીચર્સ ધરાવતા સ્માર્ટફોન જુલાઈ મહિનામાં લોન્ચ થઈ ચૂક્યા છે. ત્યારે ચાલો જાણી લઈએ કે ઓગસ્ટ મહિનો પોતાની સાથે શું નવું લઈને આવી રહ્યો છે.
પહેલા સપ્તાહમાં લોન્ચ થયા છે આ સ્માર્ટફોન્સ
ઓગસ્ટ મહિનામાં લોન્ચ થનારો સૌથી પહેલો સ્માર્ટફોન છે Motorola G14. આ બજેટ ફ્રેન્ડલી સ્માર્ટફોન યુઝર્સની પહેલી પસંદ બની શકે છે. Motorola G14ની પાછળ પાછળ જ Redmi 12 4G, Redmi 12 5G પણ લોન્ચ થઈ ચૂક્યા છે. આ સ્માર્ટફોન્સ full HD+ ડિસ્પ્લે, 90Hz રિફ્રશ રેટ અને 6 જીબી રેમ જેવા ફીચર્સ સાથે લોન્ચ થશે. જેની કિંમત પણ કોમ્પિટિટિવ છે.
સાથે જ શાઓમી ઓગસ્ટ મહિનામાં જ Redmi K60 Ultra પણ લોન્ચ કરે તેવી શક્યતા છે. આ સ્માર્ટફોન MediaTek Dimensity 9200+ ચીપસેટથી સજ્જ હશે. જો કે આ સ્માર્ટફોન ક્યારે લોન્ચ થશે તે અંગે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત નથી થઈ.
ટેક કંપની TECNO પણ મોબાઈલ માર્કેટમાં સતત કંઈક નવું કરી રહી છે. ટેક્નો પણ ઓગસ્ટના પહેલા અઠવાડિયાં Tecno Spark 10 Pro-Magic magenta Edition લોન્ચ કરી ચૂકી છે. જેમાં ઈનોવેટિવ બેક પેનલ મળશે, જે ઈકો લેધર દ્વારા તૈયાર કરવામાં આવી છે.
ચમકતી બેક પેનલના ટ્રેન્ડને આગળ ધપાવવાની સાથે ટેક્નો Pova 5 Series સ્માર્ટફોન પણ ચાલુ મહિનામાં ભારતમાં લોન્ચ થઈ ચૂક્યો છે. આકર્ષક બેક ડિસાઈઝ અને LED લાઈટ્સની સાથે સાથે આ સ્માર્ટફોન 120 Hz ના રિફ્રેશ રેટને સપોર્ટ કરતી ડિસ્પ્લે, MediaTek Helio G99 SoC અને 6000 mAhની બેટરી ધરાવે છે.
ઓગસ્ટના આગામી દિવસોમાં લોન્ચ થનારા સ્માર્ટફોન
7 ઓગસ્ટ એટલે કે આજે Samsung Galaxy F34 5G સ્માર્ટપોન લોન્ચ થયો છે. આ ફોન AMOLED ડિસ્પ્લે ધરાવે છે, જે 120 Hzનો રિફ્રેશ રેટ ધરાવે છે. આ 5જી સ્માર્ટ ફોનમાં 50 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા છે, સાથે જ આ ફોન 6000 mAhની બેટરીથી સજ્જ છે.
Realme પણ આ મહિને પોતાના ફ્લેગશિપ સ્માર્ટફોન સિરીઝને લોન્ચ કરે તેવી પૂરી શક્યતા છે. Realme GT 5 અને GT 5 Pro આ મહિને લોન્ચ થવાના છે. આ સ્માર્ટફોન Qualcomm Snapdragon 8 Gen 2 Socથી સજ્જ છે, જે 6.74 ઈંચની OLED ડિસ્પ્લે ધરાવે છે, જે 144 Hzના રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. આ સ્માર્ટપોનમાં 50 મેગાપિક્સલનો ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ હોવાની પણ શક્યતા છે.
તો આ મહિને OnePlus પોતાનો પહેલો ફોલ્ડેબલ સ્માર્ટફોન વનપ્લસ ઓપન લોન્ચ કરવાની છે. આ ફોલ્ડેબલ એન્ડ્રોઈડ સ્માર્ટફોન Snapdragon 8 Gen 2 SoC, 2K AMOLED પ્રાઈમરી ડિસ્પ્લે, ટ્રિપલ રિયર કેમેરા જેવા ફીચર્સ સાથે લોન્ચ થશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications