Just In
- 494 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 495 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 496 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 496 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Android ફોનમાં ઓન કરી દો આ સેટિંગ, ચોરી થશે તોય ફોન નહીં થાય સ્વિચ ઓફ
જ્યારે તમારો સ્માર્ટફોન ચોરી થઈ જાય, ત્યારે સૌથી પહેલા ચોરનાર વ્યક્તિ તમારો ફોન સ્વિચ ઓફ કરી દે છે. એકવાર ફોન સ્વિચ ઓફ થઈ જાય પછી ફોનનું લોકેશન ટ્રેક નથી કરી શકાતું. પરંતુ આજના સમયમાં સ્માર્ટફોન પણ ઘણા એડવાન્સ થઈ ચૂક્યા છે. હવે સ્માર્ટફોન કંપનીઓ ફોનમાં એવા ફીચર્સ આપવા લાગી છે, જેનાથી તમારા ફોનની પ્રાઈવસી મજબૂત બને છે, સાથે જ સિક્યોરિટી પણ ટાઈટ રહે છે. આજે અમે તમને આવા જ એક ફીચર વિશે માહિતી આપીશું. એન્ડ્રોઈડ ફોનમાં Unlock to power Off નામનું પણ ફીચર આવે છે. નામથી જ સમજી શકાય છે કે આ ફીચર કેવી રીતે કામ કરે છે. આ ફીચર અનેબલ કર્યા બાદ તમારો ફોન સ્વિચ ઓફ કર્યા બાદ અલગ પાસવર્ડ નાખવાનો રહેશે.

Android સ્માર્ટફોનમાં Unlock to Power Off સિક્યોરિટીની રીતે ઘણું અગત્યનું ફીચર છે. આ ફીચર દરેક વ્યક્તિએ પોતાના ફોનમાં અનેબલ કરવું જોઈએ. જેમ કે અમે તમને આગળ જણાવ્યું તે પ્રમાણે અનલૉક ટુ પાવર ઓફ ફીચર અંતર્ગત તમે જ્યારે પણ તમારો ફોન સ્વિચ ઓફ કરશો, ત્યારે તમારે પહેલા પાસવર્ડ નાખવો પડશે. પાસવર્ડ નાખ્યા વગર ફોન સ્વિચ ઓફ નહીં થઈ શકે. આ ફીચર ફોન જ્યારે ચોરી થઈ જાય, ત્યારે કામ લાગે છે. ફોન ભલે ચોરના હાથમાં હોય, પરંતુ તે ફોનને સ્વિચ ઓફ નહીં કરી શકે. જાણો કે એન્ડ્રોઈડ ફોનમાં કેવી રીતે આ ફીચરનો ઉપયોગ કરી શકાય.
Unlock to power OFF ફીચરનો ઉપયોગ કરવા માટે નીચેના સ્ટેપ્સ ફોલો કરો.
સ્ટેપ 1: ફોન ચોરી થયા બાદ કોઈ પણ ચોર તેને સ્વિચ ઓફ ન કરી શકે તેના માટે તમારે ફોનમાં કેટલાક સેટિંગ્સ ઓન કરવાના છે. એટલે તેના માટે સૌથી પહેલા સ્માર્ટફોનનું સેટિંગ્સ મેન્યુ ઓપન કરો.ૉ
સ્ટેપ 2: હવે નીચે સ્ક્રોલ કરીને પ્રાઈવસી સેક્શન ઓપન કરો.
સ્ટેપ 3: હવે તમને Unlock to Power Off ઓપ્શન જોવા મળશે.
સ્ટેપ 4: હવે તેની સામે રહેલું ટોગલ ફીચર ઓન કરી દો.
સ્ટેપ 5: આ ટોગલ ઓન કર્યા બાદ તમે જ્યારે પણ ફોન સ્વિચ ઓફ કરશો, તો તમારે પહેલા પાસવર્ડ એન્ટર કરવો પડશે. પછી જ ફોન બંધ થશે.
જો તમને પણ ફોન ચોરી થઈ જવાની ચિંતા સતાવતી હોય, તો તમારે આ ફીચર જરૂર ઓન રાખવું જોઈએ. જેથી પોન ચોરી થઈ જાય, તો પણ તમે તેને શોધી શકો
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications