આ પાંચ સ્માર્ટફોન છે, વિશ્વમાં સૌથી મોંઘા, એકમાં હીરા જડેલા છે!

By Gizbot Bureau
|

પ્રીમિયમ ફોન્સની વાત કરીએ તો સૌથી પહેલા iPhone 15 Pro Max જ યાદ આવે. કારણ કે આ ફોનની કિંમત ઘણી વધારે છે. હજીય જો મગજ પર જોર આપો તો આ યાદીમાં બીજું નામ Samsung Galaxy Z Fold 5નું આવી શકે છે. આ ફોનની કિંમત 2 લાખ રૂપિયા થાય છે. પણ, શું તમે ક્યારેય લક્ઝરી ફોન મામલે કેવિયરનું નામ સાંભળ્યું છે? જો ના, તો જાણવું જરૂરી છે. આ એક એવી પ્રીમિયમ બ્રાન્ડ છે, જે ફોને લક્ઝુરિયસ બનાવવા માટે મેટલ અને રત્નોનો ઉપયોગ કરે છે.

આ પાંચ સ્માર્ટફોન છે, વિશ્વમાં સૌથી મોંઘા, એકમાં હીરા જડેલા છે!

આ આર્ટિકલમાં અમે તમને આ પ્રીમિયમ બ્રાન્ડના પાંચ એવા ફોન વિશે જણાવીશું, જેની ગણતરી ટોપ એક્સપેન્સિવ ફોન્સમાં થાય છે.

Caviar Diamond Snowflake

આ ફોનની કિંમત ભારતીય રૂપિયામાં 4.68 કરોડ તવા જાય છે. રસપ્રદ વાત એ છે કે આ ફોન આમ તો iPhone 15 Pro Max જ છે, પરંતુ કેવિયર કંપનીએ તેમાં ડાયમંડ્ઝ જડવા સહિત કેટલાક ફેરફાર કર્યા છે. જે આ ફોનને લક્ઝુરિયસ બનાવે છે.Caviar Daytona

Caviar Daytona iPhone 15 Pro Max

આ ફોન પણ મૂળ તો આઈફોન જ છે. આઈફોનના iPhone 15 Pro Max મોડેલને કંપનીએ લક્ઝુરિયસ ફોનમાં કન્વર્ટ કર્યો છે, જેની કિંમત 1.57 કરોડ જેટલી છે. આ ફોનમાં કંપનીએ કેટલાક પ્રીમિયમ મટિરીયલ્સ યુઝ કરીને તેને મોડિફાય કર્યો છે, જેથી તેની કિંમત વધી ગઈ છે.

Caviar Time Machine iPhone 15 Pro/Pro Max

કેવિયર કંપની આઈફોન સહિત અન્ય કેટલાક ફોનને પણ મોડિફાય કરે છે. પરંતુ Caviar Time Machine iPhone 15 Pro/Pro Max પણ નામ મુજબ આઈફોનનું જ છે. જેની કિંમત 87 લાખ રૂપિયા જેટલી થાય છે. આ ફોનને મૂળ આઈફોન જ રાખીને કંપની તેની બોડીમાં ઈનોવેટિવ ડિઝાઈન એડ કરે છે. જેથી તે પ્રીમિયમ બની જાય છે.

Caviar Parade Of the Planets 18K - iPhone 15 Pro/Pro Max

જેમ નામમાં લખ્યું છે, તેમ આ પણ આઈફોન 15ના પ્રો અને પ્રો મેક્સ મોડેલને મોડિફાય કરીને બનાવવામાં આવેલો પ્રીમિયમ સેગમેન્ટ ફોન છે. જેની કિંમત ભારતીય રૂપિયામાં 76 લાખ જેટલી થવા જાય છે. આ લક્ઝરી ફોનમાં 18 કેરેટનું સોનું જડવામાં આવ્યું છે.

Caviar Falcon Gold - iPhone 15 Pro/Pro Max

આ ફોન આ લિસ્ટનો સૌથી સસ્તો સ્માર્ટફોન છે. ભલે આ પણ આઈફોનનું મોંઘામાં મોઘુ વેરિયંટ iPhone 15 Pro/Pro Max હોય, પરંતુ તેની કિંમત પણ એટલી છે કે મિડલ ક્લાસના લોકો માટે એક સારો ફ્લેટ આવી જાય. આ ફોનની માર્કેટ પ્રાઈસ ભારતીય રૂપિયામાં 66.6 લાખ થવા જાય છે. આમાં કેવિયર કંપનીએ ગોલ્ડ પ્લેટેડ ફિનિશ અને ખાસ ક્રાફ્ટમેનશિપ આપી છે.

Best Mobiles in India

English summary
Top Five Most Expensive Caviar Smartphones in the World

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X