દસ હજાર કરતા પણ ઓછી કિંમતમાં ખરીદો, આ લેટેસ્ટ એન્ડ્રોઇડ સ્માર્ટફોન

Posted By: anuj prajapati

આજકાલ બધાના દિમાગ પર સ્માર્ટફોન ઘર કરી ગયું છે. દરેક વ્યક્તિ પોતાના ખિસ્સામાં સારા માં સારો સ્માર્ટફોન રાખવા માંગે છે. લોકલ માર્કેટથી લઈને હાઈ પ્રોફાઈલ સ્ટોરમાં આપને ઘણીં વેરાયરી અને ઘણી અલગ અલગ કંપનીઓના સ્માર્ટફોન મળી જશે.

દસ હજાર કરતા પણ ઓછી કિંમતમાં ખરીદો, આ લેટેસ્ટ એન્ડ્રોઇડ સ્માર્ટફોન

પરંતુ જો તમે મિડલ ક્લાસ યુઝર છો અને તમારા બજેટનું ધ્યાન રાખીને તમારી જરૂરિયાત મુજબનો સ્માર્ટફોન ખરીદવા માંગો છો, તો અમે તમને કેટલાક લેટેસ્ટ સ્માર્ટફોન વિશે જણાવીશુ જે તમને તમારા બજેટમાં સરળતાથી મળી જશે.

હેકરથી આ રીતે બચાવો તમારા પેટીએમ, મોબીકવિક અને ફ્રીચાર્જ વોલેટને

આ બધા જ સ્માર્ટફોન એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ પાર આધારિત છે. આ સ્માર્ટફોન તમને દસ હજાર કરતા પણ ઓછી કિંમતમાં કોઈ પણ મોબાઈલ સ્ટોરમાં કે પછી ઓનલાઇન પણ મળી જશે.

શ્યોમી રેડ મી નોટ 3

શ્યોમી રેડ મી નોટ 3

શ્યોમી રેડ મી નોટ 3 સ્માર્ટફોનનો ઉપયોગ કરનાર યુઝર તેનાથી ખુબ જ ખુશ છે. આ સ્માર્ટફોન ભારતીય બજારમાં તમને દસ હજાર કરતા પણ ઓછી કિંમતમાં મળી જશે. આ સ્માર્ટફોનમાં 5 ઇંચ 720 પિક્સલની સ્ક્રીન આપવામાં આવી છે સાથે ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 430 પ્રોસેસર આપવામાં આવ્યું છે. તેની રેમ 2જીબી અને 3જીબી વેરીટન્ટમાં ઉપલબ્ધ છે. તેની ઇન્ટરનલ મેમરી 16જીબી અને 32 જીબી છે. તેમાં 4100mAh બેટરી આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ 6.0.1 માર્શમેલો ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

શ્યોમી રેડ મી 3એસ પ્રાઈમ

શ્યોમી રેડ મી 3એસ પ્રાઈમ

શ્યોમી રેડ મી 3એસ પ્રાઈમ સ્માર્ટફોનની કિંમત દસ હજાર કરતા પણ ઓછી છે. એટલે કે તમને ઓછી કિંમતમાં સારા ફીચરવાળો સ્માર્ટફોન મળી જશે. ફીચરની વાત કરવામાં આવે તો તેની ડિઝાઇન અને કવોલિટી ખુબ જ સારી છે.

આ સ્માર્ટફોનમાં 5 ઇંચ 720 પિક્સલની સ્ક્રીન આપવામાં આવી છે સાથે ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 430 પ્રોસેસર આપવામાં આવ્યું છે. તેની રેમ 2જીબી અને 3જીબી વેરીટન્ટમાં ઉપલબ્ધ છે. તેની ઇન્ટરનલ મેમરી 16જીબી અને 32 જીબી છે. તેમાં 4100mAh બેટરી આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ 6.0.1 માર્શમેલો ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી છે.

લીઇકો લી 1એસ ઈકો

લીઇકો લી 1એસ ઈકો

જો તમને દસ હજાર કરતા પણ ઓછી કિંમતમાં એક પાવરફુલ સ્માર્ટફોન જોઈએ, તો આ સ્માર્ટફોન એક સારી ચોઈસ બની શકે છે. આ સ્માર્ટફોનમાં 5.5 ઇંચ 1080 પિક્સલ સ્ક્રીન આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં પ્રોસેસર મીડિયા ટેક હેલીઓ એક્સ10 નો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં 3જીબી રેમ, 32 જીબી સ્ટોરેજ આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ 6.0.1 ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી છે.

આસુસ ઝેનફોન 3 મેક્સ

આસુસ ઝેનફોન 3 મેક્સ

જો તમે સસ્તો, સુંદર અને ટીકાવ સ્માર્ટફોન લેવા માંગો છો, તો આ સ્માર્ટફોન તમારી પસંદ હોય શકે છે. આ સ્માર્ટફોનમાં 5.5 ઇંચ 720 પિક્સલની સ્ક્રીન આપવામાં આવી છે સાથે ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 615 પ્રોસેસર આપવામાં આવ્યું છે. તેની રેમ 2જીબી, ઇન્ટરનલ મેમરી 16જીબી છે. તેમાં 5000mAh બેટરી આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ 6.0.1 માર્શમેલો ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી છે.

કૂલપેડ નોટ 3

કૂલપેડ નોટ 3

આ સ્માર્ટફોનને લોન્ચ કરવામાં આવ્યો ત્યારે તે થોડા જ દિવસમાં વેચાઈ ગયો. આ સ્માર્ટફોનને ઘણી લોકપ્રિયતા મળી અને તેની સાથે સાથે સારા રીવ્યુ પણ મળ્યા. આ સ્માર્ટફોનનો આકર્ષક ફીચર છે કે આટલી ઓછી કિંમતમાં ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.

આ સ્માર્ટફોનમાં 5.5 ઇંચ 720 પિક્સલ સ્ક્રીન આપવામાં આવી છે. તેની સાથે મીડિયા ટેક એમટી 6753 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં 3જીબી રેમ અને 16જીબી ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. તેમાં 3000mAh બેટરી આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ 5.1 લોલીપોપ ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી છે.

લેનોવો કે6 પાવર

લેનોવો કે6 પાવર

હાલમાં જ લોન્ચ કરવામાં આવેલો દમદાર સ્માર્ટફોન છે. તેનો હાર્ડવેર અને સોફ્ટવેર બંને કવોલિટી પ્રૂફ છે. આ સ્માર્ટફોનમાં 3જીબી રેમ અને 32જીબી ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. તેમાં 4000mAh બેટરી આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ 6.0.1 માર્શમેલો ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી છે.

મીઝુ એમ3

મીઝુ એમ3

આ સ્માર્ટફોનના ફીચર ખુબ જ એડવાન્સ છે અને તેની કિંમત પણ ખુબ જ સારી છે. આ સ્માર્ટફોનમાં 5.5 ઇંચ 1080 પિક્સલની સ્ક્રીન આપવામાં આવી છે, સાથે સાથે મીડિયા ટેક હેલીઓ પી10 પ્રોસેસર આપવામાં આવ્યું છે.

આ સ્માર્ટફોનમાં 3જીબી રેમ અને 32જીબી ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. તેમાં 4100mAh બેટરી આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ 5.1 લોલીપોપ ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

English summary
Top 7 Android Smartphones under Rs 10,000 in India for December 2016

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot