ખૂબ ઓછા બજેટમાં આ સ્માર્ટફોન છે બેસ્ટ, કિંમત માત્ર 10,000 રૂપિયા

By Gizbot Bureau
|

ભારતીય મોબાઈલ ફોન માર્કેટમાં આ વર્ષે જબરજસ્ત ગળાકાપ હરિફાઈ ચાલી રહી છે. સ્માર્ટફોન મેન્ફેક્ચરર કંપનીઓ હવે મિડ રેન્જ અને પ્રીમિયમ કેટેગરી સ્માર્ટફોની સાથે સાથે બજેટ અને અફોર્ડેબલ સ્માર્ટફોનમાં પણ નીતનવા અને આધુનિક ફીચર્સ આપી રહ્યા છે.

ખૂબ ઓછા બજેટમાં આ સ્માર્ટફોન છે બેસ્ટ, કિંમત માત્ર 10,000 રૂપિયા

જો બજેટ અને અફોર્ડેબલ સ્માર્ટફોન સેગમેન્ટ પર નજર કીરએ તો 8 હજારથી 10 હજારની વચ્ચેની કિંમતના સ્માર્ટફોનમાં ઘણી વેરાયટી જોવા મળી રહી છે. આ સ્માર્ટપોનમાં 720p અથવા 1080p LCD સ્ક્રીન અને મોટી બેટરીઝ મળે છે. સાથે જ તેમાં 4થી 6 જીબીની રેમ અને 4જી નેટવર્ક સપોર્ટ પણ મળે છે. ચાલો જોઈએ કે ઓગસ્ટ 2023 સુધી ભારતમાં લોન્ચ થયેલા કયા સ્માર્ટફોનની કિંમત 10000ની અંદર છે, અને છતાંય આ સ્માર્ટફોન બેસ્ટ છે.

Xiaomi Redmi 9, 9 prime, 9i, 9 Active

Xiaomiએ તાજેતરમાં જ આકર્ષક ફીચર્સ અને યોગ્ય હાર્ડવેર ધરાવતા Redmi 12 સ્માર્ટફોન સિરીઝ લોન્ચ કરી છે, પરંતુ આ બજેટ સ્માર્ટફોન નથી. જો કે રેડમીના Redmi 9 Prime, Redmi 9i બજેટ પ્રાઈઝમાં બેસ્ટ ઓપ્શન છે.

Redmi 9iની કિંમત 10,000 કરતા ઓછી છે. જો તમે બજેટની અંદર સ્માર્ટફોન સોધી રહ્યા છો, તો આ ફેસ્ટિવલ કે સેલ સિઝનમાં તમારે Redmi 9 Prime અથવા Redmi 9 પર નજર રાખવી જોઈએ. આ સિરીઝમાં મીડિયાટેક હેલિયો ચીપસેટ, 4 જીબી રેમ અને 5000 mAhની બેટરી તેમજ ડ્યુઅલ અથવા ટ્રિપલ રિયર કેમેરાની સાથે મોટી HD+ સ્ક્રીન જેવા ફીચર્સ મળી રહ્યા છે.

Realme C33, C55

તાજેતરમાં જ લોન્ચ થયેલો Realme C33માં Unisoc Tiger T612, 4 GB Ram અને 128 GB ઈન્ટરનલ સ્ટોરેજ જેવા સ્પેસિફિકેશન્સ છે. સાથે જ આ સ્માર્ટફોન 5000 mAhની દમદાર બેટરી અને 10 Wના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

Realme C સિરીઝના સ્માર્ટફોન એન્ડ્રોઈડ 12 પર આધારિત રિયમી UI S એડિશન પર કામ કરે છે. આ બજેટ સ્માર્ટફોનમાં 50 MPનો પ્રાઈમરી રિયર કેમેરા છે, સાથે જ 5 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા પણ છે.

આ ઉપરાંત બજેટ સેગમેન્ટમાં Realme C55 સ્માર્ટફોન પણ સારી ચોઈસ છે. આ સ્માર્ટફોનની કિંમત 10,000 કરતા થોડી વધારે છે. પરંતુ સેલ દરમિયાન કે પછી એક્સચેન્જ ઓફરનો લાભ લઈને તમે તેને બજેટ પ્રાઈઝમાં ખરીદી શકો છો.

Reame C55 પણ લગભગ Realme C33 જેવો જ છે. પરંતુ જો તમે 6 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ કેપેસિટી માટે વિચારી રહ્યા છો, તો આ એક સારો સ્માર્ટફોન છે. સાથે જ તેમાં HD+ 1080p ડિસપ્લે મળે છે. આ ફોન મીડિયેટક હેલિયો જી88 ગેમિંગ ચીપસેટ પર કામ કરે છે. આ ફોનમાં 8 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા અ 64 મેગાપિક્સલનો રિયર કેમેરા મળે છે. જેની સાથે 2 મેગાપિક્સલનો બીજો કેમેરા પણ છે.

Infinix Hot 30i

Infinix પણ સ્માર્ટફોન માર્કેટમાં બધી જ કંપનીને સ્લો પણ સ્ટેડી ટક્કર આપી રહી છે. જો કે ઈન્ફિનિક્સની નજર મોટાભાગે બજેટ અને અફોર્ડેબલ એન્ડ્રોઈડ સ્માર્ટફોન સેગમેન્ટ પર રહેતી હોય છે.

Infixin Hot 30iની કિંમત 10,000 કરતા થોડી ઓછી છે અને તેના ફીચર્સ તેને આ સેગમેન્ટનો બેસ્ટ સ્માર્ટફોન બનાવે છે. આ બજેટ સ્માર્ટફોનમાં 6.6 ઈંચની ડિસ્પ્લે છે, જે 90Hzનો રિફ્રેશ રેટ ધરાવે છે અને 8 જીબી રેમની સાથે સાથે 128 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ પણ ધરાવે છે.

આ ફોન મીડિયા ટેક હેલિયો જી 37 SoC ચીપસેટ પર કામ કરે છે. સાથે જ તેમાં 5000 mAhની બેટરી મળે છે.

Realme Narzo N55

આમ તો Realme Narzo સિરીઝના સ્માર્ટફોન મિડ રેન્જ એન્ડ્રોઈડ સ્માર્ટફોન હોય છે, પરંતુ Realme Narzo N55 તેમા અપવાદ છે.

Realme Narzo N55 6.72 ઈંચની ફૂલ HD+ IPS LCD સ્ક્રીન અને 90Hzનો રિફ્રેશ રેટ ધરાવે છે. આ રેન્જમાં આ સ્ક્રીન ફીચર્સ સૌથી શ્રે,ઠ છે. Realme Narzo સિરીઝના સ્માર્ટફોન મીડિયાટેક હેલિયો જી88 ચીપસેટ પર કામ કરે છે. જે 8 જીબી રેમ અને 128 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ ધરાવે છે.

Best Mobiles in India

English summary
Top 5 smartphones under Rs10000 price

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X