Top 5 Smartphone 2022: આ 5 સ્માર્ટફોન છે બેસ્ટ, જાણો ફીચર્સ અને કિંમત

By Gizbot Bureau
|

આજકાલ સ્માર્ટફોન માર્કેટમાં ગળાકાપ હરિફાઈ ચાલી રહી છે. ખાસ કરીને મિડરેન્જ સ્માર્ટફોનનું માર્કેટ એકદમ ટોપ ગિયરમાં ચાલી રહ્યું છે. ભારતમાં 35,000 રૂપિયાની આસપાસની કિંમતમાં ઘણા સ્માર્ટફોન છે, જે યુઝર્સની પહેલી પસંદ છે. આ પ્રાઈઝ રેન્જમાં ટોપ ફીચર્સની સાથે અપર મિડ રેન્જ ડિવાઈસ મળે છે. આ લિસ્ટમાં કેટલાક એવા સ્માર્ટફોન્સ છે, જે સ્ટાઈલિશ ડિઝાઈનમાં આવે છે. આ ઉપરાંત આ સ્માર્ટફોન્સમાં ફ્લેગશિપ કેમેરા સેન્સર્સ મળે છે. 35 હજાર રૂપિયા સુધીની પ્રાઈઝ રેન્જમાં Nothing Phone 1, Pixel 6a, OnePlus Nord 2T સહિતના ધમાકેદાર સ્માર્ટફોન્સ છે. ચાલો અમે તમને જણાવીએ એવા 5 સ્માર્ટફોન વિશે જે 2022માં સૌથી વધુ ચર્ચામાં રહ્યા છે.

Top 5 Smartphone 2022: આ 5 સ્માર્ટફોન છે બેસ્ટ, જાણો ફીચર્સ અને કિંમત

Nothing Phone 1

આ વર્ષના સૌથી સ્ટાઈલિશ ફોનની વાત આવે તો Nothing Phone 1 સૌથી પહેલા નંબર પર આવે છે. આ ફોન દેખાવમાં તો સારો છે જ, પરંતુ સોફ્ટવેર અ હાર્ડવેર મામલે પણ બેસ્ટ છે. Nothing Phone 1ના 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિયંટની કિંમત 32,999 રૂપિયા છે. આ ફોનમાં Snapdragon 778G ચીપસેટ મળે છે. ઉપરાંત આ સ્માર્ટફોનમાં વધારે કેપેસિટીની બેટરી અને શાનદાર કેમેરા પણ છે.

Google Pixel 6a

Google Pixel 6ની સરખામણીમાં Google Pixel 6a સસ્તો સ્માર્ટફોન છે. આ ફોનમાં 60hzની ડિસ્પ્લે મળે છે. આ ફોનમાં ફ્લેગશિપ કેમેરા મળે છે. ફોનની ડિસિપ્લેની વાત કરીએ તો આ સ્માર્ટફોનમાં 6.1 ઈંચની FHD+ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ફોનમાં પાછળની તરફ 12.2 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા અને 12 મેગાપિક્સલનો સેકન્ડરી કેમેરા મળે છે. આ ઉપરાંત સેલ્ફી માટે ફ્રંટ સાઈડ 8 મેગાપિક્સલનો શૂટર કેમેરા મળે છે. આ સ્માર્ટફોનમાં 4410 mAhની દમદાર બેટરી છે. 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજવાળા વેરિયંટની કિંમત 29,999 રૂપિયા છે.

Xiaomi 11T Pro 5G Hyperphone

Xiaomiનો Xiaomi 11T Pro 5G Hyperphone પણ આ વર્ષે ખૂબ જ ચર્ચામાં રહ્યો છે. આ સ્માર્ટફોનમાં 120 વોલ્ટની હાઈપરચાર્જ ટેક્નોલોજી છે, જે 5000 mAhની બેટરીને માત્ર 17 મિનિટમાં ફૂલ ચાર્જ કરી શકે છે. આ ફોનમાં 6.7 ઈંચની ડિસ્પ્લે, 108 મેગાપિક્સલનો કેમેરા આપવામાં આવ્યો છે. આ ફોનના 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિયંટની કિંમત 33,990 રૂપિયા છે.

iQOO Neo 6

35,000 સુધીની પ્રાઈઝ રેન્જમાં iQOO Neo 6 પણ બેસ્ટ સ્માર્ટફોન છે. આ ફોનનું વેચાણ પણ નોંધપાત્ર થયું છે. iQOO Neo 6માં 6.2 ઈંચની ડિસ્પ્લે, 64 મેગાપિક્સલનો શાનદાર કેમેરા અને 4700 mAhની બેટરી મળે છે. આ ફોનની 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજની કિંમત 28,999 રૂપિયા છે.

OnePlus Nord 2T

OnePlus Nord 2T પણ ભારતીય યુઝર્સને ખૂબ જ પસંદ આવ્યો છે. Nord 2 હિટ થયા બાદ વનપ્લસનો Nord 2T પણ સુપરહિટ સાબિત થયો છે. આ ફોનમાં 6.7 ઈંચની ડિસ્પ્લે, 50 મેગાપિક્સલનો કેમેરા અને 80 વોલ્ટના ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે 4,500 mAhની બેટરી આપવામાં આવી છે. આ ફોનના 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ ઓપ્શનની કિંમત 28,999 રૂપિયા છે.

Best Mobiles in India

Read more about:
English summary
Top 5 Smartphones Under 35000 of 2022

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X