આ 5G Smartphoneની કિંમત છે 25 હજારથી ઓછી, ફીચર્સ છે દમદાર

By Gizbot Bureau
|

જો તમે પણ નવો 5જી સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, પરંતુ તમે કનફ્યુઝ છો કે બજેટની અંદર સારા ફીચર્સ ધરાવતો 5જી સ્માર્ટફોન કયો છે, તો આ આર્ટિકલમાં અમે તમને ઉપયોગી માહિતી આપીશું. આ આર્ટિકલમાં અમે તમને કેટલાક એવા 5જી સ્માર્ટફોન વિશે માહિતી આપીશું જેની કિંમત 25 હજાર કરતા ઓછી છે, પરંતુ તેના ફીચર્સ એકદમ લેટેસ્ટ છે. એટલે કે ઓછી કિંમતમાં શાનદાર સ્પેસિફિકેશન્સ, દમદાર બેટરી લાઈફ અને હાઈ ક્વોલિટી કેમેરા સહિતના ફીચર્સથી આ સ્માર્ટફોન સજ્જ છે. ચાલો આ લિસ્ટમાં કયા કયા સ્માર્ટફોન સામેલ છે, તે અંગે વિસ્તારપૂર્વક જાણી લઈએ, જેથી તમને સ્માર્ટફોન ખરીદવામાં સરળતા રહે.

આ 5G Smartphoneની કિંમત છે 25 હજારથી ઓછી, ફીચર્સ છે દમદાર

One Plus Nord CE 3 Lite

આ લિસ્ટમાં સૌથી પહેલું નામ One Plus Nord CE 3 Lite સ્માર્ટફોનનું છે, જે 6.7 ઈંચની ડિસ્પ્લે ધરાવે છે. આ ફોન એન્ડ્રોઈડ 13 પર બેઝ્ડ ઓક્જિસેન ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. તો ફોટોગ્રાફી માટે તેમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ મળી રહ્યો છે. જેમાં પ્રાઈમરી કેમેરા 108 મેગાપિક્સલનો, બીજો કેમેરા 2 મેગાપિક્સલનો અને ત્રીજો કેમેરા પણ 2 મેગાપિક્સલનો છે. જ્યારે સેલ્ફી માટે આ સ્માર્ટફોનમાં 16 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા આપવામાં આવ્યો છે. આ ફોન સ્નેપડ્રેગન 695 પ્રોસેસર પર કામ કરે છે. જેને 5000 mAhની બેટરી પાવર આપે છે. આ બેટરી 67 Wના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ હેન્ડસેટ 5જી ટેક્નોલોજીને સપોર્ટ કરે છે. જેમાં તમને 8 જીબી રેમ અને 128 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ, 8 જીબી રેમ અને 256 ઈન્ટરનલ સ્ટોરેજ એમ બે વેરિયંટ મળે છે. બેઝિક વેરિયંટની કિંમત 19,999 રૂપિયા છે.

Realme 10 Pro Plus 5G

Realme 10 Pro Plus 5G ફોન 6.7 ઈંચની AMOLED ડિસ્પ્લે ધરાવે છે, જેનો રિફ્રેશ રેટ 120Hz છે. આ સ્માર્ટફોન મીડિયાટેક ડાયમેન્સિટી 1080 પ્રોસેસર પર સજ્જ છે. આ ફોનમાં તમને ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ મળી રહ્યો છે, જે 108 MP + 8 MP + 2 MP કેમેરા ધરાવે છે. જ્યારે સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે તમને અહીં 16 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા મળે છે. બેટરી બેકઅપની વાત કરીએ તો આ ફોનમાં તમને 5000 mAhની બેટરી મળે છે, જે 67 Wના ચાર્જિંગને સપોર્ટ કરે છે. જ્યારે સ્ટોરેજની વાત કરીએ તો તેમાં 6 જીબી રેમ અને 128 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ, 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ, 8 જીબી રેમ અને 256 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ વેરિયંટ ઓપ્શન મળી રહ્યા છે. આ ફોનની કિંમત 24,999 રૂપિયા છે.

Redmi Note 12 Pro 5G

Redmi Note 12 Pro 5Gમાં તમને 6.67 ઈંચની AMOLED ડિસ્પ્લે મળે છે, જે 120 Hzના રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. આ ફોનમાં કંપની MediaTek Dimensity 1080 પ્રોસેસર આપી રહી છે. જેમાં તમને ફોટોગ્રાફી માટે ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ ( 50 MP + 8 MP + 2 MP ) મળે છે. આ ફોનમાં 5000 mAhની બેટરી આપવામાં આવી છે, જે 67 Wના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. Redmi Note 12 Pro 5G 6 જીબી અને 128 જીબી તેમજ 8 જીબી અને 256 જીબી વેરિયંટમાં મળે છે. આ ફોનની કિંમત 23,770 રૂપિયાથી શરૂ થાય છે.

iQOO Neo 6

સૌથી છેલ્લે આ લિસ્ટમાં iQOO Neo 6 સ્માર્ટફોન છે, જેમાં 6.63 ઈંચની ડિસ્પ્લે મળે છે. આ ડિવાઈસ સ્નેપડ્રેગન 870 5G પ્રોસેસરથી સજ્જ છે. તો ફોટોગ્રાફી માટે અહીં તમને 64 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા, 8 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઈડ કેમેરા અને 2 મેગાપિક્સલનો મેક્રો લેન્સ મળે છે. સેલ્ફી અ વીડિયો કોલિંગ માટે 16 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા આપવામાં આવ્યો છે. 4,700 mAhની બેટરી ધરાવતો આ સ્માર્ટફોન 80 Wનું ફાસ્ટ ચાર્જિંગ ધરાવે છે. આ ફોન પણ 8 GB + 128 GB અને 12 GB + 256 GB વેરિયંટમાં અવેલેબલ છે, જેની કિંમત 24,999 રૂપિયાથી શરૂ થાય છે.

Best Mobiles in India

English summary
Top 5 5G Smartphone under 25 thousands know details

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X