Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Samsungથી લઈ OnePlus, Realme સુધી, 2024માં લોન્ચ થશે આ સ્માર્ટફોન્સ
ક્વાલકોમ સ્નેપડ્રેગન 8 જેન 3 અને મીડિયાટેક ડાયમેન્સિટી 9300 ચિપસેટ લોન્ચ થવાની સાથે જ ઘણી કંપનીઓએ ફોતાના નવા ફ્લેગશિપ સ્માર્ટફોન પર કામ શરૂ કરી દીધું છે. જેમાંથી કેટલીક કંપનીઓ તો 2024ના પ્રથમ છ મહિનામાં જ આ સ્માર્ટફોન લોન્ચ કરવા તૈયાર છે.

જો તમે પણ ફોન અપગ્રેડ કરવા ઈચ્છી રહ્યા છો, તો થોડાક મહિના રાહ જોઈ લો. કારણ કે 2024ના પહેલા છ મહિનામાં નેક્સ્ટ જનરેશન અપગ્રેડેડ ફ્લેગશિપ સ્માર્ટફોન આવી રહ્યા છે. ચાલો, જોઈએ કે કયા કયા સ્માર્ટફોન 2024માં લોન્ચ થવા જઈ રહ્યા છે.
Samsung Galaxy S24 Ultra
સેમસંગના આ ફોનની સૌથી આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. સેમસંગનો આ ફોન જાન્યુઆરીના છેલ્લા સપ્તાહમાં અથવા તો ફેબ્રુઆરી 2024ની શરૂઆતમાં લોન્ચ થઈ શકે છે. આ ફોન ભલે વર્ષની શરૂઆતમાં જ લોન્ચ થઈ રહ્યો હોય પરંતુ સેસમંગના ટોપ ટાયર ગેલેક્સી એસ સિરીઝ સ્માર્ટફોનમાં આ સૌથી બેસ્ટ ફ્લેગશિપ સ્માર્ટફોન હશે. જેમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 8 જેન 3 SoC, 120 Hz QHD+ LTPO AMOLE ડિસ્પ્લે, 200 મેગાપિક્સલના મુખ્ય કેમેરા સાથે ટ્રિપલ કેમેરા અને 5000 mAhની બેટરી મળશે.
OnePlsu 12 5G
આ ફોન ભારતમાં અને આખા વિશ્વમાં 23 અથવા 24 જાન્યુઆરીએ લોન્ચ થઈ શકે છે. આ ફોન ચીનમાં ઓલરેડી લોન્ચ થઈ ચૂક્યો છે, જેના પરથી તેના સ્પેસિફિકેશન્સનો ખ્યાલ આવે છે .ચીનમાં આ ફોની કિંમત 4,299 યુઆન છે, જે ભારતમાં 50,700 રૂપિયા થાય છે. આ ફોન પણ ક્વાલકોમ સ્નેપડ્રેગન 8 જેન 3 SoC, 120 Hz 2K Pro-XDR LTPO OLED ડિસ્પ્લે, 50 મેગાપિક્સલના મુખ્ય કેમેરા સાથે ટ્રિપલ કેમેરા અને 5,400 mAhની બેટરી મળશે. જે 100 વૉટના ફાસ્ટ ચાર્જિંગ અને 50 વૉટના વાયરલેસ ચાર્જિંગને સફોર્ટ કરે છે.
Realme GT 5 Pro
આ ફોનની સત્તાવાર લોન્ચ ટ જાહેર નથી થઈ, પરંતુ તે પહેલા ત્રણ મહિનામં લોન્ચ થવાની શક્યતા છે. આ ફોન પણ કંપની ચીનમાં ઓલરેડી લોન્ચ કરી ચૂકી છે, જ્યાં તેની કિંમત 3,399 યુઆન એટલે કે ભારતીય રૂપિયામાં 39,900 રાખવામાં આવી છે. ભારતમાં આ ફોનની કિંમત 50,000થી શરૂ થઈ શકે છે. આ ફોન પણ ક્વાલકોમ સ્નેપડ્રેગન 8 જેન 3 SoC, 144 Hz 2K Pro-XDR LTPO OLED ડિસ્પ્લે, 50 મેગાપિક્સલના મુખ્ય કેમેરા સાથે ટ્રિપલ કેમેરા અને 5,400 mAhની બેટરી મળશે. જે 100 વૉટના ફાસ્ટ ચાર્જિંગ અને 50 વૉટના વાયરલેસ ચાર્જિંગને સફોર્ટ કરે છે.
Samsung Galaxy S24, Galaxy S24 Plus
સેમસંગના ફ્લેગશિપ ફોન ગેલેક્સી એસ24 અલ્ટ્રાની સાથે સાથે 2024ની શરૂઆતમાં કંપની આ બે સ્માર્ટફોન પણ લોન્ચ કરી શકે છે. આ બંને સ્માર્ટ ફોન Snapdragon 8 Gen 3 SoC અથવા તો Exynos 2400 ચીપ પર કામ કરશે. આ સ્માર્ટફોનમાં 120 Hz FHD+ OLED ડિસ્પ્લે મળશે. આ ઉપરાંત 50 મેગાપિક્સલ, 12 મેગાપિક્સલ અને 10 મેગાપિક્સલ એમ ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ મળશે.
Xiaomi 14 Pro
આ સ્માર્ટફોન એવો પહેલો સ્માર્ટફોન છે, જેમાં સ્નેપડ્રેગન 8 જેન 3 SoC પ્રોસેસરનો ઉપયોગ થયો છે. આ ફોન ભારતમાં 2024ના પહેલા છ મહિનામાં લોન્ચ થવાનો છે. આ ફોનમાં Leicaના કેમેરા હશે. ભારતમાં શાઓમી 14 પ્રોની કિંમત 70 હજારથી શરૂ થઈ શકે છે. આ ફોન સ્નેપડ્રેગન 8 જેન 3 SoC પ્રોસેસર, 120 Hz 2K LTPO OLED ડિસ્પ્લે, 50 MP Hunter 900 custom સહિત ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ મળશે. આ ફોનમાં કંપની 4880 mAhની બેટરી આપી રહી છે, જે 100 વૉટના ફાસ્ટ ચાર્જિંગ અને 50 વૉટના વાયરલેસ ચાર્જિંગને સફોર્ટ કરે છે.
Vivo X100, Vivo X100 Pro
વીવો આ વર્ષે ભારતમાં તેના આ સ્માર્ટફોન વહેલા લોન્ચ કરી શકે છે. કંપનીએ આમ તો આ બંને ફોન ડિસેમ્બરમાં જ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. પરંતુ હવે તે જાન્યુઆરીમાં લોન્ચ થઈ શકે છે. આ ફોનમાં MediaTek Dimensity 9300 Soc, 120 Hz LTPO OLED ડિસ્પ્લે હશે. જ્યારે આ ફોનમાં 50 MP Sony IMX920 VCS Bionic કેમેરા સહિત ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ મળશે.
Asus ROG Phone 8
કંપનીએ ફોતાના આ અપકમિંગ સ્માર્ટફોનનું ટીઝર તાજેતરમાં જ લોન્ચ કર્યું છે. આ ફોન ગ્લોબલી જાન્યુઆરી 2024માં લોન્ચ થઈ શકે છે. આસુઝના દવા પ્રમાણે આ ફોન ગેમિંગ કરતા પણ વધારે હશે. આ ફોનમાં કંપની Qualcomm Snapdragon 8 Gen 3 SoC, 165 Hz FHD+ AMOLED ડિસ્પ્લે અથવા 120 Hz OLED ડિસ્પ્લે આપશે. આ ઉપરાંત આ ફોનમાં 50 મેગાપિક્સલના મુખ્ય કેમેરા સાથે ટ્રિપલ રિયર કેમેરા મળશે. જ્યારે 6000 mAhની બેટરી અને 65 વૉટનું ચાર્જર મળશે.
iPhone Se 2024
એપલ આ સ્માર્ટફોનને માર્ચ અથવા એપ્રિલ 2024માં લોન્ચ કરી શકે છે. આ સ્માર્ટફોનમાં પાછલા સ્માર્ટફોન કરતા ઘણી વધારે અપડેટ્સ હોવાન શક્યતા છે. iPhone Se 2024ની કિંમત પણ ભારતમાં 50000થી શરૂ થવાની શક્યતા છે. આ ફોનમાં A15 Bionic SoC, 12 Mp (OIS) Main Camera હશે. જ્યારે બેટરી iPhone SE 3 કરતા ડબલ હોઈ શકે છે.
Oppo Find X7 Series
ટેક રિફોર્ટ્સ મુજબ આ ફોન ચીનમાં જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં લોન્ચ તવાનો છે. જો કે તેને ભારતમાં આવતા થોડો સમય લાગશે. આ ફોનમાં કંપની મીડિયાટેક ડામેન્સિટી 9300 ચિપસેટ આપવાની છે. જ્યારે Oppo Find X7 પ્રો સ્માર્ટફોનમાં કંપની સ્નેપડ્રેગન 8 જેન 3 SoC પ્રોસેસર આપી શકે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications